________________
શારદા સરિતા
૨૬૭,
ઝરીની અને રેશમની રાખડી બાંધે છે પણ મારવાડમાં હીરા-મોતી ને સોનાની રાખડી બાંધે છે. મારવાડમાં રક્ષાબંધનને ખૂબ મહિમા છે. સમજે, રક્ષાબંધનનો બીજો અર્થ શું? રક્ષા એટલે રક્ષણ કરવું. તેનું રક્ષણ કરવુ? છકાયના જીવોની રક્ષા કરવી એ મહાન લાભ છે. મારી બહેનોને ખાસ વિનંતી કરું છું કે તમે ઘરના દરેક કાર્યમાં ખૂબ ઉપયોગ શખજો. ઘરના નોકરો બધું કામ કરે પણ આજે અનાજ સડેલું આવે છે તેમાં તપાસ કરવી. ઉઘાડા વાસણ ન રાખવા વિગેરે જતનાનું કામ કરશો તે તેમાં મહાન લાભ છે. જીવદયા તે મુખ્ય ધર્મ છે. સર્વ જીવોની રક્ષા કરવી. આપણે કેઈનું રક્ષણ કરીશું તે કઈ આપણું રક્ષણ કરશે.
ભાઈને બહેન રાખડી બાંધે છે તેનો અર્થ એ છે કે બહેનના રક્ષણનો ભાર ભાઈ પર આવે છે. આ રાખડી હિંદુ ભાઈઓને બંધાય છે તેમ નથી. આગળના વખતમાં રાજપૂત રાણીઓએ મુસ્લીમ બાદશાહને રાખડી બાંધી છે. ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. જ્યારે ગુજરાતનો બાદશાહ બહાદુરશાહ રાજપૂતને નમાવવા મેવાડ ઉપર ચઢી આવ્યા ત્યારે કર્મવંતી રાણીએ દિલ્હીના મોગલ સમ્રાટ હુમાયુને રાખડી મોકલી હતી ને સાથે ચિઠ્ઠી લખીને વિનંતી કરી હતી કે ભાઈ વીરા! આજે હું તારી ધર્મની બહેન તને રાખડી મોકલું છું અને તારી ક્ષેમકુશળતા ચાહું છું. અત્યારે ચિતોડ ઉપર બહાદુરશાહ લડાઈ લઈને આવ્યો છે ને ચિતોડ ભયમાં છે તો તું જલ્દી આવ અને આ તારી બહેનનું રક્ષણ કર. બહેનની લાજ રાખવી તારા હાથમાં છે. દિલ્હીના બાદશાહ હુમાયુએ મેવાડની મહારાણી કર્મવંતીની મેકલેલી રાખડી જોઈ અને સાથેની ચિઠ્ઠી વાંચીને એનું હૈયું ભરાઈ આવ્યું. એણે કેટલા પ્રેમથી ભાઈ...વીરા ! લખ્યું છે. સંસારની તમામ સગાઈ કરતાં બહેનની સગાઈ વધારે છે.
બંધુઓ! એક રાખડીએ કેટલું કામ કર્યું? હુમાયુ હિંદુ-મુસ્લીમના ભેદભાવને ભૂલી ગયે. તત ઉભે થઈ ગયે. મેટું લશ્કર લઈ ચિતોડગઢ ઉપર ચઢી આવ્યું. આ તરફ મેવાડના રાણા તથા રાણી કર્મવંતીને લાગ્યું કે શત્રુના સંકજામાંથી બચી શકાય તેમ નથી. એના હાથે મરવા કરતાં જાતે મરી જવું શું છેટું? એટલે શીયળનું રક્ષણ કરવા આપઘાત કરીને મરણ પામ્યા. હુમાયુ છ દિવસ મેડે પડયે એણે બહાદુરશાહને હરાવી ચિતોડગઢ કબજે કર્યું. પણ પિતે બે દિવસ મોડો પડે તેથી બહેન રાજપૂત સ્ત્રીઓ સાથે સતી થયાના સમાચાર હુમાયુને મળ્યા તેથી તેને ઘણું દુઃખ થયું. બહેનની રાખડી મસ્તક પર ચઢાવી ચિતડનું રાજ્ય તેના વારસદારને સેંપી દીધું. રક્ષાબંધનમાં કેટલી તાકાત છે. તમે બહેનની રાખડી બાંધીને આવા ભાઈ બનજો. બીજે પણ એક આ પ્રસંગ છે.
રા'નવઘણને ટૂંક પરિચય કાઠીયાવાડમાં જુનાગઢ શહેરને રાજા રા'નવઘણ થઈ ગયે. એની આ વાત છે.