________________
શારદા સરિતા
ને ત્યાં દિવ્ય સુખ ભોગવવા લાગ્યા. અહીં આનંદકુમાર સુખેથી રાજ્ય ભોગવે છે. પ્રજાને ખૂબ ત્રાસ આપે છે. માણસો માને કે હું કંઈક છું. પણ કર્મોદય આગળ ભલભલાના પગ ઢીલા પડી જાય છે. આનંદ રાજાનું શું બને છે –
કાલાન્તર મેં આનંદ કે કઇ ફુટ ગયે હૈ રેગ કિયા પાપ ઉદય અહીં આયા, કર રહે સારે લેગ
પહેલી નરકમેં ગયા હૈ મરકે, નિજ કર્મો કે વેગ હે. શ્રોતા તુમ
કોઈ વખત આનંદ મહારાજા મહાન ભયંકર રોગમાં ઘેરાય છે. જ્યારે કે ત્યારે કરેલા કર્મો ઉદયમાં આવે છે. કર્મો કરતી વખતે જીવને ભાન નથી રહેતું પણ ભગવતી વખતે બાપના બાપ બોલાઈ જાય છે. જેમ મીઠું ભરવાનું માટલું હોય તે તેમાં મીઠું ભર્યા પછી તમે જેજે. થોડા વખત પછી મીઠું ફૂટી નીકળે છે તેમ માનવીના કર્મો પણ ફૂટી નીકળે છે. અનંદકુમાર ભયંકર બિમારીમાં ઝડપાયે. લેક બોલવા લાગ્યા કે જુઓ બાપને મારી નાખે તે એના કર્મો આ ભવમાં ઉદયમાં આવ્યા. લોકો તેના ઉપર હજારે ધિકકાર વરસાવે છે. છેવટે આનંદકુમાર મરીને પહેલી નરકમાં ગયે. સિંહરાજા દેવલોકમાં દિવ્ય સુખ ભોગવે છે. ત્યારે આનંદકુમાર તેના કર્મવશ પહેલી નરકમાં ભયંકર દુઃખ વેઠે છે. અનંતે સંસાર તેણે વધાર્યો. અહીં સમરાદિત્ય કેવળીના બે ભવ પૂરા થયા. હવે બે આત્માઓ ત્રીજા ભવમાં કયાં ઉત્પન્ન થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. પરમ દિવસથી પર્યુષણ પર્વ આવે છે. બધા ખૂબ આરાધના કરવા તૈયાર થઈ જશે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪૬ શ્રાવણ વદ ૧૨ ને શુક્રવાર
તા. ૨૪-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
તીર્થકર ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે આગમ વાણી પ્રકાશી. ભગવંત ફરમાવે છે કે અનાદિ કાળથી જીવે બાહા તરફ દષ્ટિ કરી છે. આત્મા તરફ દષ્ટિ કરી નથી વિચારો
મેં હૈં કૌન કહાં સે આયા, મુઝે કહાં પર જાના હૈ, કૌન જગતમેં મેરા, ઈસ જગમેં કહાં ઠીકાના હૈ માતા-પિતા, પુત્ર નારી યહ મેરે કૌન જગત ભીતર કિસ કારણ સબંધ હુઆ હે કર વિચાર ઇસકા હૈ નર*