________________
૩૦૨
કિરદા સરિતા
| દુર્મતિ રાજાનું જોર - એક વખત એવું બન્યું કે સિંહરાજાને સામત દુર્મતિ નામને રાજા રાજ્ય કરે છે તેની પાસે કિલ્લાનું બળ છે એટલે ગર્વિષ્ટ બની સિંહરાજાની સામે લડાઈ લઈને આવવાની તૈયારીમાં છે. આવા સમાચાર મળ્યા એટલે સિંહરાજાએ પિતાનું સૈન્ય તેને ત્યાં લડાઈ કરવા કહ્યું. દુર્મતિ રાજા પોતાની હદમાં રહીને લડે છે એટલે સિંહરાજાનું સૈન્ય હારી ગયું. સિંહરાજાને ખબર પડી કે મારું સૈન્ય હારી ગયું તેથી સિંહરાજાને થયું કે હું કે છું! મારૂં સૈન્ય ખૂટી ગયું છે છતાં અહીં બેસી રહ્યો છું. સ્વયં તેની સામે લડવા ઉપડયા. ત્રણ દિવસ સતત પ્રયાણ કરી યુદ્ધભૂમિમાં લડાઈ કરવા જાય છે. વચમાં સિંધુ નદીની રેતીમાં સ્વારી જઈ રહી છે. પિતે મોટા હાથીના હોદ્દે બેઠેલા હતાં ત્યાંથી તે સમયે એક માણસ “અહેકષ્ટ, અહોકષ્ટ બોલી રહ્યા હતા. આ અવાજ રાજાએ સાંભળે. અને આતુરતાથી પિતાના ઘેડાને તે તરફ લીધે. ત્યાં તેમણે એક વિચિત્ર ઘટના જોઈ.
“રાજાને મત્સ્ય ગલાગલ ન્યાયનું દર્શન કાળે અને માટી કાયાવાળે અને જેની આંખમાંથી વિષની જવાળાઓ ફેકાઈ રહી છે એવા ભયંકર સર્ષે મોઢામાં એક દેડકાને પકડ છે. દેડકે ચીસો પાડે છે પણ સાપ તેને છોડતું નથી અને પોતે પાછો એક મોટા ટીંટોડાથી ગળાઈ રહ્યો છે. એની પાછળ હાથીની સૂંઢ જે જાડે અને વિશાળ કાયવાળો અજગર આ ટીંટોડાને ગળી રહ્યો છે. જેમ જેમ અજગર પેલાને ગળતે જાય છે તેમ તેમ એ પ્રાણી વળી સર્પને ગળ જાય છે. પ્રાણ કંઠે આવવા છતાં એ ત્રણેય પોતપોતાના શિકારને છોડતા નથી. એક બીજા પર આક્રમણ કરી રહ્યા છે. આ જોઈ રાજાને ખૂબ ખેદ થયે. અહ! આ સંસારમાં કેવું ચાલી રહ્યું છે? આમાં કેને છોડાવવા જઈએ? જેને છોડાવવા જઈએ તેના ઉપરના પ્રાણીને નાશ કરવો પડે છે, છતાંય છોડાયેલા જીવને બચાવ થે મુશ્કેલ છે. માટે પ્રતિકાર વગરને આ પ્રયત્ન શા માટે કરવો જોઈએ? આવું દશ્ય જોતાં રાજા ત્યાંથી રવાના થઈને છાવણીમાં આવ્યા. રાત્રીમાં પણ રાજાને તેજ વિચાર આવતાં વિરાગ્યભાવ ઉત્પન્ન થયે.
હવે રાજાને જોઈને સૈનિકે સામા આવીને સમાચાર આપે છે કે મહારાજા! આપને દુશ્મન દુર્મતિ આપના આવવાના સમાચાર જાણી ગળા ઉપર કુહાડે રાખી માફી માંગવા આવે છે. હવે આપને લડાઈ નહિ કરવી પડે. રાજા ખુશ થયા. પેલો સામંત રાજા આવીને પગમાં પડ્યો અને પિતે લડાઈ કરવા બદલ માફી માંગી પગમાં પડે. રાજાએ પણ તેને ભાઈ ગણી રાજ્ય પાછું આપી દીધું ને પોતે પાછા ફર્યા પણ પિલું દશ્ય મગજમાંથી જતું નથી. બસ આ જગતમાં છે જેનું ભક્ષણ કરે છે, એક બીજાને પકડે છે, આવા સંસારમાં શું આનંદ!