________________
શારદા સરિતા
૩૩૯
પ્રત્યે ખૂબ પ્રેમભાવ રાખવા લાગ્યા. એક તે એનું રૂપ ઘણું હતું. રાજા તેની સેવાથી સ્વસ્થ થયા. ગયેલું આરોગ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. એટલે તેના ઉપર રાજાના ચારે હાથ રહેવા લાગ્યા. એક દિવસ રાજા કહે છે રાણી! તું મને અત્યંત વહાલી છે. તારી સેવાથી હું જીવ્યો છું. તું મારી પાસે કંઈક માંગ. રાણું કહે છે સ્વામીનાથ! મારા ઉપર આપની કૃપાદૃષ્ટિ છે તે ઘણું છે. મારે બીજું શું જોઈએ? રાજાએ ખૂબ કહ્યું ત્યારે કહે છે આ કવર વગર વાંચ્ચે એના ઉપર આપની સહી કરી દે અને આપની એક મુદ્રિકા આપો. સમ્રાટ અશોકને આ રૂપવંતી રાણીના કારસ્તાનની કંઈ ખબર ન હતી. એણે કવર વાંચ્યું નહિ અને પિતાની સહી કરી દીધી ને પિતાના નામવાળી સુવર્ણમુદ્રિકા આપી દીધી. અને રાણીએ તે કવરમાં ચિઠ્ઠી મૂકી તેમાં લખ્યું હતું કે કુણાલની બંને આંખો ફાડી નાંખવી અને તેને રાજ્યની બહાર કાઢી મૂકવે એમ લખી ચિઠ્ઠી મૂકી કવર બીડી દીધું કુણાલ તે તક્ષશિલામાં એની પત્ની કંચનાની સાથે આનંદથી રહેતો હતો. રાણીએ ચિઠ્ઠી પ્રધાનના હાથમાં આપીને કહ્યું કે આ કવરમાં જે લખ્યું છે તે પ્રમાણે તમે તરત રાજાના હુકમનું પાલન કરો. જુઓ, ઉપર રાજાની સહી છે. વધુ ખાત્રી માટે આ રાજાએ તેમની મુદ્રિકા આપી છે. પ્રધાન કવરમાં રહેલી ચિઠ્ઠી વાંચીને સજ્જડ થઈ ગયો. સમ્રાટ અશોક મહારાજા પિતાના એકના એક પાટવીપુત્રને આવી કઠેર શિક્ષા કદી કરે નહિ અને કુણાલકુમાર પણ ખૂબ પવિત્ર છે. તે આવી શિક્ષાને પાત્ર બને તેવું નથી. એને એ શું ગુહો હશે કે રાજા તેને આવી શિક્ષા કરવાનો હુકમ કરે છે. સાથે રાજાની મુદ્રિકા છે. કવર ઉપર સહી છે એટલે મારે તેમાં શંકા કરવા જેવું પણ નથી. બંધુઓ! ધમીને માથે કેવું સંકટ આવ્યું છે. પ્રધાન ખૂબ ગંભીર છે તે આ બાબતમાં શું વિચારશે તે વાત અવસરે કહેવાશે.
ચરિત્રઃ અહીં પણ એવી જ વાત છે. એક વ્યકિત કેટલી પવિત્ર ને ક્ષમાશીલ છે. જ્યારે બીજી વ્યકિત અત્યંત દુષ્ટ અને ક્રૂર છે. પૂર્વનું વૈર છે. વૈર વિના કદી ઝેર આવતું નથી. રાજાને કેવી ગંધાતી જેલમાં પૂરી દીધું છે અને કૂતરાને જેમ ખાવાનું નાંખે તેમ ખાવાનું આપે છે ને રાજાને ખૂબ સતાવે છે. રાણીઓ પિતાની નજરે રાજાનું દુઃખ જોઈ રહી છે. પોતાના પતિ આવા નરકાગાર જેવા ઘેર કષ્ટમાં હોય તે સતી સ્ત્રીઓથી સહન કેમ થાય? પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી રહેવાવાળી આ પવિત્ર રાણી હતી. કુસુમાવલિ આદિ રાણીઓએ કદી રાજાનું મન દુભવ્યું નથી. રાજાને સહેજ કંઈક થાય તે પ્રાણ પાથરવા તૈયાર થતી.
પાપી દુષ્ટ આનંદકુમાર રાજા ઉપર ખુબ જુલ્મ ગુજારવા લાગે ત્યારે રાજાને થયું કે આ છોકરે મને છોડશે નહિ. આમે ય મરવાનું તે છે તો મારો અંતિમ સમય સુધારી લઉં. મનથી ભાવચારિત્રમાં આવી ગયા ને ખૂબ શુદ્ધ ભાવથી રહેવા