________________
૨૯૪
શારદા સરિતા
તેથી હું માતા-પિતા! મેં ભગવાન મહાવીર પાસે ધમ સાંભળ્યેા છે, મને રૂમ્યા છે, મારા અંતરમાં ઉતર્યાં છે તેથી હવે મને સંસારના ભય લાગ્યા છે. સંસારના ત્રાસથી હુ વિગ્ન અની ગયા છું. સંસારના જન્મ-જરા મરણની વિટંબણાથી ત્રાસી ગયા ... કે રખે મારે નવા જન્મ-મરણના ફેરા કરવા પડે. હું એનાથી અકળાઇ ગયા છું. તેથી આપની આજ્ઞા લઈને શ્રમણ ભગવાન મહાવીર પાસે આ ગૃહવાસમાંથી અણુગારપણામાં જવા ઇચ્છું છું. આ રીતે જમાલિકુમારે પેાતાની અંતરંગ ઇચ્છા પ્રર્શિત કરી. એમાં એને મુખ્ય ધ્યેય શું છે? આત્મા તેા સનાતન–શાશ્વત અને અનંત જ્ઞાનદર્શન –ચારિત્રના સ્વરૂપવાળા છે, તે એને વારંવાર જન્મ શા માટે ધારણ કરવા પડે? આ પાંચ ઇન્દ્રિઓના વિષયમાં મનની દોડધામ શા માટે થવા દેવી? હવે એમાંથી મુક્ત અની શુદ્ધ જ્ઞાન–દન ચારિત્રના અભ્યાસમાં તલ્લીન બની જાઉં, જેથી જ્ઞાનદર્શન અને ચારિત્રમાં રમણતા થાય અને આ કાયાના સબધ છૂટી જાય. કાયાના સબ ંધ છૂટે એટલે જન્મ-મરણની આપઢામાંથી હંમેશને માટે છૂટકારા થાય. વીર પ્રભુની વાણીએ એનામાં આ પવિત્ર ભાવ જગાડયા હતા.
પ્રભુની વાણીમાં તે જાદુ ભરેલું છે. આ તા જમાલિકુમાર હતા પણ ભલભલા પાપીઓને પણ પીગળાવી નાંખ્યા છે. પ્રભુ તે સજ્ઞ હતા પણ જેની પાસે દેશનાની લબ્ધિ હતી તેઓએ પણ કેટલા જીવાને પ્રતિષેધ પમાડયા છે. નદીષેણ મુનિ પાસે દેશનાની લબ્ધિ હતી. મરચી પાસે પણ દેશનાની લબ્ધિ હતી. તેઓ કંઇક માણસાને પ્રતિખેાધ પમાડી પ્રભુ પાસે મે!કલતા હતાં. આ મતે જીવા કઇ દશામાં હતા ! મરિચીકુમાર ચારિત્ર છોડી ત્રિડી અન્યા હતા અને નદીષેણ મુનિવેશ ઉતારી વેશ્યાને ઘેર રહેતા હતા. વેશ્યાના ઘરમાં રહી રાજ દશ દશ જીવાને ઉપદેશ આપી ખૂઝવીને પછી જમતા હતા. વેશ્યાના ઘરમાં કાણુ આવે? વિષયભેગમાં આસકત એવા દુરાચારી જ આવે ને? એવા માણુસાને ઘડીભરમાં ખૂઝવી નાંખતા એ કેવી દેશનાની લબ્ધિ હશે! તમે આટલા સંસ્કારી છે, સમજદાર છે. અમે રાજ આપ આપીએ તે પણ એકેય શ્રાવક મૂત્રતા નથી ત્યારે એમની વાણી કેવી હશે?
હું ભવ્ય જીવા! જ્યારથી જન્મ પામ્યા ત્યારથી મૃત્યુની ફાંસી તૈયાર છે. દેવાના સ્વામી ઇન્દ્ર હાય કે રસ્તામાં રખડતા ભિખારી ડાય. મૃત્યુની ફ્રાંસી તેા બંનેને માટે તૈયાર છે. સરકાર ફ્રાંસીની સજા કરે છે તેમ મૃત્યુ એ ફાંસીની સજા છે. પણ બંનેમાં ફેર એટલા છે કે સરકાર ફાંસીની જાહેરાત કરે છે કે આ માણસને અમુક દિવસે ફાંસીની સા કરવામાં આવશે અને આ મૃત્યુરૂપી ફાંસીની આપણને ખબર નથી કે કયારે મારું માત આવશે? પણ એટલી ખબર છે કે એક દિવસ મારું મૃત્યુ છે છતાં માહમાં લુબ્ધ બનીને માની લીધું છે કે હજુ આપણે મરવાની ઘણીવાર છે. માટે મેાજમઝા કરી લેા.