________________
૩૧૦
શારદા સરિતા
રહેવું બહુ ગમે છે. જેને બંધનમાંથી મુકત થવું હોય તે આમ બેસી ન રહે. પાંજરામાં પૂરાયેલા પિપટને પાંજરામાંથી ઉડવું હોય તે રાહ જુવે કે ક્યારે પાંજરું ખુલે ને ઉડી જાઉં. પણ આ મારા ભગવાન મહાવીરના શ્રાવકે રૂપી પોપટને આ સંસારના પિંજરમાંથી ઉડવાનું મન નથી થતુ. યાદ રાખજો કે જેટલે આ સંસારને મોહ વધારશે તેટલું બંધન મજબૂત બનશે. ચતુર્ગતિના ફેરા વધશે માટે સમજીને મોહ ઉતારે.
જમાલિકુમારને આ સંસારના દરેક સાધન બંધન જેવા લાગ્યા છે. જન્મ-જરાને મરણને ભય લાગે છે. માતાને કહે છે. તે માતા ! મને સંસારમાં જન્મ-મરણનો ભય લાગે છે. આવા દુઃખ વેઠીને હું ત્રાસી ગયે છું. તમને કઈ દિવસ એમ થાય છે કે હે ભગવાન! હવે મારા ફેરા જલદી કેમ ટળે? આપણું જીવન તે વાદળી જેવું છે. જેમ વાદળી આકાશમાં આવે છે ને ચાલી જાય છે તેમ પૈવન, સંપત્તિ ને ઐશ્વર્ય બધું આકાશની વાદળીની જેમ આવીને ચાલ્યું જાય છે. આપણા જીવનની વાદળી કયારે અને ક્યાં ઉતરશે તેની આપણને ખબર નથી. માટે બને તેટલા પ્રયાસે આત્માની સાધના કરે. એવું જીવન જીવો કે મૃત્યુ થાય તે પણ જગત યાદ કરે. જીવીને મરતાં સને આવડે છે પણ મરીને જીવતાં આવડે તે સાચું જીવન જીવ્યા છે. મહાવીર ભગવાનને ૨૫૦૦ વર્ષ થઈ ગયા છતાં મહાવીર નામ લેતા જેનોના દિલ હરખાઈ જાય છે. કૃષ્ણનું નામ લેતા ભારતભરમાં વસતા દરેક વૈષ્ણવોને આનંદ થાય છે. યુગ વિત્યા પણ મહાન પુરૂષને કઈ ભૂલ્યા નથી તમારી ત્રણ પેઢીના દાદાનું નામ ભૂલાઈ જશે પણ ભગવાનનું નામ ભૂલાતું નથી. આનું કારણ શું? એ મહાન પુરૂષ એવું જીવન જીવી ગયા - જમાલિકુમાર એની માની માતાને કહે છે મને આ સંસારમાં જન્મ મરણને ભય લાગે છેત્રાસી ગયો છું. માટે હે માતા! હું ભગવાન પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. આ સાંભળીને માતાના હાજા ગગડી ગયા હવે માતાની શું સ્થિતિ થશે શું બોલશે તેના ભાવ અવસરે.
ચરિત્ર પુત્રને પિતા પ્રત્યે દ્રોહ પિતાના મનમાં પુત્રને રાજા બનાવવાની હોંશ છે એટલે રાજા કહે છે. પ્રધાન હું તે દીક્ષા લેવાનો છું. તે તમે આનંદકુમારને બોલાવી લાવે. હું તેને રાજ્ય વિશેની અગત્યની સૂચનાઓ આપી દઉં બોલાવા મેક પણ કુમાર આવ્યું નહિ. આનંદ અગ્નિશમો જીવ છે. પૂર્વના વૈરના કારણે બાળપણથી પિતાનો દ્રહી છે. તેણે સિંહરાજાના અભિપ્રાયને જ નહીં પણ મનમાં જુદું વિચાર્યું. અહો! રાજા મને ગાદી આપવા માંગતા નથી પણ ગાદી આપવાના બહાના તળે કાવત્રુ રચ્યું છે અને મને મારી નાંખવા માંગે છે. તેથી તેણે દુર્મતિ રાજાને સાગરિત બનાવ્યો ને નવી રમત રમવા લાગે. દુર્મતિ રાજાને કહે છે મારા પિતા સિંહરાજાની બુદ્ધિ બગડી છે. અત્યાર