________________
૩૩૨
શારદા સરિતા
સંસાર સમુદ્રથી પાર ઉતારશે. હવે મારે ક્ષણવાર સંસારમાં રહેવું નથી. ત્યારે માતા કહે છે બેટા! તું કઈ દિવસ પ્રભુના દર્શન કરવા ગયે નથી અને ગમે ત્યારે આ શું થઈ ગયું? એક વખતમાં આટલો વૈરાગી બની ગયો!
તમે કેટલી વખત દર્શન કરવા ગયા અને કેટલી વાણી સાંભળી પણ હજી હૃદય ભીંજાય છે. નદી સૂત્રમાં ચૌદ પ્રકારના શ્રેતા કહ્યા છે તેમાં એકેક શ્રોતા ચારણી જેવા હોય છે. જેમ ચારણી પાણીમાં મૂકેલી હોય ત્યારે ભરેલી દેખાય અને ઉપાડી લે એટલે ખાલી. તેમ એકેક શ્રોતાઓ વ્યાખ્યાન સાંભળતા હોય ત્યારે એમ લાગે કે આ શ્રાવક કેટલે વૈરાગ્યથી ભરેલો છે. પણ અહીંથી ઉઠયા એટલે હદય ખાલી.
બીજા શ્રોતા પથર જેવા– પત્થર ઉપર વરસાદ વરસે તે ઉપરથી ભીંજાયેલ લાગે છે પણ અંદર પાણીને જરા પણ પ્રવેશ થતો નથી તેમ કેટલાક શ્રેતાઓ પ્રભુની વાણી સાંભળતાં વૈરાગ્ય ભાવ દેખાડે છે પણ અંદરથી કેરી ને કેરા હોય છે. તે દુષ્કૃત્ય કરતાં જરા પણ ડરતા નથી.
ત્રીજા ક્રેતા ફૂટેલા ઘડા જેવા છે. જેમ ફૂટેલા ઘડામાં પાણી રહેતું નથી તેમ કેટલાક શ્રોતાઓ ઉપદેશ સાંભળીને ત્યાં ને ત્યાં મૂકી દે છે. તે બિલકુલ યાદ રાખતા નથી.
ચોથા જળ જેવા છે. જેમ જળે સારૂં લહી છડી ખરાબ લેહી પીએ છે તેમ કેટલાક શ્રેતાઓ સધને, સબંધ દેનારને અને સદગુણીને છેડી દુર્ગુણને તથા દુર્ગણીને ગ્રહણ કરે છે.
આવા પ્રકારના શ્રેતાઓ સંતે પાસે માંગલિક સાંભળવા આવે તેમાં પણ આકાંક્ષા હોય છે કે સવારના પહોરમાં માંગલિક સાંભળીએ તે દિવસ આનંદમાં જાય, દુકાનમાં કમાણ સારી થાય અને આપણે સુખી થઈએ. ભાઈ! સંતે તમને આ માટે માંગલિક કહે છે? તે તમને શું કહે છે! તમે જ્યાં જાવ ત્યાં આ ચાર શરણ સાથે લઈને જજે. ચાર શરણું ભૂલશે નહિ. જે ભગવાનને યાદ રાખે છે તે ભવસમુદ્રને તરે છે.
આજે રવિવારને દિવસ છે એટલે કદાચ અગિયાર વાગશે તો તમે ઉઠશે નહિ. કેમ ખરુંને? રવિવારે શાંતિ રહે તે ઘણું છે. સમય કયાં છે? એક ભકતે ગાયું છે કેઃ આમ તે હંમેશા સ્થાનકે આવું, આવું તે પાછે સિધાવું, બે ઘડી બેસું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે... હું તને
રે જ તે માંગલિક સાંભળીને દેડદડ જવાનું હોય છે પણ રવિવારે શાંતિથી બેસીને વીતરાગ વાણી સંભળાય છે. બાકી તે ટાઈમ કયાં છે ભાઈ! સંસારના કાર્યમાં ટાઈમ હોય કે ન હોય પણ ટાઈમ કાઢવું પડે છે. તે અહી આત્મા માટે ટાઈમ કેમ ન મળે? થોડી મમતા ઓછી કરે. પર્વાધિરાજ આવે છે. મારે પર્યુષણમાં શું કરવું તેની તૈયારી કરવા માંડે. દશ વર્ષે પરદેશથી દીકરી અને જમાઈ આવવાના હોય તે