________________
૩૫૬
શારદા સરિતા
સમજણ ન હોય તો એમ થાય કે હું કેદખાનામાં આવા કષ્ટ વેઠું છું ને રાણીને દીક્ષાની રજા કેવી રીતે આપું! રાણીઓએ સાધ્વીજી ગામમાં બિરાજમાન હતા તેમની પાસે ચારિત્ર અંગીકાર કર્યું.
જેલમાં સિંહરાજાનું અનશન -સિંહરાજાને દુષ્ટ આનંદકુમાર રોજ જુદી જુદી રીતે ત્રાસ આપે છે છતાં જરાય કે ધાવેશ આવતો નથી. પણ મનમાં વિચાર કરે છે કે હવે હું આ જેલમાંથી છૂટું તેમ લાગતું નથી તે હવે અનશન કરીને મારું મૃત્યુ સુધારી લઉં એટલે રાજાએ પોતાના પાપની આલોચના કરી મનથી સર્વ જીવોની ક્ષમાપના માંગી અને અનશન સ્વીકારી લીધું. રોજના નિયમ પ્રમાણે આનંદ રાજાના માણસે ખાવાનું આપવા આવ્યા ત્યારે રાજા કહે છે ભાઈ ! હવે મારા માટે ભોજન નહિ લાવતા. મેં અનશન કર્યું છે. માટે હું જીવીશ ત્યાંસુધી જમીશ નહિ એટલે પહેરેગીરેએ આનંદકુમારને ખબર આપ્યા કે રાજા હવે ભેજન લેતા નથી. આ સાંભળી કુમારને રાજા પ્રત્યે ખૂબ કે ધ આવી ગયો અને દેવશર્મા નામના તેના માણસને બોલાવીને કહ્યું કે તું રાજા પાસે જા અને તેમને ભોજન કરાવ ને કહેજે કે જે તમે ભજન નહિ કરો તો આનંદકુમાર તમને મારી નાખશે. એટલે દેવશર્માએ આવીને રાજાને ખૂબ સમજાવ્યા. પણ રાજાએ કહ્યું ભાઈ ! આનંદ ભલે મોટે રાજા હોય. એની સતા મારા શરીર ઉપર ચાલશે, આત્મા ઉપર નહિ ચાલે. હું મારી પ્રતિજ્ઞાનું પાલન કરીશ એમાં કુમારને ગુસ્સે થવાનું કેઈ કારણ નથી.
ક્રર કુમારનું આગમનઃ દેવશર્મા રાજાને ભોજન લેવા ખૂબ વિનંતી કરી રહ્યો છે. ત્યાં આનંદકુમાર ધૂંધવાઈ રહ્યા છે. દેવશમને આટલી બધી વાર કેમ લાગી? મારો બાપ માનશો નહિ હોય. ખૂબ દુરાગ્રહી છે. હવે એને બતાવી દઉં એમ વિચારી હાથમાં ખુલ્લી તલવાર લઈ એકદમ કેદખાનામાં આવ્યું. આવીને કહે છે આહાર લેવો છે કે નહિ? જે નહિ જમે તો જમરાજાની જીભ જેવી આ તલવારથી તમારું માથું કાપી નાખીશ. મારી પુલ સતા છે. હું તમારે રાજા છું ને તમે મારા નોકર છો. રાજા કહે છે ભલે તમે રાજા હો, તમારી સત્તા છે. હે કુમાર ! તું મને તલવારના ઘાથી મારવા માગે છે તે મને જરાય મરણનો ભય નથી. આ જે શરીર ધારણ કર્યું છે તે છેડવાનું છે તેમાં મને હરકત નથી. જ્યારે ખેતરમાં પાક તૈયાર થાય છે ત્યારે ખેડૂત તીકણ દાતરડા લઈને છોડવાને કાપી નાંખે છે તે રીતે કાળ રાજા પણ ખેડૂત જેવા છે. આયુષ્ય પૂર્ણ થતાં એક દિવસ મરવાનું છે તો શા માટે ડરવું ?
કુમારને કૅધ: કુમાર એની સામે ચકચકતી તલવાર લઈને ઉભો છે. એને ભોજન કરવા કહે છે. રાજા (સિંહરાજા) પ ના પાડે છે ત્યારે કુમારે તેમને કે ધથી ધમધમતા ન કહેવાના શબ્દો કહ્યા છતાં રાજાના એકેક બોલ તત્ત્વજ્ઞાનથી ભરપુર અને