________________
૨૫૪
શારદા સરિતા
પહેલે પહોર પૂરો થયા પછી બીજા પહેરે તમે શું કરો છો? બોલે તે ખશ? ચા-પાણી પેટમાં પચી જાય એટલે “બીજા પહોરે માલપાણી” આજે વીરપસલીને દિવસ છે એટલે બહેને ભાઈના ઘેર જમવા માટે જશે. ઘેરઘેર માલપાણી બનશે. એ મિષ્ટાન્ન દાબી દાબીને જમશે. ભારે ખેરાક જેટલો વધુ ખવાય તેટલી ઉંઘ વધુ આવે અને ઉંધ આવે એટલે શું કરો ?
ત્રીજા પહેરે છેડતાણ ઊંઘ આવી એટલો સડતાણીને સૂઈ ગયા. પહેલાના જમાનામાં તે ખાટલે ઢાળે કે નીચે કંઈક પાથરે ત્યારે સૂઈ શકે અને આજે તો ઉંઘ આવે એટલે પલંગ બિછાવેલ તૈયાર હેય. માદળામાં ભેંસ પડે તેમ પલંગમાં લાંબા થઈને સૂઈ જાય. આમથી તેમ આળોટે, પડખા ફેરવે ને તેથી ન ગમે તે અલકમલકની વાતો કરે અને નાટક સિનેમ જોવા જાય. આ રીતે એના ત્રણ પહેર પ્રમાદમાં પસાર થઈ જાય. પછી ચોથા પહેરે શું થાય?
એનું જીવન બને ધૂળધાણું આબે દિવસભર જે સંસારની કાર્યવાહીમાં મસ્ત રહે છે, આત્મા તરફ જેનું જરા પણ લક્ષ નથી રહેતું તેનું જીવન જ્ઞાની કહે છે ધૂળધાણું બની જાય છે. આ કાયાનું પોષણ કરવાને માટે માનવી ન થાય તેટલા પાપ કરે છે અને પાપ બાંધે છે. પણ તમને ખબર છે કે આ કાયા કેવી છે? આ કાયા કરોડપતિની થનથનાટ કરતી કન્યા જેવી છે.
કઈ એક કડપતિની દીકરી સામાન્ય ઘેર પરણીને આવી. તમને થશે કે કરોડપતિની દીકરી સામાન્ય ઘેર હોય? એ તે શ્રીમંતને ઘેર હોય. વાત એમ છે કે છોકરો ખૂબ ભણેલા-ગણેલે ને હોંશિયાર છે. એ પરણીને ઘરમાં આવી ને બધા ઘરનાને દબાવે કે મારે તે આવે બાથરૂમ જોઇશે, મારે રહેવા મેટો બંગલો જોઈશે, અને ઘરમાં કોઈ એને સહેજ કંઈક કહે તે કહેશે કે મને કંઈ કહેશે તો હું મારા પિયર ચાલી જઈશ. મારાથી આ સહન નહિ થાય. આમ થનથનાટ કર્યા કરે. પણ એને પણ ખૂબ હોંશિયાર એટલે ઘરનાને કહી દીધુ કે તમારે એને સમજાવીને રાખવી. કંઈ કહેવું નહિ. સમજાવી સમજાવીને એના પતિએ એની પાસેથી બધા કરિયાવાર લાવી હતી તે લઈ લીધે. પછી એક દિવસ ઘરમાં કેઈએ સહેજ કંઈ કહ્યું એટલે કહે હું મારા પિયર ચાલી જઈશ. ત્યારે એને પતિ કહે કે ભલે કાલે જતી હોય તે અત્યારે ચાલી જા. મારે તારી જરૂર નથી. તેમ ચતુર એ ચેતન આ કાયાને ધણી છે. કાયા કહે મારે આ જોઈએ. ને તે જોઈએ. મારે આના વિના નહિ ચાલે. એમ દબાવે ત્યારે ઉચ્ચ કેટિને આત્મા શું વિચાર કરે કે મારે આની સાથે કામ લેવું છે. એ સાધન દ્વારા મેક્ષમાં જવું છે ત્યાં સુધી એને સાચવવી છે. એને સાચવી સાચવીને તપ-જ્ઞાન-ધ્યાન- ત્યાગ આદિ અનુષ્ઠાન કરીને