________________
શારદા સરિતા *
૩૫૩
પડશે. સ્વાવલંબી બનવું પડશે. સ્વાવલંબી બન્યા વિના સુખ નહિ મળે.
તમે જાણે છે કે હીરોશીમા ઉપર બૅબ નાખે અને આખું ગામ સાફ થઈ ગયું. પણ અત્યારે એ દેશ કેટલે આગળ વધી ગયે. ત્યાંની પ્રજા કેટલી સ્વાવલંબી છે! પિતાના દેશનું કેટલું બૈરવ છે! એક ભાઈ ત્યાં ગયેલા તે વાત કરતા હતા કે હું
ત્યાં ગયે. મેં એક દુકાનદારને બે જોડી ચંપલ આપ્યા. તેણે પ્રેમથી સ્વીકાર્યા અને પૂછયું. આની શું કિંમત? ત્યારે મેં કહ્યું એ તે મેં આપને ભેટ આપ્યા છે. એણે લીધા એટલે મને થયું કે હવે એને ગમશે તો મારી પાસે બીજા મંગાવશે. પણ હું ત્યાં ઉભે હતો ને એના નોકરને કહે છે આ બે જોડી ચંપલ કચરાપેટીની બાલદીમાં ફેંકી દે. ત્યારે મેં પૂછયું કે ભાઈ! મેં આપ્યા ને તમે પ્રેમથી લીધા. હવે કચરાપેટીમાં શા માટે ફેંકી દો છે? ત્યારે કહે છે ભાઈ! તમે ભારતવાસી છે. તમારા ચંપલ અમારા દેશના લોકો પહેરતા થઈ જાય તે અમારા દેશના ચંપલ કેણ પહેરે? બીજું કોઈ કારણ નથી. એમના દેશનું એમને કેટલું ગૌરવ છે! પણ આજે ભારતવાસીઓને પરદેશની ચીજો પ્રત્યે કેટલું આકર્ષણ છે. ભારતમાં પશ્ચિમની સંસ્કૃતિએ અડ્ડો જમાવ્યું છે. ખુરશી ટેબલ પર ખાતા થઈ ગયા. હાથથી ખાવાને બદલે ચમચે ને કાંટે જમતા થયા. ભારતની પ્રજાને ન શોભે તેવા પહેરવેશ થઈ ગયા. એવા પહેરવેશ પહેરતા સંતાનોને જોઈને મા બાપ ખુશ થાય. આ બધું શું બની રહ્યું છે? કયાં ભારતની આર્ય સંસ્કૃતિ અને કયાં પશ્ચિમની સંસ્કૃતિ! ટૂંકમાં જેટલી ફેશનો વધી અને પરાધીન વધી તેટલે માનવી એશઆરામી બનતે ગયે. પરિણામે ધર્મને પણ નેવે મૂકી શરીરની ટાપટીપમાં કેટલો સમય બગાડે છે!
જમાલિકુમાર માતાને કહે છે હે માતા! મારી ક્ષણ લાખેણી જાય છે. હવે મને સંસાર દાવાનળ જેવું લાગે છે. માટે મને દીક્ષાની આજ્ઞા આપ. દીકરાના બેલ સાંભળી માતાને કેવું દુઃખ થયું! तए णं सा जशलिस खत्तिय कुमारस्त माता तं अगिळं, अकतं, अप्पियं, अमणुन्न, अमणामं, असुयपुव्वं गिरंसोच्चा निसम्म सेयागय रोयकुव पगलंत विलीणगत्ता सोगभर पवेवियंगमंगो नितया दीग विमगवयगा करयल मलियव्वं कमलमाला तक्खणओलुग्ग दुब्बल सरीरलायन्न सुन्न निच्छया गय सिरीया पसिढिल भूसण पडंत खुन्निय संचुन्निय धवल वलय अटुउत्तरिज्जा मुच्छावसण? चेतगइ रुई सुकुमाल विकिन्न केस हत्था ।
જમાલકુમારને એકેક શબ્દ. અત્યાર સુધી માતાને પ્રિય લાગતા હતા. પુત્ર બોલે તે જાણે સાંભળ્યા કરું એમ થતું હતું. પણ એજ પુત્રના શબ્દો આજે અનિષ્ટઅકાંત, અપ્રિય અને અમનોજ્ઞ લાગ્યા. અશ્રુતપૂર્વ–પૂર્વે -કદી નહિ સાંભળેલા લાગ્યા