________________
૩૩૮
શારદા સરિતા
એની દ્રષ્ટિમાં નામવિકાર ન હતું. પણ જેની તિજોરીમાં છે માલ ભર્યો હોય તે બહાર કાઢે, શાકભાજીની દુકાને જાવ તે કાછીયે શાકભાજી બતાવે, સોના-ચાંદીની દુકાને જાવ તે સોની સુવર્ણના દાગીના બતાવે, કાપડની દુકાને જાવ તો કાપડ બતાવે અને ઝવેરીની દુકાને જાવ તે ઝવેરી ઝવેરાત બતાવે છે. રાણીની દષ્ટિમાં વિષયવિકારનું ઝેર પેઠું છે. રેજ કુણાલ દર્શન કરવા આવે અને એના અંતરમાં કામાગ્નિ ભભૂકી ઉઠે. એક દિવસ કુણાલ માતાના દર્શન કરવા ગયે ત્યારે રાણી એને બાઝી પડી. ત્યારે કુણાલ કહે છે માતા! આજે પુત્ર પ્રત્યે ખૂબ હેત આવી ગયું! ખરેખર માતાનું હેત અલૌકિક હોય છે. બાળક ગમે તેટલે મોટો હોય, પણ માતાની દ્રષ્ટિમાં તો સદાય બાળક છે. માતા, શું તારો પ્રેમ છે! શું તારૂં વાત્સલ્ય છે! જુઓ, કુણાલની દષ્ટિમાં કેવું પવિત્ર અમી ભર્યું છે. એણે એને માલ બહાર કાઢ.
માતાની વિષમ દષ્ટિ - રાણી કે માલ બતાવે છે? તે કહે છે કુણાલ! હું તારી માતા બનવા તને ભેટી પડી નથી, પણ જિંદગીને આનંદ લૂંટવા તને ભેટા પડી છું. ચાલ, આપણે સંસારસુખ ભોગવીને તારૂં ને મારું જીવન સફળ બનાવીએ. કુણાલ કહે છે માતા ! તું આ શું બોલે છે? તને આ શેભે છે? પુત્ર પ્રત્યે તારી આવી દષ્ટિ હોય? ત્યારે મુંફાડા મારતી નાગણીની જેમ ક્રોધે ભરાઈને રાણી કહે છે કુણાલ! તું મારી વાત માનતા નથી, જે મારૂં કહ્યું કરીશ તે મહાન સુખ પામીશ અને નહિ માને તે મને લાગે છે કે તારી કમળ જેવી આંખોનું તેજ રહેવા નહીં પામે. કુણાલ ત્યાંથી જેમતેમ કરીને ભાગી છૂટયે, પણ રાણી એના કામની આગ શાંત ન થઈ એટલે વૈર લેવા ફાંફા મારે છે. કેમ કરીને એને નાશ કરું?
એક વખત સમ્રાટ અશોકને યુદ્ધમાં જવાનું થયું. રાજા પિતે જવાની તૈયારી કરે છે. પવિત્ર પુત્ર કુણાલને આ વાતની ખબર પડી એટલે દેડતે પિતા પાસે આવે ને કહ્યું- બાપુજી! હું જઈશ. મારા બેઠા આપને જવાનું ન હોય. વિનયવાન પુત્રની ફરજ છે. મારે જવું જોઈએ. કુણાલ યુદ્ધમાં ગયે. રાણીના મનમાં થયું કે ઠીક થયું, હવે કુણાલ લડાઈમાં ખપી જશે. કુણાલ યુદ્ધમાં ગયે. પોતે ચારિત્રવાન છે. થોડા સમયમાં વિજયની વરમાળા પહેરી ખૂબ આનંદ સાથે પિતાના ગામમાં પાછો આવ્યો. જેનું બ્રહ્મચર્ય નિર્મળ હોય તેને કેની તાકાત છે કે હરાવી શકે? એને પાછો આવેલ જોઈને રાણી મનમાં બળવા લાગી અને વૈરનો બદલો લેવાના અવસરની રાહ જોવા લાગી.
રાજા પાસે વચનની માગણું એક વખત સમ્રાટ અશેક ખૂબ બિમાર પડયા. ખૂબ ઉપચાર કર્યા પણ દર્દ મટયું નહિ. પણ તિબ્બરક્ષિતાએ પિતાની બુદ્ધિ અને ચાતુર્યથી બીજા ઉપચાર કર્યા અને રાજાની ખૂબ સેવા કરી. તેના પ્રભાવે રાજાની તબિયત સારી થઈ ગઈ એટલે રાજા તેના