________________
શારદા સરિતા
* *
૩૨૭.
અને મદિરા જોઈએ! આ રીતે જ્યાં શારીરિક માનસિક અને આધ્યાત્મિક ત્રણે પ્રકારના કોડા હોય ત્યાં અવા પતિ-પત્નીના જીવનમાં શું આનંદ હોય?
રેવતીને મનમાં થયું કે મારી બાર બાર શોક્યના કારણે મારી ઈચ્છા મુજબ મહાશતક સાથે ઉત્તમ કામગને હું વેચ્છાપૂર્વક ભોગવી શકતી નથી તેથી તેણે અગ્નિ, શસ્ત્ર કે વિષના પ્રયોગથી તેની બારે શેને મારી નાખવાનો દઢ નિશ્ચય કર્યો. કેઈને જરા પણ શંકા ન આવે એ રીતે પિતાની છ શેકોને શસ્ત્રથી અને છ શેકને વિષના પ્રાગ દ્વારા મારી નાંખી આ દશ્ય જોઈ મહાશતકનું હૈયું કકળી ઉઠયું.
એક માજુ મહાશતક પિતે લીધેલા બાર વ્રતનું શુદ્ધ અને નિર્મળભાવે પાલન કરતો હતો ત્યારે બીજી બાજુ રેવતી નિતનિત નવા આર્કષક વેશ ધારણ કરી મહાશતકના પિરુષત્વને ઢઢળવા મિથ્યા પ્રયત્ન કરતી હતી. આત્માભિમુખ બનેલા મહાશતકને રેવતીએ પિતાના મોહમાં ફસાવવા માટે દઢ નિશ્ચય કર્યો અને વિચાર્યું કે જેની સાથે આટલા વર્ષોથી સંસારી સુખ ભોગવ્યા તેમને હું ત્યાગમાંથી પાછા વાળી નહીં શકું? જરૂર વાળી શકીશ. એક રાત્રે મહાશતક પૈષધશાળામાં આત્મસાધના કરવામાં લીન હતા તે વખતે રેવતી સોળ શણગાર સજી પિષધશાળામાં પહોંચી ગઈ. અને ખૂબ હાવભાવ કરીને કહેવા લાગી. હે મહાશતક! તપ-સંયમ–ત્યાગ-ધ્યાન આ બધા વાસના ઉપર વિજય મેળવવામાં સહાયક બનતા નથી કારણ કે વાસના અનાદિની છે. તું ધર્મ, પુણ્ય અને મોક્ષની ઈચ્છા કરે છે પણ આ બધા સુખે કરતાં વિષય ભેગનું સુખ સૌથી શ્રેષ્ઠ છે. માટે આ બધા ધતિંગ છેડી દઈ મારી સાથે માનષિક કામોને ભેગવત રહે તો તારા બીજા વ્રત પાલનમાં હું તને આવરણ રૂપ નહિ બનું. રેવતીએ મહાશતકને બ્રહ્મચર્ય સિવાય બીજા વતે પાળવામાં આવરણ રૂપ નહિ બનવા માટે કહ્યું, ત્યારે મહાશતકે તેને કહ્યું કે રેવતી! ચંદ્રથી જેમ તારાઓ લે છે તેમ બ્રહ્મચર્યના પાલનથી બીજા વ્રતો દીપે છે. જ્યાં બ્રહ્મચર્ય નર્થ ત્યાં બીજા વ્રત–પાલનનો અર્થ કંઈ નથી. વળી જે કામગ દ્વારા આત્મદર્શન થતું હોત તે ભગવાન મહાવીરે ત્યાગ ધર્મને પંથ બતાવ્યું ન હોત.
રેવતીના વચનનો સ્વીકાર ન થયે અને મહાશતક મેરૂની જેમ વ્રતમાં સ્થિર રહ્યા એટલે અનાદર પામેલી રેવતી ધૂવાફૅવા થતી ચાલી ગઈ. પછી તો છેલ્લે મહાશતકે આહાર-પાણીનો ત્યાગ કરી અંતિમ મારણાંતિક સલેખણ સ્વીકારી સમભાવમાં રહેવા લાગ્યા આ રીતે મનના શુભ અને નિર્મળ અધ્યવસાયના કારણે તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. અંતિમ સંલેખણ સ્વીકાર્યા પછી પણ એક વખત રેવતી સેળ શણગાર સજી મહાશતકને અંતિમ વ્રતમાંથી ચલાયમાન કરવા ગઈ અને મહાશતકને ત્યાગ માર્ગથી પાછા ફરવા અને યથેચ્છ કામગ ભેગવવા માટે આગ્રહ કર્યો. એટલે મહાશતકે કહ્યું કે હે અધમ સ્ત્રી! કામરૂપી વિષને હું હલાહલ વિષથી પણ વિશેષ મહાવિષ માનું છું કારણ કે હલાહલ વિષ તે