________________
૨૬૬
શારદા સરિતા જમાલિકુમારને સંસાર પ્રત્યેથી વૈરાગ્ય આવ્યા. પ્રભુની વાણી સાંભળી એના રોમેરોમ ખીલી ઉઠયા છે, ને એના માતાપિતાને કહે છે તે માતા! હું પ્રભુ મહાવીરના દર્શને ગયે હતો. મને પ્રભુની વાણી બહુ ગમી. તમે પણ તમારે ઘેર જઈને આવું કહેતા હશેને? અંતરમાં વીતરાગવાણ પ્રત્યે રસ હોય તે જમાલિકુમારજે ઉલ્લાસ આવે.
આજનો દિવસ પવિત્ર મનાય છે. આજનો દિવસ ત્રણ નામથી ઓળખાય છે. (૧) બળેવ (૨) નાળિયેરી પુનમ (૩) રક્ષાબંધન. આ દિવસ આપણી સંવત્સરી પહેલાં વીસ દિવસે આવે છે. જેને સંવત્સરી એ આલોચના કરી વિશુદ્ધ બનવાનું પવિત્ર પર્વ છે તેમ બ્રાહ્મણને માટે બળેવ આલોચના કરી પવિત્ર બનવાનો દિવસ છે.
બળેવ- બળેવના દિવસે બ્રાહ્મણો નદી અગર દરિયા કિનારે જઈને જોઈ બદલાવે છે. જેને પહેરવા માટે સારો અધિકારી કોણ? જોઈ પહેરી લેવાથી કાંઈ બ્રાહ્મણ બની જવાતું નથી. જે મનુષ્ય ચારિત્ર પાલન કરી શકે તેને જોઈ પહેરાવવામાં આવતી. આજે તે જોઈ પહેરાવવામાં આવે છે તે વ્યવહાર પૂરતી છે. જઈના ત્રણ તાર હોય છે તે શું સૂચવે છે? મન, વચન અને કાયારૂપી ત્રણ તાર છે. એને શુદ્ધ રાખવા એમ કહે છે જોઈ પહેરનાર બ્રાહ્મણનાં મન, વચન ને કાયા રૂપી ત્રણ તાર પવિત્ર હવા જોઈએ. જઈના ત્રણ તારમાંથી એક પણ તાર તૂટે તે એક ડગલું પણ બ્રાહ્મણથી ચલાય નહિ. એ તાર સાંધી દે અગર જનોઈ બદલાવી નાંખે તે ચાલી શકે છે. તેમ મન-વચન અને કાયાને એક પણ તાર અશુદ્ધ થાય તે તેને શુદ્ધ કર્યા વિના આગળ ચલાય નહિ એમ સમજે તે આ બળેવનું પર્વ સાચી રીતે ઉજવ્યું કહેવાય.
નાળિયેરી પૂર્ણિમા” – આમાં ઘણું રહસ્ય છે. નાળિયેરમાં ઉપર છેતરા છે, નીચે કાચલી છે ને તેની અંદર ટોપરૂ હોય છે ને તેની અંદર પાણી હોય છે. જ્યારે નાળિયેર ફેડીને કપરું કાઢે છે ત્યારે તમને ખબર છે ને કે કે પરું અને કાચલી, અલગ છે, નાળિયેરમાં કાચલી અને ટોપરૂં બંને એકમેક થઈને રહેવા છતાં બંને ભિન્ન છે તેમ જ્ઞાની ભગવંતો કહે છે હે ચેતન ! તું કર્મની પરાધીનતાના કારણે દેહ રૂપી કાચલી સાથે સંકળાઈને રહ્યો છું. કાચલીના ટુકડા કરીને કેઈ ફગાવી દે તે ટેપરાને એની સાથે કોઈ નિસ્બત નથી તેમ દેહનું ગમે તે થાય પણ આત્માને એની સાથે કેઈ નિસ્બત નથી, કાચલી અને ટેપરાનો ગોળો જુદે છે તેમ દેહ અને આત્મા જુદા છે. બંનેના ધર્મો પણ જુદા છે. માટે દેહમાં રહેવા છતાં વિદેહી દશા કેળ. દેહ ઉપરથી આસક્તિ છૂટશે તો મોક્ષ મળશે.
રક્ષાબંધન” :-રક્ષાબંધન એ જેનેનો તહેવાર નથી. પણ આજના દિવસે બહેને ભાઈને રાખડી બાંધવા જાય છે, એટલે ભાઈ બહેનના પ્રેમ વધે છે અને ભાઈ યથાશક્તિ બહેનને આપે છે તેથી એકબીજાના પ્રેમ વધે છે. ગુજરાતમાં તે કાગળની,