________________
શારદા સરિતા
૨૫૧ એ જ દીકરાએ બાપને પિંજરામાં પૂર્યો એટલું જ નહિ પણ ખુલ્લા બરડે લંગડી પગે ઉભા રાખીને મીઠાના પાંચસો ચાબખાને રોજ માર મરાવતે. પગ ભય પડી જાય તે જે માર્યા હોય તે જુદા. ફરીને નવા નામે ૫૦૦ ચાબખા માવતે હતે. છતાં શ્રેણુક રાજાને કણક પ્રત્યે દ્વેષબુદ્ધિ નથી થઈ. એણે એ વિચાર કર્યો કે પૂર્વે મેં એની સાથે એવા વૈર બાંધ્યા હશે તે આ ભવમાં દીકરો થઈને વૈર લે છે. ખૂબ સમભાવ રાખે. અહીં પણ આ પુત્રનો જન્મ થયો છે. રાજા એને પાછો લાવ્યા છે. હવે એનું નામ શું પાડશે અને મોટો થતાં બાપને કેવા દુઃખ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૪ શ્રાવણ સુદ ૧૪ ને રવિવાર
તા. ૧૨-૮-૭૩ અનંતકાળથી ભવાટવીમાં ભ્રમણ કરતા જીવોના ભવભ્રમણને ટાળવા માટે શાસનનાયક સર્વજ્ઞ પ્રભુએ સિદ્ધાંતવાણી પ્રરૂપી. આ સિદ્ધાંતવાણીના મહાન ભાવેને સમજવા માટે હદયને પવિત્ર અને વિશાળ બનાવવું પડશે. ચારિત્રવાન પુરૂષના જીવન જોતાં સમજાય છે કે તેઓ કેવી રીતે જીવન જીવી ગયા. ચાર પ્રકારના પેગ બતાવ્યા. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયેગ, ધર્મકથાનુયોગ ને ચરણકરણાનુગ. અહીંયા ધર્મકથાનુયોગ તરીકે જમાલિકુમારનો અધિકાર ચાલે છે. એ જમાલિકુમારને વૈરાગ્ય કે ઉત્કૃષ્ટ હતો! એના વૈરાગ્યથી કેટલાય જીને પ્રતિબોધ મળે છે. જમાલિકુમારે ભગવાનની વાણી સાંભળી અને તેમને સંસાર અસાર લાગે અને એકેક જડ પદાર્થોને રાગ છેડ. એણે વિચાર કર્યો કે આ બધા વૈભવ કેવા છે.
अनित्याणि शरीराणि, वैभवो नहि शाश्वतः ।
नित्यं संन्निहिता मृत्युः, कर्तव्यो धर्मसंचयः ॥ આ શરીર અનિત્ય છે, વૈભવ નાશવંત છે. ક્ષણેક્ષણે મૃત્યુ નજીક આવી રહ્યું છે માટે ધર્મ કરી લેવો જોઈએ. અર્થાત આ નાશવંત સંસારમાં પ્રત્યેક પળે ધર્મઆરાધનામાં તત્પર રહેવું જોઈએ. ધર્મ એ શાશ્વત અને વિનશ્વર સુખ શાંતિ આપનાર અને અભયના સામ્રાજ્યમાં લઈ જનાર સાથીદાર છે. ભૂખ્યા પેટને ભેજન આપવું પડે છે, થાકેલી ઈન્દ્રિયને તથા મનને આરામ આપવો પડે છે, દેવના દર્શને દૂર કરવા દવા લેવી પડે છે તેમ આપણા આત્માને અંધકારમાંથી પ્રકાશમાં, અસત્યમાંથી સત્યમાં અને મૃત્યુમાંથી