________________
૨૭૧
શારદા સરિતા આટલો વિશ્વાસ છે? દેવાયત વિચાર કરતું હતું ત્યાં સમાચાર મળ્યા કે નવઘણને લઈને સૂબાના માણસો આવી ગયા છે. દેવાયતને રાજસભામાં બોલાવવામાં આવ્યું. એણે નવઘણના વેશમાં ઉગાને જે. પિતા-પુત્રની આંખે આંખ મળી. પુત્રને આવેલ જોઈને આનંદ થયો. એને મારવા લાવ્યા છે. આટલેથી ન પત્યું એટલે દેવાયતના ભાઈએ સૂબાને ખાનગીમાં બોલાવીને કહ્યું કે જે જેહ ભરમાતા નહિ. કદાચ દેવાયતનો પુત્ર પણ હોય. જે બરાબર પારખું કરવું હોય તે તલવાર દેવાયતના હાથમાં આપ ને કહો કે એક ઝાટકે એના બે ટુકડા એના હાથે કરે અને પછી એની જાતે એના ઓળા કઢાવીને દેવાયતની સ્ત્રી આવીને નવઘણનાં નેત્રો પગ નીચે કચરી નાંખે તે માનજે કે આ નવઘણ છે અને જો એમ ન કરે તે સમજી લેજો કે આ દેવાયતને પુત્ર છે અને નવઘણ જીવતો છે. તરત સૂબાએ માણસોને મોકલીને દેવાયતની સ્ત્રીને ત્યાં બોલાવી લીધી. પછી દેવાયતના હાથમાં ખડગ આપીને કહ્યું એક ઝાટકે આના બે ટુકડા કરી નાંખે. ને તમારી જાતે એની આંખના કેળા બહાર કાઢે. તરત દેવાયતે તલવારના એક ઝાટકે ઉગાના બે ટુકડા કરી નાખ્યા અને છરે લઈને ડોળા કાઢી આપ્યા. છતાં સહેજ પણ આંચકે ન લાગે. પછી એની પત્નીને કહે છે જે આ નવઘણ જ હોય તે પગમાં જેડા પહેરી તારા પગ નીચે આ નેત્ર ચગદી નાખ. તે હું માનું કે આ નવઘણ છે, નહિતર તારે પુત્ર છે એમ માનીશું. હૈયામાં હામ રાખી એણે એ ડોળા કચરી નાંખ્યા. પણ આંખમાં આંસુનું ટીપુ ન આવવા દીધું. એટલે સૂબાને ખાત્રી થઈ કે આ નવઘણ જ છે. જે તેનો પુત્ર હોય તે એની આંખમાં આંસુ આવ્યા વિના ન રહે. હવે દુશ્મનને કટ દૂર થશે એટલે સૂબાને શાંતિ થઈ અને દેવાયતને કેદમાંથી મુકત કર્યો.
બંધુઓ! એક રાજકુમારને બચાવવા માતા પિતાએ પિતાના પુત્રનું બલીદાન આપ્યું. છતાં વધુ દુઃખની વાત એ છે કે તેના હાથે તેનું માથું કપાવ્યું ને ડોળા કઢાવ્યા. કેટલું વિષમ કામ શરણે આવેલાનું રક્ષણ કરવા કહ્યું.
અહીં નવઘણ અને જાહલ બંને સગા ભાઈબહેનની જેમ રહે છે. નવઘણને ખબર નથી કે એના પાલક માતા પિતા છે. આવા માતાપિતા દુનિયામાં વિરલ હશે કે પિતાના એકના એક દીકરાને સમય આવ્યે ભોગ આપી દે. માતાને ખોળો ખૂંદતા રમતા ને ખેલતા નવઘણ અને જાહલ બંને મોટા થયા. જ્યારે રક્ષાબંધનને દિવસ આવતો ત્યારે જાહલ નવઘણને રાખડી બાંધતી. નવઘણ એને કંઈક આપવાની ઈચ્છા કરતો પણ તે સમયે એની પાસે શું હોય? ત્યારે જાહલ કહેતી કે વીરા! મારે અત્યારે તારી પાસેથી વીરપસલી નથી જોઈતી પણ તું જ્યારે જુનાગઢને મહારાજા બનીશ તે વખતે જરૂર પડશે ત્યારે હું તારી પાસેથી પસલી માંગી લઈશ. આમ કહેતી ત્યારે નવઘણને ખબર પડી કે હું જુનાગઢને રાજકુમાર છું.