________________
- ૨૫૨
શારદા સરિતા
અમરત્વમાં લઈ જવા માટે ધર્મની જરૂર છે. આ સંસાર દુઃખ, દુઃખાનુબંધ અને દુખપરંપરાનું સ્થાન છે. એમ માનીને તેમાંથી છૂટવાની ઝંખના જાગી હશે તે દુનિયાના દરેક પદાર્થોથી અલગ રહેશે. જે તમને સંસાર પ્રિય લાગે તે સમજી લેજે કે હજુ તમને ધર્મની ભૂખ લાગી નથી. સરોવરમાં કાચબા, માછલા વિગેરે જળચર જીવો રહે છે. જ્યારે તેઓ હવા વિના અકળાય છે ત્યારે ઉપર આવે છે તેમ સંસારના બંધનથી જે મૂંઝાયા હશે તે છૂટવા માટે ધર્મની સાચી ભાવના જાગશે. મહાન પુણ્યદયે આ માનવજીવન મળ્યું છે તો માનવજીવનની સફળતાનું સાધન ધર્મ છે. છતાં આવા અમૂલ્ય માનવજીવનની કિંમત ન સમજાય, સદ્દભાવનાની જિજ્ઞાસા ન જાગે તે માનવજીવન મળ્યાની સાર્થકતા શું ? માનવજીવનમાં આત્મસાધના કરવાને બદલે સંસારના સુખની સાધના કરશે તે આ અમૂલ્ય જીવન એળે ચાલ્યું જશે. જે તત્ત્વને જાણી શકતો નથી તેનું જીવન અમંગલ બને છે. આજે સમજાતું નથી પણ જ્યારે કર્મના ફળો ભેગવવા પડશે ત્યારે કેટલી વિંટબણ ઉભી થશે? સમજે. વિભાવની પરિણતીમાં જોડાયેલો જીવ કર્મ બાંધે છે અને સ્વભાવની પરિણતીમાં જોડાયેલે આત્મા કર્મને તોડે છે.
દેવાનુપ્રિયા ! ભગવાન કહે છે હે ચેતન ! તું વિભાવના વંટેળે ચઢી તારું અવ્યાબાધ સુખ ઉડાવી રહ્યો છે. જે માણસ પિતાની મુડીને ફના કરે તેને તમે કે કહે? “મૂર્ખ તે જે આત્મા પિતાના સુખને પિતાની જાતે બેવે તેને કેવો કહે ? માટે વિભાવને છેડી સ્વભાવમાં આવે. પરઘરમાં બહુ ભમ્યા, હવે સ્વઘરમાં આવે. સ્વઘરમાં જે સુખ છે તે પરઘરમાં નથી. ગાયભેંસ આદિ પશુઓને જંગલમાં પિતાની સ્વતંત્રતા મુજબ હરવાફરવાનું મળે, લીલું ઘાસ મળે, છતાં સાંજ પડતા પિતાના માલિકને ઘેર આવી જાય છે. સ્કૂલે ભણવા ગયેલે બાળક સાંજના પાંચ વાગે ઘંટ વાગે એટલે પાટી ને પેન લઈને નાચતો કૂદતો પિતાને ઘેર આવી જાય છે. જે ભાઈએ નોકરી કરે છે તેમને ઓફિસમાં એરકંડીશન રૂમમાં ખુરશીમાં બેસવાનું મળે, બધા માણસે સાહેબ-સાહેબ કરે છે તેનું ઓફિસમાં ખૂબ વર્ચસ્વ છે છતાં સમય થતાં એને ઘર યાદ આવે છે. બીજું તે ઠીક, તમે બાર વર્ષે સાસરે ગયા, સાસરીયા સમજે કે બાર વર્ષે જમાઈ આપણું ઘેર આવ્યા છે. વળી જમાઈને સ્વભાવ જરા ગરમ છે એટલે ઘરમાં પુલ ઓર્ડર આપી દે કે જુએ, બાર વર્ષે જમાઈ આવ્યા છે, તે તેમને જરા પણ મનદુઃખ થાય તેવું કરશે નહિ. ખૂબ સાચવજે. જમાઈને રીઝવવા સાસુજી નિતનવા પકવાન ને ફરસાણ બનાવે, સાળી કપડાને ઈસ્ત્રી કરીને બનેવીને પહેરાવે ને સાથે બુટપલીશ કરી દે. આવી રીતે ખમ્મા ખમ્મા કરે છે છતાં આઠદશ દિવસે જમાઈને પિતાનું ઘર યાદ આવે છે ને ? આ બધા ઘર તમારા શાશ્વત નથી. આ ઘર મૂકીને જવાનું છે છતાં ઘર યાદ આવે છે, પણ જીવને પિતાનું સ્વઘર યાદ આવે છે ખરું?