________________
શારદા સરિતા
૨૯૭
બેટી મહેનત કરે છે. દહીં વલોવે તે માખણ મળશે પણ પાણી વલે શું વળે? ત્યારે કહે છે ભાઈ. અમને તું આટલી શિખામણ આપે છે તે તું કેમ નથી સમજાતે? તારે ભાઈ છ છ મહિનાથી મૃત્યુ પામ્યો છે અને તું હજુ લઈને ફરે છે. કેવી મૂર્ખતા છે. આવા ઘણાં દશ્યો દેએ રામની સામે રજુ કર્યા. છેવટે રામચંદ્રજીએ લક્ષ્મણના શરીરની અંતિમ ક્રિયા કરી અને પિતે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. નાના ભાઈને આઘાત રામચંદ્રજી માટે વિરાગ્યનું કારણ બની ગયું. તમારામાંથી કંઇકના યુવાન દીકરા ચાલ્યા ગયા હશે ને ભયંકર આઘાત લાગ્યું હશે પણ કોઈને વિરાગ્ય આવ્યે? થોડા દિવસ પૂરતો વૈરાગ્ય આવી જાય પણ ઘા રૂઝાય એટલે બધું ભૂલી જવાય છે..
આવા મહાન પુરૂષના દષ્ટાંત ઉપરથી આપણે એ બેધ લેવાને છે કે રાગદશા કેટલી ભયંકર છે? આવા મહાન પુરૂને રાગે કેટલા હેરાન કર્યા? લક્ષ્મણજી વાસુદેવ હતા અને રામચંદ્રજી બળદેવ હતા. વાસુદેવ અને બળદેવને આવો સંબંધ હોય છે. વાસુદેવના મૃત્યુના નિમિ-તે બળદેવ વિરાગ્ય પામે છે. કૃષ્ણવાસુદેવ અને બલભદ્રના જીવનમાં પણ આમ બન્યું છે. રામચંદ્રજી વૈરાગ્ય પામી સંયમ લઈને કેવળજ્ઞાન પામી ગયા ને મેક્ષમાં ગયા. આટલા માટે જ્ઞાની કહે છે આ અંતરંગ શત્રુઓથી ક્ષણે ક્ષણે સાવધ રહો. એ શત્રુઓ આપણું ઉપર સ્વાર થવા માટે તાકીને બેઠા હોય છે. એને સહેજ મોકે મળે એટલે સ્વાર થઈ જાય છે. રાગ છતાય એટલે ષ આપમેળે જીતાઈ જાય છે. રાગ દ્વેષની જડ છે. કામના રાગમાંથી કેધ ઉત્પન્ન થાય છે. કેપ અને માન એ શ્રેષના સાથીદારો છે. જ્યારે માયા અને લોભ એ બંને રાગના સાથીદારે છે.
રાગી હમેંશા આકુળ-વ્યાકુળ રહે છે જ્યારે વીતરાગી નિરાકુળ રહે છે. જ્યાં સુધી રાગ નહિ છૂટે ત્યાં સુધી ચિતને સમાધિ અને શાંતિ નહિ મળે. વિરકત આત્માઓને આત્માના અનંત સુખને અનુભવ થાય છે જ્યારે રાગીને તો સ્વપ્નામાં પણ તે સુખનો અનુભવ થતો નથી. જેટલા અંશે બાહ્ય પદાર્થો પ્રત્યેનો રાગ ઘટતો જાય તેટલે અંશે અંતરને આનંદ, ચિતની સમાધિ ને શાંતિ વધતી જાય. રાગ એ તે આગ છે. એ રાગની આગ વૈરાગ્યના શીતળ જળથી ઠારી શકાય છે.
જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી વૈરાગ્ય પામ્યા અને રાગની આગ ઠારી નાંખી. સંયમની આજ્ઞા લેવા માટે માતા પાસે આવ્યા. માતા-પિતાને કહ્યું હું પ્રભુના દર્શને ગયે હતે. પ્રભુની વાણુ ગમી. ખૂબ રૂચી ને મેં અંતરમાં ઉતારી. આ સાંભળી માતા-પિતાને ખૂબ હર્ષ થયે એટલે જમાલિકુમાર પિતાની અંતરંગ ઈચ્છા દર્શાવતા કહે છેઃ
"तएणं अहं अम्मताओ । संसार भउविग्गे भीते जरामरणेणं तं इच्छामिणं अम्मताओ तुन्भेहिं अब्भणुन्नाए समाणे समणस्स भगवओ महावीरस्स अंतियं मुंडे મવિત્તા સારસોમનારાં પશ્વત્તા