________________
શારદા સરિતા
૩૪૭ છે. કઈ જગ્યાએ પાપને ઉદય હોય તે કંઈક જુદુ બને છે. પણ જનેતા એવી ન બને.
ગઈ કાલે આપણે સમ્રાટ અશોકના પુત્ર કુણાલની વાત કરી હતી. કુણાલને પિતાની અપરમાતા તિષ્યરક્ષિતા પ્રત્યે ખૂબ પ્રેમ હતું. તેને તે પિતાની સગી માતા સમજતો હતો. પણ માતાની દષ્ટિ બગડી. તેની ઈચ્છા પૂરી ન થઈ ત્યારે રાજા પાસે વચન માંગીને કાગળ ઉપર સહી કરાવી. રાજાના નામની મુદ્રિકા લઈને કેવું કામ કર્યું? પ્રધાનને કવર આપીને કહ્યું કે આમાં લખ્યું છે તે પ્રમાણે કરવાની રજાની આજ્ઞા છે. જુઓ, રાજાની સહી છે. પ્રધાને વાંચ્યું કે કુણાલની બે આંખે ઉડી નાંખવી અને તેને - રાજ્યની બહાર કાઢી મૂકવો. પ્રધાનને વાંચીને ખૂબ નવાઈ લાગી કે એક તે પાટવીપુત્ર છે ને બીજો પિતૃભકત છે. આવા પુત્રને રાજા આવી શિક્ષા કરે નહિ છતાં કુમાર પાસે જાઉં તે કુમાર એનું નિરાકરણ કરશે. પ્રધાન કવર લઈને તક્ષશિલામાં જ્યાં કુણાલ રહેતો હતો ત્યાં આવ્યા. પ્રધાનને અચાનક આવેલા જોઈ કુમાર પૂછે છે પ્રધાનજી ! એકાએક કેમ આવવાનું બન્યું? એમ કહીને પ્રધાનનું ખૂબ સ્વાગત કર્યું. પછી પ્રધાને કુમારને વાત કરીને કવર આપ્યું. પ્રધાન કહે છે આપના જેવા પાટવીપુત્રને રાજા આવી શિક્ષા કરે નહિ. મને તો આમાં ભેદ લાગે છે.
કુમાર કહે પ્રધાનજી ! આમાં કંઈ ભેદ નથી. મારા પિતાજીના હસ્તાક્ષરની સહી છે તેમજ તેમના નામની મુદ્રિકા છે એટલે તેમની આજ્ઞા છે. એમની આજ્ઞાનું જલદી પાલન થવું જોઈએ. પ્રધાનમંત્રીને આ કાર્ય ઉચિત ન લાગ્યું ત્યારે કુમારે તરત શુળ ભેંકીને પોતાની જાતે પોતાની આંખે ફેડી નાંખી. પ્રધાન કહે કુણાલ! તેં આ શું કર્યું? એની પત્ની કંચનાદેવી પણ રડવા લાગી. નાથ! આ શું કર્યું? કુણાલ કહે છે તે સતી! તારે પતિ ચારિત્રના રક્ષણ માટે પોતાની આંખ જતી કરે એ તને ગમે કે ચારિત્ર વેચી દે તે ગમે? પિતાની આજ્ઞાનું પાલન કરે તે ગમે કે પિતાની આજ્ઞાને ફગાવી ઉન્હાન બને તે ગમે? કુમાર સમજી ગયો હતો કે આ મારી માતાનું કાવત્રુ છે. એ મારી માતા આંખે જોઈને મોહ પામી હતી. આંખેએ એના મનમાં વિકાર જગાડે. એવી આંખે મારે શું કરવી છે? કંચનાદેવી કહે છે ધન્ય છે સ્વામીનાથ આપને! ચારિત્રનું પાલન કરવા અને પિતાજીની આજ્ઞાનું પાલન કરવા જીવનની અને શરીરની શોભા એવી આંખો, પણ ગુમાવી દીધી. આવા પતિની હું પત્ની બની, હું પણ ભાગ્યવાન છું.
કુણાલ અને કંચનાદેવી તક્ષશિલા છેડીને ચાલ્યા ગયા. તક્ષશિલાની પ્રજાએ એમને આંસુભરી આંખે વિદાય આપી. ત્યાંના પ્રધાનમંત્રીએ અશોક સમ્રાટને આ ઘટનાની ખબર આપી હતી પણ મહારાણી તિબ્બરક્ષિતાએ પુત્ર ગુમ કર્યો એટલે રાજાને આ બનાવની ખબર ન પડી. કુણાલ અને કંચનાદેવી સંગીતકળામાં ખૂબ પ્રવીણ હતા ને બંનેને કંઠ પણ મધુર હતું. તેઓ જ્યારે ગીત ગાતા ત્યારે સેંકડે માણસોનું ટોળું