________________
શારદા સરિતા
૩૧૧ સુધી રાજ્ય આપ્યું નહિ. હવે રાજ્ય આપવા ઉઠયા છે. કેને ખબર શું કરશે? કદાચ મારે રાજ્યાભિષેક કરવાની વાત સાચી હોય. પણ જે મને રાજ્ય આપી દે તે માટે એનું આપેલું રાજ્ય નથી જોઈતું. હું કંઈ કાયર નથી કે એનું આપેલું રાજ્ય લઉં. હું તો મારા બાહુબળથી રાજ્ય લઈશ. ખરેખર પ્રશંસનીય તે એ કહેવાય કે હું એને મારીને બળાત્કારે રાજ્ય લઉં. મિથ્યા દુરાગ્રહથી અને પોતાનું ચિત્ત દુષ્ટ બનવાથી આનંદકુમારને પિતા સારૂં કરે તે પણ એને ખરાબ લાગે છે પણ રાજાનું દિલ તો એટલું પવિત્ર છે કે પુત્રના દુષ્ટ આચરણની ગંધ પણ એને આવતી નથી.
“સિંહરાજા આનંદના મહેલે આવ્યા
મહારાજાએ આનંદને બોલાવવા માણસોને મોકલ્યા પણ તે ન આવે પણ રાજા તે ખૂબ સજન અને ઉદાર છે. એટલે કુમારના મનમાં સહેજ પણ દુઃખ ન થાય એટલા માટે રાજ્યાભિષેક નકકી કરવા અને એને બધી સમજુતી આપવા કુમારના મહેલે આવ્યા. રાજાના મનમાં એવી કલ્પના નથી કે આ કુમારે મને મારી નાંખવાનું કાવત્રુ રચ્યું છે. એ તો સાથે એક પહેરેગીરને લઈને કુમારના મહેલે આવ્યા. આ જોઈ આનંદકુમારે વિચાર્યું કે મારો બાપ મને મારી નાંખવા આવે છે, તો હું તેને મરાવી નાંખું. આના જેવો અવસર ફરી નહીં મળે. * બંધુઓ ! કુમારનું નામ આનંદ છે પણ કામ તે કર્મ બાંધવાના છે. નામની કંઈ વિશેષતા નથી. નામ તે શાન્તિલાલ અને શાન્તાબહેન હેય પણ જીવનમાં શાંતિને છોટે ય ન હોય. નામ હીરાલાલ, પન્નાલાલ ને માણેકચંદ હોય પણ પાસે હીરા માણેક કે પન્ના ન હોય. નામ ગુણવંતલાલ હેય પણ જીવન અવગુણથી ભરેલું હોય. અહીં પણ કુમારનું નામ આનંદ હતું પણ અંતર તો કષાયથી ભરેલું હતું. રાજા માને છે કે પુત્ર મારે છે. મારું કહ્યું માનશે એવો એને વિશ્વાસ છે. પણ જ્ઞાની કહે છે કે જ્યાં તને વિશ્વાસ છે ત્યાં દેખે આવે એનું નામ સંસારની અસારતા. ગમે તેવા સરસ પકવાનના થાળ ભરેલા પડ્યા હોય પણ કઈ કહે કે એમાં સહેજ ઝેર પડયું છે, તે એ થાળ નકામો ને? તેમ આ રંગ-રાગ અને વિષયસુખેથી ભરેલો સંસાર તમને વહાલો લાગે છે પણ તે અસાર છે. સંસારનું એક પણ તત્ત્વ એવું નથી કે જે જીવને ઉન્નત બનાવે. એ તો તમે જ્યાં વિશ્વાસ કર્યો ત્યાં ધખો અપાવે. આનંદકુમારનો જન્મ થતા વેંત માતાએ તરછોડી મૂક્યું હતું, પણ રાજાએ પ્રેમથી ઉછે. સર્પને દૂધ પાવામાં આવે પણ અંતે તો એ ઝેર રૂપે પરિણમે છે. તેમ આનંદકુમાર પિતાનો ઉપકાર માનવાને બદલે એનો બદલે ષથી વાળવા તૈયાર થયા. પિતાને આવતે જોઈ તલવાર કાઢીને સજજ થયે અને સાથે પેલા દુર્મતિ રાજાને સહાયક તરીકે ઉભે રાખે.