________________
શારદા સરિતા
૨૬૩
પ્રમાદને ત્યાગ આમ ત્રિવેણી સંગમ થતાં આત્માના અસના અંધારા ઉલેચાઈ જાય છે અને આત્મદિવ્યતાથી જીવન ધન્ય બની જાય છે. માનવ કઠોર કે દઢ હોય છતાં આત્માનું એકાદ તેજકિરણ મળી જાય તે પાપને સાફ કરી નાંખે અને ભવભવને થાક ઉતારી નાંખે. ફકત સતત જાગૃતિ જોઈએ. સતત જાગૃતિ માનવને ધન્ય બનાવે છે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૫ શ્રાવણ સુદ ૧૫ ને સેમવાર
તા. ૧૩-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
શાસનપતિ ભગવંતે જગતના જીવોના જન્મ-મરણના ફેરા મટાડવા માટે ઉઘેષણ કરી કે હે ભવ્ય છે ! જાગો. અનાદિકાળથી જીવાત્મા મેહનિદ્રામાં સૂતેલ છે. એ મહિના કારણે જીવ શું બોલે છે – “રૂપં મે 0િ ફુગં નથિ રૂમં ૨ મે વિ મિ નં” આ મારું છે ને આ મારું નથી. આ મેં કર્યું ને આ મેં નથી કર્યું, ને આ હવે કરવાનું છે. એનું રાતદિવસ જીવે રટણ કર્યું છે. જે પિતાનું નથી પરાયું છે તેને પિતાનું માન્યું છે. ભગવાન તે કહે છે કે આ શરીર પણ તારું નથી. તારાથી પર છે. હા, ભવસાગર તરવા માટેનું અમૂલ્ય સાધન છે. જે માનવ સમજે તે આ માનવજન્મ એટલે ભવસમુદ્ર કિનારે છે. ચોરાશી લાખ જીવાયનીની અપેક્ષાએ માનવજન્મ કિનારા સમાન છે. જે સમજે તે સૈકા કિનારે આવીને ઉભી છે.
જાગે જાગે રે એ માનવી ભૈયા, કિનારે આવી છે માનવદેહની નૈયા ઘેર દુકાને સહી સહીને જીદગી વીતી, જીવન સુધારવાને આચરો નીતિ, ભવની પરંપરા કાપજે ભૈયા કિનારે આવી છે માનવદેહની નૈયા.
' આ માનવભવનું સ્ટેજ ઘણું ઉંચું છે. ચોરાશી લાખ જવાનીમાં ઉંચામાં ઉંચું સ્થાન મનુષ્યનું છે. યાદ રાખે-જેમ કઈ માણસ સાઈકલ ઉપરથી પડી જશે તો બહુ તે ફેકચર થશે ને પાટે બંધાવતાં મટી જશે પણ જે પ્લેનને અકસ્માત થાય તે બચવાની આશા નથી, હાડકા ચકચૂર થઈ જશે. તેમ ભગવાન કહે છે મોક્ષની ટિકિટ મેળવવાનું સ્ટેશન માનવભવ છે. અહીં આવીને જે તું વિષયભોગમાં, રાગ-દ્વેષમાં તથા કેધાદિકષાયમાં પડી જઈશ તે પરભવમાં તારું શું થશે? આત્મા સમજણુરૂપ સ્વઘરમાં આવે તે મોક્ષની ટિકિટ ખરીદી શકે છે અને અજ્ઞાનમાં રહીને પાપાચારમાં