________________
૨૫૮
શારદા સરિતા
જાય છે. બધા કેદીઓને રાખડી બાંધતી એક બહેન ગેપાલ નામના યુવાન કેદી છોકરાને હાથે રાખડી બાંધવા આવી ત્યારે ગોપાલની આંખમાં શ્રાવણ ને ભાદરે વહેવા લાગ્યું. તેનું હૈયું હાથ ન રહ્યું ને બેલી ઉઠે. બહેનમને રાખડી ન બાંધે. હું તો મહા પાપી છું. આ પવિત્ર રાખડી બાંધવાની મારામાં લાયકાત નથી. એમ કહી ઉંડા વિચારમાં ઉતરી ગયે, પેલી બહેનની જગ્યાએ તેની પોતાની સગી બહેનની યાદ આવી ગઈ. અહો! અમે બાળપણમાં સાથે રમતા ને ઝઘડતા રક્ષાબંધનનો દિન આવતો ત્યારે મારા હાથે એ રાખડી બાંધતી હતી, આજે એ મારી બહેન કયાં હશે? શું કરતી હશે? એની સંભાળ કેણ રાખતું હશે? આ વિચારમાં કરૂણ રૂદન કરવા લાગ્યો. બીજા કેદી ભાઈઓએ તેને આશ્વાસન આપી શાંત પાડે.
આ જેલમાં ઘણા કેદીઓ હતા પણ ગોપાલ તેમાં જુદો તરી આવતું હતું. ગોપાલ મેટ્રીક પાસ થયેલ એક સુશિક્ષિત વિદ્યાથી હતો. ખૂબ હોંશીયાર, વિવેકી ને ડાહ્યો હતો. એટલે એને જોઈને સૈના મનમાં વિચાર થાય કે આ ગોપાલે એ કે ગુન્હ કર્યો હશે કે એને જેલમાં પૂરાવું પડયું. એના મિત્રને અને શિક્ષકેને ખબર પડી કે ગપાલ જેલમાં ગયે છે અને એને જન્મટીપની સજા થઈ છે ત્યારે સૌના દિલમાં ખૂબ દુઃખ થયું, કારણ કે સ્કૂલમાં કાયમ પ્રથમ નંબરે પાસ થતો અને એની બુદ્ધિ ને વિનયથી બધા શિક્ષકોના દિલ તેણે જીતી લીધા હતા. સ્કૂલની બીજી પ્રવૃત્તિઓમાં પણ એ સારે ભાગ લેતે અને તેની સ્કૂલના હેડમાસ્તરે પણ તેના ખૂબ વખાણ કરેલા કે ગેપાલ એ તે અમારી સ્કૂલનું નાક છે, એના માટે જેટલું શૈરવ લઈએ તેટલું ઓછું છે. આ ગુણવંત ગેપાલ હતો. એ જેલમાં ગમે ત્યારે વેકેશન હતું. એ વેકેશનના દિવસોમાં પિતાના શિક્ષકો પાસે જતો હતે. પણ હમણું ઘણા દિવસથી ગોપાલને જો ન હતો. ટીચરે વિચાર કરતાં હતાં કે ગપાલ કેમ નથી દેખાતે ? ત્યાં થોડા સમયમાં ખબર મળ્યા કે ગેપાલને જન્મટીપની સજા થઈ છે અને એ જેલમાં પૂરાયો છે ત્યારે બધા ખૂબ રડયા. દરેકને થયું કે આ છોકરે જેલમાં કેમ ગયે હશે!
બંધુઓ! તમને એમ થશે કે આ છોકરો જેલમાં કેમ ગયા? પણ કર્મની ગતિ વિચિત્ર છે. કરેલા કર્મ ભેગવ્યા વિના છૂટકે નથી. વાત એમ બની હતી કે
પાલે કદી એની માતાની આંખમાં આંસુ યા ન હતાં અને છેલ્લા છ માસથી ગોપાલ સકૂલેથી ભણીને આવે ત્યારે તેની માતા રડતી હોય, એની આંખે પાણીથી ભરેલી હોય. ગોપાલ પૂછ-બા! તું કેમ રડે છે? તારી આંખમાંથી આંસુના ટીપા પડે છે ને મારું લેહી બળી જાય છે. પણ મા જવાબ આપતી નથી. ગોપાલનું મન ખૂબ વ્યગ્ર રહેતું હતું પણ તેને મેટ્રીકની પરીક્ષા આવતી હોવાથી બહુ ઊંડો ઉતરતો નહિ. એક દિવસ ગોપાલ સ્કૂલેથી ભણીને આવ્યા ત્યારે ઘરની બાજુમાં ઝુંપડી