________________
૩૪૯
શારદા સરિતા પરિભ્રમણને ટાળવા માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી છે. ભગવાન કહે છે હે ભવ્ય છે ! જે તમે સંસારતાપથી સંતપ્ત બનેલા હે તો વીતરાગકથિત ચારિત્રમાર્ગને સ્વીકાર કરે. તેનાથી બે લાભ થાય છે. સંવરમાં આવ્યા પછી આવતા નવા કર્મો અટકે અને જુના કર્મોને ખપાવવાને મને મળે. અનાદિકાળથી જીવ શા માટે રખડી રહ્યો છે? અજ્ઞાનને કારણે આચારંગ સૂત્રમાં ભગવાન ફરમાવે છે કે “ સ નો સન્ન મત આ જગતમાં એકેક જીવ એવા છે કે પિતે કયાંથી આવ્યા છે? પૂર્વ-પશ્ચિમ-ઉન્ડર-દક્ષિણ એ ચાર દિશા અને ચાર વિદિશામાંથી આવ્યો છું અને એકેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય સુધી કઈ ભાવદિશામાંથી આવ્યો છું તેવું ભાન-જ્ઞાન-વિવેક કે સંજ્ઞા નથી. સત્ય અને અસત્યની પિછાણ થાય તે આદરવા જેવું છે તેને જીવ આદરી શકે. મેક્ષના સુખના નમુનારૂપ ચારિત્ર છે. ચારિત્રમાર્ગ અંગીકાર કરે તો તેને કેઈ જાતનો ભય રહેતો નથી,
જમાલિકુમારે તેની માતાને કહ્યું-માતા ! મને સંસારમાં જન્મ-જરા ને મરણને ભય લાગે છે માટે હવે તું મને દીક્ષાની આજ્ઞા આપ. મારે સંસાર છોડીને સંયમી બનવું છે. એકવાર ભગવાનની દેશના સાંભળીને કેવા સુંદર ભાવ આવ્યા ? આપણે કેટલી વખત સાંભળી? ખુદ તીર્થકર ભગવાનની દેશના જીવે ઘણીવાર સાંભળી હશે. એમની વાણી સાંભળી એટલું જ નહિ પણ ખુદ તીર્થકર દે પણ આપણી સાથે રમ્યા હશે. કારણ કે જીવ અનાદિને છે. આપણે જેમ અત્યારે સંસારમાં ભમીએ છીએ તેમ તેઓ પણ સમક્તિ પામ્યા પહેલા ભમતા હતા. તે સમયે એ આપણી સાથે રમતાં હતા. અરે શેઠનેકર વગેરે સબંધ પણ બાંધ્યા હશે. કારણ કે જીવે દરેક સાથે વિવિધ પ્રકારના સબંધ બાંધ્યા છે.
પિતા કભી સુત હે જાતા હૈ, નારી હે જાતી માતા પુત્રી હે જાતી નારી, જગકા હૈ એસા નાતા, ઇસ પ્રકાર ઇસ જગમેં તુને, નાતે કિએ અનેક વિચિત્ર નહીં જનતા એક જન્મમે હુએ અઠારહ નાતે મિત્ર"
આ જન્મને પિતા બીજા જન્મમાં પુત્ર બને છે અને પુત્ર પિતા બને છે. આ જન્મની માતા બીજા ભવમાં પત્ની બને છે ને ' પત્ની માતા બને છે. આજને શેઠ કયારેક નેકર બને છે અને નેકર શેઠ બની જાય છે. દરેકના કર્માધીન ઋણાનુબંધ પ્રમાણે સંબંધ બંધાય છે અને ઋણાનુબંધ પૂરો થતાં સબંધ તુટી જાય છે. આ રીતે આપણું આત્માએ તીર્થકદેવ સાથે અનેક સબંધ બાંધ્યા હશે, ઉપદેશ સાંભળ્યું હશે છતાં આજે આપણે સંસારમાં પરિભ્રમણ કર્યા કરીએ છીએ અને તીર્થકર ભગવતે મેક્ષમાં પહોંચી ગયા તેનું કારણ શું? તેનું કારણ એ છે કે તીર્થકર ભગવંતે સંજ્ઞા ઉપર કાબૂ મેળવી અનંત સુખના સ્વામી બન્યા અને તેમની