________________
શારદા સરિતા
૩૨૧
પેટ્રોલ નાંખતા આગ વધી જાય છે તેમ આનંદ કુમારને કઈ કહેવા જાય કે દીકરા થઈને બાપની આવી દશા કરી? તો ડબલ કેધે ભરાઈને કહેવા આવનારને મારતે. પ્રધાન-મંત્રી અને પ્રજાજને રાજાને કહે છેઃ આનંદકુમાર મહાન જુમી છે. આપને આવી ગંધાતી કેટડીમાં પૂરી પિતે રાજા બનીને બેઠો છે. ધિક્કાર છે એને! એ પુત્ર નથી પણ કુપુત્ર છે. ત્યારે રાજા કહે છે.
હવા છે જે કુછ ઠીક વહી હૈ કુછ નહિ કરે વિચાર,
દેના થા વહ રાજ્ય ઉસે કી લીયા પૂર્વક ધાર, કરે રાજ્ય અભિષેક સબ મિલ, મમ આજ્ઞા અનુસાર હે શ્રોતા તુમ.
જેલમાં બેઠા બેઠા સિંહરાજા કહે છે જે થયું છે તે બરાબર થયું છે. એનો જરાય વાંક નથી. મારે એને રાજ્ય આપવાનું હતું તે એણે જાતે લઈ લીધું, એમાં શું ખોટું કર્યું છે? તમે જરા પણ અફસોસ ન કરશે. હે પ્રજાજનો ! જે તમે મારી આજ્ઞા માનતા હો તો પ્રધાન આદિ મળીને એને ધામધૂમથી રાજ્યાભિષેક કરે.
મહારાણું કુસુમાવલી આદિ રાણીઓ છાતી ને માથા કૂટતી કાળો કલ્પાંત કરી રહી છે. જુઓ, આ સંસાર કેટલો વિષમ છે. એક વખત સિંહરાજા અને કુસુમાવલી આદિ રાણીઓ રાજમહેલમાં આનંદ કરી રહ્યા હતા જ્યારે અત્યારે રાજા તલવારથી ઘવાઈને ભયાનક જેલમાં પડયા છે. સુંવાળી શય્યામાં સુનારા, સુગંધીમય વાતાવરણમાં રહેનારા આજે ખાડા-ટેકરાવાળી કઠોર જમીનમાં દૂર્ગધ ભરેલી કેટડીમાં કેવી સ્થિતિમાં મુકાઈ ગયા! કુસુમાવલી આદિ રાણીઓ રડતી-કકળતી જેલ પાસે આવી રહી છે. પણ આનંદનો પહેરેગીર જતાં અટકાવે છે. ત્યારે બધી રાણીઓ તેને બળાત્કારે દૂર કરી છેક જેલના સળીયા પાસે આવી. રાજાની કરૂણાજનક સ્થિતિ જોઈ દુઃખનો પાર ન રહ્યો. જેલના સળીયા સાથે માથું કુટવા લાગી, પેટ કુટવા લાગી. અરર...પાપી દીકરાએ એક પશુ કરતા પણ ખરાબ હાલતમાં મહારાજાને રાખ્યા છે. કુસુમાવલી કહે છેઃ નાથ! મેં તો પહેલેથી કહ્યું હતું, આ પાપી દીકરે સર્ષ કરતાં પણ ભયંકર છે. મેં તે મારી નાખવા મેકલ્યો હતો પણ તમે લઈ આવ્યા. તમારી કેવી દશા કરી? આ સર્પને દૂધ પાયું તે ડંખ દીધે ને? એમ કરી કરીને રાણીને ઝુરાપો વધતું જાય છે. ત્યારે રાજા મહાન કષ્ટમાં હોવા છતાં કેટલો સમભાવ છે! એમને આનંદ પ્રત્યે નામ માત્રને કે નથી આવતું.
રાજાની શિખામણુ” –આટલા કષ્ટમાં હોવા છતાં કેવો ઉપદેશ આપે છે. હે મહારાણી! તમે સમજુ છે. આ શું કરે છે? જે શેક કરવાથી કેવળ પાપને અનુબંધ થાય છે, સારું ફળ મળતું નથી, એ શેક શા માટે કરે છે? તમે સંસારનું સ્વરૂપ નથી જાણતા? સંસારની ગતિ કેવી વિચિત્ર છે. આ સંસારમાં રહેલા છે