________________
શારદા સરિતા
૨૯૩ થયું. હવે તને મારીશ નહિ પણ આ મારા ઘરમાં નહિ. જ્યારે સવા લાખ રૂપિયાની વીંટી લઈને આવે ત્યારે મારા ઘરમાં આવશે. છોકરી કહે છે સ્વામીનાથ ! મને સાથે લઈ જાવ. બાપ દીકરીને જવા દેતું નથી, છોકરી ખૂબ રડે છે ત્યારે કહે છે તારો બાપ અત્યારે માનવ ફીટીને દાનવ બન્યા છે. મારું કંઈ ચાલે તેમ નથી. પણ અવસર આવશે ત્યારે તને જરૂર તેડાવી લઈશ. તું શાંતિથી હમણું અહીં રહે. એમ કહી તે ચાલતો થઈ ગયે.
છોકરે મનમાં વિચારે છે હે કર્મરાજા ! તું કેટલા નાટક કરાવે છે? એ શેઠે મને ઉછેર્યો અને અઢાર વર્ષનો થયે ત્યારે વધ કરવા માટે મોકલ્યો. ત્યાંથી બચ્યું ને કુંભાર મા–બાપ મળ્યા. એને ત્યાં શેઠ આવ્યા ને મને ચિઠ્ઠી લઈને મોકલ્યો. મને કન્યા પરણાવી અને આ રીતે કાઢયે? કેવા તારા નાટક છે! આવા અપમાન થયાં તે પણ એના મનમાં કે નથી આવતે પણ સમભાવ રાખે છે. સુખમાં તે સૌને રહેતા આવડે પણ દુઃખમાં હસતા ચહેરે રહેવાય તે સમભાવ કહેવાય. છોકરો વિચારે છે મારી પાસે હતું શું ને ગયું શું? ભાવીના ભાવ. હવે કર્મનું નાટક જોયા કરવું છે. ત્યાંથી ચાલતા ચાલતે એક નદી કિનારે આવીને વિસામે ખાવા બેઠે. હાથ પગ ધોઈ પાણી પી થાક ઉતારીને નવકારમંત્રનું ધ્યાન કરવા બેઠે. અહો નાથ! તારા જેવે કયારે બનું? આ સંસારમાં કયાંય સુખ નથી. આમ ચિંતન કરતે પ્રભુમાં એકલીને બની ગયે છે. તમે પણ કોઈ વખત પ્રભુમાં આવા લીન બને છે ને? કયારે દુઃખમાં કે સુખમાં ? સુખમાં તો પ્રભુ યાદ ન આવે પણ જ્યારે પ્લેનમાં કે સ્ટીમરમાં મુસાફરી કરતા હે તે વખતે પ્લેનનો પાયલોટ કહે બધા ચેતી જજો. પ્લેન ભયમાં છે. આ પેટ્રોલની ટાંકી સળગવાની અણુ ઉપર છે. સ્ટીમરનો કેપ્ટન બૂમો પાડે કે હે મુસાફરે ! તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. દરિયે તેફાને ચઢયે છે. સ્ટીમર ડુબુડુબુ થઈ થઈ રહી છે. તે વખતે તમારું ધ્યાન કેવું હોય? તમે ને પ્રભુ જાણે એકમેક. (હસાહસ)
પેલો છોકરે પ્રભુમાં લીન બને છે. ત્યાં ઘણુ માણસોનું ટોળું આવે છે. આગળ શણગારેલી હાથણું સૂંઢમાં કળશ લઈને ચાલે છે. હાથણી ચાલતી ચાલતી ત્યાં આવી અને તેના ઉપર કળશ ઢો. લોકે મોટા અવાજે બોલ્યા. જય હો વિજય હો. ઉઠે. તમે અમારા રાજા બન્યા. એમ કહીને તેને ઉંચકી લીધે. પેલો વિચાર કરે આ બધું શું? પૂછે છે તમે મને કેમ લઈ જાવ છો? ત્યારે કહે છે અમારા ગામના જ મૃત્યુ પામ્યા છે. તેમને પુત્ર નથી એટલે નક્કી કર્યું કે જેના ઉપર હાથણી કળશ ઢળે તેને રાજા બનાવ. તમારા ઉપર કળશ છે એટલે તમે અમારા રાજા બન્યા. કહે મારી પાસે તે કંઈ જ નથી. પ્રજાજનો કહે તમે ગમે તે હો પણ તમારું લલાટ તેજ કરે છે. તમે અમારા રાજ્યને ગ્ય પુરૂષ છે એમ કહી હાથી ઉપર બેસાડી વાજતે ગાજતે એને ગામમાં લાવે છે અને તેને રાજ્યાભિષેક કરી ગાદીએ બેસાડે. એ વિચાર કરે છે આ