________________
૩૪૪
શારદા સરિતા
નથી. આપ તે ઉદાર છે, પ્રેમાળ છે, દુઃખીના દુઃખ દૂર કરનાર છો. પણ હું અણમાનીતી રહી છું તેમાં મારા કમને દોષ છે કે જેથી આપની પ્રેમપાત્ર બની શકી નથી. સલાટ પથ્થરમાંથી સારી સારી મૂર્તિઓ બનાવે છે. પણ માટીના ઢેફા ઉપર તેની કલા ઉતારી શકતો નથી તેમાં કારીગરને શું દેષ છે? એ માટીનું ઢપુજ અપાત્ર છે, તેમ તમારા અને મારા સંબંધમાં હું મારી જાતને અભાગી માનું છું. પણ આજે મારી વિનંતી સાંભળો. આટલું બોલતાં રાણુની આંખમાં દડદડ આંસુ પડી ગયા. રાણની પવિત્રતા જોઈ રાજાની આંખમાં આંસુ આવી ગયા. અહ ! વર્ષોથી આ રાણુના સામું જોયું નથી, કદી એની સંભાળ લીધી નથી છતાં મારો દેષ જોતી નથી. મને ગુણીયલ કહે છે ને દેષ પિતાને જુએ છે. એ રાણીના વચનની રાજાના દિલમાં સારી અસર થઈ.
હૃદયની પવિત્રતા કઠેર હૃદયના માનવીને પણ પીગળાવી નાંખે છે. રાજા એના ઉપર પ્રસન્ન થયા ને કહ્યું- બોવ, તારે શું જોઈએ છે? તારા ઉપર હું પ્રસન્ન છું. તારે જે જોઈએ તે માંગ ત્યારે રાણી કહે છે મારે બીજું કાંઈ નથી જોઈતું. મારે આપની પટ્ટરાણી નથી બનવું, રાજ્યના સુખ નથી જોઈતા. તમારી મહેલાતોમાં મહાલવું નથી. મારા માટે નાનો અને જુનો મહેલ સારે છે. પણ એક માંગું છું કે પેલા ચરને મારી ૯૮ બહેનેએ એકેક દિવસ જીવતદાન આપ્યું. પણ હું એવું માંગું છું કે એની ફાંસી માફ કરીને અભયાન લખી આપો. રાજા કહે છે આ તું શું માગે છે? એ ચાર જે તે નથી. એને છૂટે કરીશું તો ફરીને પ્રજાને રંજાડશે. રાણી કહે છે બનતા પ્રયાસે હું તેનું જીવન સુધારીશ. એ ફરીને કદી ચેરી નહિ કરે એવી પ્રતિજ્ઞા કરાવીશ. એટલે રાજાએ ચારને અભયદાન પત્ર લખી આપે. લઈને ચેર પાસે આવીને કહ્યું ભાઈ! મારી ૯૮ બહેને એ તને ખૂબ સાચવે છે. એના જેવા વસ્ત્ર અને દાગીના આદિ સામગ્રી મારી પાસે નથી કારણ કે હું તે રાજાની અણમાનીતી રાણી છું. પરંતુ હું તારા માટે રાજા પાસેથી એક પત્ર લાવી છું એમ કહી રાણીએ ચારને અભયદાન પત્ર આપ્યું.
- આ પત્ર વાંચીને ચોરને કે આનંદ થયે હશે! એણે ભયંકર ચેરીઓ કરી હતી. મહામુશીબતે પકડાયેલ હતું તેથી ફાંસીની સજા થઈ હતી. એણે બચવાની આશા છોડી દીધી હતી અને ફેસીની ભયંકર પીડાતી કલ્પનામાં શેષાઈ ગયે હતે. ૯૮ રાણીઓએ માલમલીદા ખવડાવ્યા. પણ એનું પાશેર વજન વધ્યું નહિ. પણ ઉલટું ઘટી ગયું. દિલમાં દુઃખને પાર ન હતો. ત્યાં રાજાની મહેરની છાપવાળે અભયદાન પત્ર વાંચતા જાણે ન જન્મ પામ્યા હોય તે આનંદ અનુભવવા લાગ્યા. કૂદવા-નાચવા લાગે અને રાણીના પગમાં પડીને કહે છે માતા! તું કહે છે કે હું તારી સરભરા કરી શકી નથી પણ તેં જે મારી સેવા કરી છે તેવી કેઈએ નથી કરી. હું તે ઘેર પાપી છું, હત્યારો છું. આવા પાપીને તેં જીવતદાન અપાવ્યું એ કંઇ જેવી તેવી સેવા નથી. તે