________________
શારદા સરિતા
એમાંથી સારા સારા પાકા જાંબુ વીણીને ખાઈ લે. વૃક્ષને કિલામના ઉપજે નહિ ને જાંબુ ખવાય.
બંધુઓ! જુઓ, છએને જાંબુ ખાવા છે પણ એમના વિચારમાં કેટલી ભિન્નતા છે. આ રીતે માનવીના મનના પરિણામ વર્તી રહ્યા છે. આજનો માનવી પિતાના વધુ સુખ માટે બીજાના મૂળ ઉખાડી રહ્યા છે. બીજાના દુઃખની પરવા કરતો નથી. પણ જ્ઞાની કહે છે કે હે જીવ! તારે કેટલું જોઈએ છે? ભયે ભાણે જમવાનું અને વગર થીગડાના કપડા પહેરવા મળે, સૂવા માટે બે ગાદલા મળે અને સારી ઈજજત મળે પછી શું જોઈએ? પછી નિરાંતે ધર્મધ્યાન કરી શકાય. બેલે, રાજ્ય વિરૂદ્ધ કામ કરવું પડે ખરું? બે નંબરના ચોપડા રાખવા પડે? કાળા બજાર કરવા પડે? બેલે “ના”. એક કવિએ કલ્પના કરી છે કે સાબરમતી નદી રડતી રડતી બોલે છે કે હે કાળા બજારીયાઓ! તમે અન્યાય-અનીતિ ને અધર્મ કરી, કાળા બજાર કરી તમારા કાળા હાથ મારામાં દેશો નહિ. મારામાં મળ-મૂત્ર ગમે તે પદાર્થ નાખશો તે મારું પાણી મલીન નહિ બની જાય પણ કાળા બજારીયાઓ હાથ ધે છે તે મારું પાણી અપવિત્ર બની જશે. મારી પાસે આવે તે મારા જેવા પવિત્ર બનો એમ સાબરમતી નદી કાળા બજારીયાઓને કહે છે. હું પણ તમને કહું છું કે અનીતિનું નાણું ભેગુ કરશો પણ સાથે શું આવવાનું? પાપ-પુણ્ય સિવાય કાંઈ નહિ. વિચાર કરો. જો તમે ખૂબ તૃષ્ણાવંત રહેશે તે લેભની પાછળ તમારી વેશ્યા પણ કેવી વર્તશે?
હવે સાંભળે, પેલા છ જણે જાંબુ ખાવા ગયા. એમાં છ માણસે કહ્યું કે આપણે જાંબુડા ખાવા સાથે કામ છે તો શા માટે વૃક્ષને કષ્ટ આપવું એમ તમારે પણ માનવજીવનને સાર્થક કરવું છે, આત્મકલ્યાણ કરવું છે તે વિચારો કે હું બીજાના સુખને લૂંટારે નહિ બનું. કૃષ્ણ લેશ્યાવાળો વૃક્ષના મૂળ ઉખેડવા તૈયાર થયે, નીલ લેશ્યાવાળે થડ કાપવા તત્પર બન્યો, કપુત લેશ્યાવાળો મેટી ડાળો અને તેજલેશ્યાવાળે નાની ડાળોને કાપવા તૈયાર થયો. પદ્મ લેશ્યાવાળે ડાળ ઉપરથી એકલા જાંબુ ખાવા તૈયાર થયે, ત્યારે શુકલ લેશ્યાવાળો તો વૃક્ષને જરા પણ દુઃખ ન થાય ને જાંબુ ખવાય એ રીતે કરવા તૈયાર થયે. શુકલ લેશ્યાવાળાના કેવા પરિણામ છે? કોઈને પણ દુઃખ ન આપવું. આ ન્યાયથી સમજી શકે છે કે મારા મનના પરિણામ કેવા વર્તે છે. મને કઈ લેશ્યા વતે છે!
મનમાં બીજાનું ખરાબ કરવાના પરિણામ આવે એટલે જૈન દર્શનની થીએરી પ્રમાણે તમે કર્મ બાંધી ચૂક્યા છે. માટે કોઈના સુખ લુંટવાને, કેઈના મૂળ ઉખાડવાનો વિચાર સરખે પણ ન કરશે. પણ કોઈનું સુખ જોઈને આનંદ માનજે. પિતાના સુખને ભેગ આપીને પણ બીજાને સુખી કેમ બનાવું એવી ભાવના રાખજો. મન-વચન અને કાયાને પવિત્ર બનાવજે.