________________
૩૦૪
શારદા સરિતા છે ભાન અને બેભાન બનીને ભૂલ થાય છે, અમૃત મૂકીને ઝેર પીવાને તું જાય છે ભવરણ મહીં ભટકતે તું એક પ્રવાસી, મૃગજળ પીવાને જાય ને રહી જાય છે પ્યાસી તરસ ન છીપી (૨) એને પસ્તાવો થાય છે (૨) છે ભાન ને બેભાન
- જ્યાં સુધી અજ્ઞાન દશા હતી ત્યાં સુધી ઝેરને અમૃત માન્યું, કથીરને કંચન માન્યું. હવે જમાલિકુમાર વિચારે છે કે સંસાર કથીર જેવો છે અને સંયમ કંચન જે છે. સંયમના સુખે અમૃત જેવા છે ને સંસારના સુખ હલાહલ વિષ જેવા છે. જ્યાં સુધી તે આત્માને ઝવેરી બન્યું ન હતું ત્યાં સુધી કાંકરાને કેહીનુર માની લીધું. પણ આત્મભાન થતાં જમાલિ સાચો ઝવેરી બને છે. તેથી સંસારના સુખે ઝેર જેવા લાગે છે, પણ અજ્ઞાનને વશ થયેલા જીવોને આ સંસારના સુખો અમૃત જેવા મીઠા લાગે છે. એકેક જીવની દશા કેવી છે? જેમ માણસને ઝેરી નાગ કરડો હોય અને ઝેર ચડી ગયું તો તેને લીંબડો પણ મીઠા લાગે છે. તેમ સંસારમાં એકેક જીવને મેહરૂપી સર્પનું ઝેર એવું ચઢી ગયું છે કે સંસારના સુખ કડવા લીંબડાથી પણ ભયંકર કડવા હોવા છતાં મીડા લાગે છે. દુઃખમાં સુખની કલ્પના કરી એ સુખ મેળવવા માટે દયા કરે છે. જ્યારે જ્ઞાની પુરૂષ એને ત્યાગીને ચાલ્યા ગયા. મહાવીર સમૃદ્ધ રાજકુમાર હતા છતાં શું કર્યું?
છેડી તાતનું ઘર છેડી રાજવૈભવ, વીર વનમાં વસે છે...વીર | એક કપડે ફરે વીર જંગલમાં, નહિ સાથ મળે કેઈ સંગાતમાં, ખાડા ટેકરા કાંટા ને સાપ મળે એર કેઈ નહીં (૨) છેડી તાતનું
સંપૂર્ણ સુખની જોગવાઈ હતી છતાં એમને લાગ્યું કે રાગની આગ છે. મારે એમાં હેમાઈ જવું નથી. એકાંત આત્મિક સુખ ત્યાગમાં છે એમ સમજી એકલા નીકળી ગયા. જંગલમાં વિચરે છે ત્યાં વાઘ-વરૂ ને સિંહ મળે પણ સહાયની ઈચ્છા ન કરી એવા એ વીર પ્રભુ હતા અને તમારે કોઈને પિષધ કરવું હોય તે કંપની જોઈએ. પ્રભુએ એકલા સંયમ લઈને કેવી ઉગ્ર સાધના કરી કર્મોના ભૂકકા કરી નાંખ્યા.
જમાલિકુમારનું હૃદય કાળી માટી જેવું હતું. કાળી માટીમાં પાણી પડે તે ધરતીના પેટાળ સુધી પહોંચી જાય અને પથ્થર પર પડે તો પથ્થર બહુ ના ભી જાય. ભગવાનની વાણી હજાર નગરજનેએ સાંભળી, પણ ખરેખર તે જમાલિકુમારે સાંભળી. એના અંતરમાં વૈરાગ્યના અંકુર ફૂટયા. મુંબઈમાં વરસાદ તે ઘણે પડે છે. પણ વરસાદ બંધ થઈ ગયા પછી અર્ધા કલાકે જુએ તે રસ્તા કેરા થઈ જાય છે જાણે વરસાદ પડે નથી એમ લાગે. તેમ આ શ્રાવક ઉપાશ્રયમાં બેઠા હોય, વીતરાગ વાણી સાંભળતા હોય ત્યાં સુધી ભીંજાયેલા દેખાય. જ્યાં ઉપાશ્રયના કમ્પાઉન્ડની બહાર જાય એટલે પેલા રેડ જેવા કેરા થઈ જાય. ગમે તેમ તેય તમે શાહુકાર કહેવાઓને? એટલે સાથે કંઈ ન લઈ જાવ બધું ખંખેરીને જાવ છો બાબરને? (હસાહસ). ભગવાનની વાણીનું એક વચન