________________
૨૮૮
શારદા સરિતા સંસ્કાર પડ્યા અને ખૂબ હોંશિયાર થયે. એનું લલાટ ખૂબ તેજસ્વી હતું. સંત શ્રીચરી પધાર્યા. આ છોકરે બારણુમાં ઉભે હતું તેને જોઈને સંત કહે છે આ છોકરો ખૂબ પુણ્યવાન છે. શેઠ કહે છે એ તે મારા ઘરનો નેકર છે. દુઃખીયારો હતા તેથી લાવ્યા છું ને તેને માટે કર્યો. મહારાજ કહે છે એ ગમે તે હોય પણ મટે થતાં ખૂબ પ્રતાપી થશે. તમારી સંપૂર્ણ મિલ્કતનો ધણી અને તમારો જમાઈ થશે. જૈન ધર્મનો વિજ ફરકાવશે અને અંતે સંપત્તિ છોડીને સાધુ થશે. આમ કહી મહારાજ તે ચાલ્યા ગયા. શેઠ વિચાર કરે છે અહો! મહારાજે એના વખાણ કર્યા ને આપણે તે કંઈ વખાણ ન કર્યા. એ સંસાર છોડીને સાધુ બનશે એ તે ઠીક છે પણ મારી તમામ સંપત્તિનો સ્વામી એ બનશે અને મારી દીકરીને વર આ ભિખારી બનશે? શું મારો દીકરો આ મિલ્કતને માલિક નહિ થાય ને આ ભિખારી માલિક બનશે? ગમે તેમ કરીને હવે એનું કાસળ કાઢું. સંત તે સહજ ભાવે પૂછયું એટલે બલી ગયા કે શેઠ આવા ધમષ્ઠ છે. એમને કહેવામાં શું વાંધે છે? પણ જુઓ, કે અનર્થ ઉભો થયે.
શેઠે એક માણસને હજાર રૂપિયા આપીને જંગલમાં તેને વધ કરવાનું કહ્યું ને કહ્યું કે આ વાત તારે કઈને કહેવી નહિ. પેલા માણસે કહ્યું ભલે. શેઠ મનમાં હરખાયા. બસ બસ... હવે સાધુના વચન ખોટા પડશે. હવે મારો જમાઈ કયાંથી બનશે? જીવતો રાખું તે મારી લક્ષ્મીને માલિક બને ને? નક્કી કર્યા પ્રમાણે પિતા છોકરાને કહે છે બેટા! તારે આ માણસની સાથે ગામડામાં ઉઘરાણી જવાનું છે. છોકરો કહે ભલે બાપુજી જઈશ. એમ કરીને એને મેક. બંને ગાડીમાં બેસીને જાય છે. ઘણે દર જંગલમાં ગયા પછી પેલો માણસ કહે છે ભાઈ! હવે ઉતરી જા. ત્યારે છોકરે કહે છે કેમ? આપણે તો ગામડામાં ઉઘરાણું જવાનું છે ને? ત્યારે કહે છે ભાઈ! તારી ઉઘરાણુ અહીં પતી જાય છે. તારે વધ કરી તારા ટુકડા કરી દાટીને મારે જવાનું છે. શેઠને ઓર્ડર છે. આ સાંભળી છોકરે ધ્રુજી ઉઠશે. અરેરે.... મેં બાપુજીને શું ગુન્હો કર્યું કે મને મારી નાંખવા મોકલ્યું છે. મને પાંચ વર્ષને લઈ ગયા હતા. કેટલા પ્રેમથી ઉછેર્યો ને હવે આમ કેમ કર્યું? ખબ રડવા લાગે.
ભગવાન કહે છે પ્રાણી માત્રને જીવવું ગમે છે. મરવું કોઈને ગમતું નથી.
ચંડાળના હૃદયને ૫૯ોઃ કરે છરી જેઈને થરથર ધ્રુજવા લાગે. નમ્ર બનીને કહે છે મને જીવતો જવા દે. મને ન મારશે. એની ધ્રુજારી એની આજીજી ને કાલાવાલા જઈને પેલા ચંડાળનું હૃદય પીગળી ગયું. હાથમાંથી છરી નીચે પડી ગઈ.
એક હજાર રૂપિયા માટે આવું પાપ કરવું પડે છે? મારે આ પૈસા નથી જોઈતા. આવા નિર્દોષ બાળકને મારીને કયે ભવે છૂટીશ? - ભગવાન કહે છે એના પૂર્વકર્મના ઉદયથી ચંડાળ જાતિમાં જન્મે છે પણ