________________
શારદા સરિતા
૨૪૭
માટે તુ અપનાવી લે. પણ ભાઇ માન્યા નહિ. બંધુએ ! વિચાર કરે. કેવા આ સંસ્કારો છે! પાતપેાતાના વિચારમાં કેટલા દૃઢ છે.
મેાટા ભાઈએ ઘણું કહ્યું છતાં ખીજા ન ંબરનેા ભાઈ ન માન્યા ત્યારે કહે છે તે હવે આપણે ત્રીજા નંબરને ભાઈ સમણુની ભાવનાવાળા છે તેની પાસે જઇએ. એટલે મને ભેગા થઈ ત્રીજા ભાઇનીપાસે આવ્યા. અને ભાઇની વાત સાંભળીને કહે છે તમે અને મારા મેાટા ભાઈ તમારા આદર્શમાં મક્કમ રહેવા માંગે છે અને મને એનુ સમર્પણુ કરવા કહેા છે, તેા વડીલ બંધુએ! તમે આ ચેાગ્ય કરતા નથી. ત્રીજો ભાઈ ન માન્યા ત્યારે તેએ ત્રણે ભેગા થઇને સૌથી નાના ભાઇ પાસે આવ્યા.
દેવાનુપ્રિયે ! આજના ભૌતિક સુખાની પાછળ સંસારમાં માનવ ઘેલા ખનેલે છે. અહી' અપ્સરા જેવી કન્યા સામે આવી છે છતાં તેને ગ્રહણ કરવા ભાઇએ એકખીજાને વિનવે છે છતાં કાઈ હા પાડતું નથી. કેવા સુંદર ને ઉત્તમ વિચારે અને ભાવના છે ! એકએકથી બધા ચઢીયાતા છે. ત્રણ વડીલ ભાઈઓને મધરાત્રે પેાતાના રૂમમાં આવતા જોઇ આશ્ચર્ય પામી ઉભેા થયેા ને કહ્યું વડીલ બંધુએ ! અત્યારે નાના ભાઇનું શું કામ પડયું ત્યારે તેને બધી વિગતવાર વાત કહે છે અને કહ્યું ભાઈ ! તુ નીતિપારાયણ છે. તારામાં અધા સદ્ગુણા છે, વળી તું અમને ખૂબ વહાલા છે તે આવી પવિત્ર પત્નીને તું ગ્રહણ કર. તને અમારા આશીર્વાદ છે. ત્યારે નાના ભાઇ કહે છે તમે ત્રણેય મારા પિતા સમાન છે. તમારે તે મારી ભૂલ થતી હોય તે સુધારવાની હાય, મને ઠપકા આપવાના હાય, છતાં તમે આવી વાત કરેા છે તે હું કહું છું કે તમે ત્રણે તાતાના સદ્ગુણમાં અડગ રહ્યા છે. વળી આપ ત્રણે મધુએ યુવાનીના પગથારે પહેાંચી ગયા છે છતાં આટલા પવિત્ર વિચાર કરે છે તે આપણા કુટુંબની કીર્તિ-ધનદોલત અને ખાનદાની છે. માતાની કુખતે ઉજ્જવળ કરવાને આ સેાનેરી સમય છે. હું તે આપનાથી નાના છું એટલે આપને શિખામણ આપવાની ચગ્યતા મારામાં નથી અને મર્યાદાના ભંગ કરી તમારા ત્રણેયથી પહેલાં 'પરણું તે કેવે લાગું? માટા ભાઇ કુંવારા રહે અને નાના ભાઇ પરણે એ પ્રમાણિકતા ન કહેવાય. માટે હવે સવાર પડવાને મહુ વાર નથી. પિતાજી પાસે જઈને આપણે સમાધાન કરીશું એમ નક્કી કરી સૈા સૈાના સ્થાને પહોંચી ગયા.
સવાર પડતાં ચારેય ભાઇએ પિતાજી પાસે પહોંચી ગયા ને રાત્રે અનેલી ખીના અથથી ઈતિ સુધી કહી સંભળાવી. પેલી છેાકરીને પણ પિતા પાસે લાવ્યા. આ બધુ જોઈને પિતાજી આશ્ચર્ય પામ્યા ને હર્ષ પામી પુત્રાને કહ્યું: પુત્ર ! તમે મારી પરીક્ષામાં પસ થયા હો અને તમારી માતાએ આપેલી શિખામણ તમે ખરાખર હૃદયમાં અવધારી છે. મને ખૂબ આનંદ ને સતાષ થયા છે. આવા પુત્રને પામીને હું... ધન્ય