________________
શારદા સરિતા
૩૪૩
માનવજીવન દર્શને નાશ, અને સદગુણોને અભ્યાસ કરવાની અમૂલ્ય તક છે. અત્યારે દુખીની દયા નહિ કરો તો કયારે કરશે? આવી ઉત્તમ તકને વધાવી લઈ કમળતા, સહાનુભૂતિ, દયા, પ્રેમ અને વાત્સલ્યથી જીવનને સભર બને. આ બધું તમને નથી આવડતું એમ નથી, પણ સ્વાર્થ છે. વહાલા માનેલા પત્ની-ભાઈ-બહેન-પુત્ર પ્રત્યે કેટલી કમળતા છે! એમની મોટી ભૂલ થઈ હોય તો ખમી ખાય છે. પિતે મીઠાઈનો ટુકડે જતો કરી એમને ખવડાવે છે. પિતે ઠંડીને વેઠી એમને એક કપડું વધારે ઓઢાડો છે.એમના કડવા વચન પણ સહન કરી શકાય છે. કારણ કે એ બધા તમને વહાલા લાગ્યા છે. આવી સહાનુભૂતિ અને વાત્સલ્ય જે સ્વધર્મી બધુ તેમજ દીન દુઃખી જીવ પ્રત્યે આવવા જોઈએ. દુઃખીને દેખી દિલ દયાથી ભીનું થવું જોઈએ. દુઃખી પ્રત્યે પ્રેમ અને મિત્રીભાવ આવે તે આ કાર્ય બની શકે.
રાજાની રાણીઓને આ ચાર કંઈ સગાવહાલે ન હતે. છતાં એના પ્રત્યે કેટલી દયા! રાણી ચોરને પોતાના મહેલે લઈ ગઈ. તેને ઉંચા સાબુ વડે સ્નાન કરાવ્યું. ભારે મૂલા વસ્ત્ર પહેરાવ્યા. સારા સારા મિષ્ટાન જમાડયા ને તેની ખૂબ સરભરા કરી. ચોરને ગમે તેવી સારી રીતે રાખે પણ માથે મત ભમતું હોય ત્યાં આનંદ આવે? આ કંઈ ગમે ખરૂં? બીજે દિવસ થયા. ચેરને ફાંસીએ લઈ જવાનો સમય થયે ત્યાં બીજી રાણી રાજા પાસે પહોંચી ગઈ. અને ચેરને એક દિવસ માટે અભયદાન આપવા વિનંતી કરી. એ પણ એ ચોરને પિતાના મહેલે લઈ ગઈ. તેને નવડાવી દેવડાવી સારા વચ્ચે પહેરાવ્યા, સારું ભોજન જમાડ્યું અને હીરા-માણેકના દાગીના પહેરાવ્યા. ત્રીજા દિવસે ત્રીજી રાણી ગઈ. એણે બે રાણીઓની જેમ તેને ખૂબ સત્કાર કર્યો. ઉપરાંત એના વાહનમાં બેસીને ફેરવ્યો. ચોથીએ તેને જમાડતાં પાસે બેસીને જાતે પંખે વીંઝ, નોકરો પાસે એની પગચંપી કરાવી અને સંગીતના મધુરા ગીત સંભળાવ્યા આ રીતે દરરોજ એકેક રાણીઓ એને પોતાના મહેલે લઈ ગઈ અને એકેકથી સવાઈ સરભરા કરી. આમ કરતાં ચિરના ૯૮ દિવસ પૂરા થયા. મનમાન્યા સુખો મળ્યા પણ એમાં એને આનંદ ન આવ્યા કારણ કે સવાર પડે ને માથે મોતના ભણકારા વાગતા હોય ત્યાં આનંદ ક્યાંથી આવે?
દેવાનુપ્રિય! આ ચારના દષ્ટાંતથી તમે પણ સમજે કે સંસારના સુખમાં મગ્ન બની ગયા છે પણ ક્ષણે ક્ષણે યાદ રાખો કે મારા માથે મરણની તલવાર ઝૂલી રહી છે. તે મારાથી આ વિષયભેગમાં સુખ માનીને આનંદથી કેમ બેસી રહેવાય? ૯૮ રાણીના વારા પૂરા થયા. હવે ૯મી અણમાનીતી રાણીને વારો આવ્યો ત્યારે એ રાજા પાસે જઈ ચરણમાં પડીને કહે છે નાથ ! આ દાસીની એક અરજ સાંભળે. હું તે આપની અણમાનીતી રાણું છું. મેં અત્યાર સુધી આપની પાસે કંઈ માંગણી કરી નથી. મારા એ કમભાગ્ય છે કે આપ આટલા ગુણવાન હોવા છતાં આપની કૃપાને પ્રસાદ પામી શકી