________________
શારદા સરિતા
૨૫૩
સ્વઘર કોને કહેવાય ? જે ઘર મળ્યા પછી તેને છોડવું ન પડે તે સ્વઘર અને તેજ શાશ્વત ઘર કહેવાય. નિમરાજિષ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે ઇન્દ્ર મહારાજા તેમની પરીક્ષા કરવા આવ્યા ને કહ્યું કે હું નિમરાજ! તમે. મેટા ભવ્ય મહેલેા અને ખીજા અનેક પ્રકારના ઘર બનાવીને પછી દીક્ષા લેજો. ત્યારે નિમાજર્ષિએ શુ કહ્યું ?
संसय खलु सो कुणइ, जो मग्गे कुणइ घरं । जत्थेव गन्तुमिच्छेज्जा, तत्थ कुविज्ज सासयं ॥
ઉત્ત. સૂ અ. ૯, ગાથા ૨૬ જેના હાયમાં સંશય છે તે ખરેખર માર્ગમાં અધવચ ઘર બાંધે છે. પણ જે બુદ્ધિવાન છે તે તેા ઈચ્છિત સ્થાને પહોંચીને શાશ્વત ઘર મનાવે છે કે જ્યાં ગયા પછી ઘરને છોડવું ન પડે. જે સુખ આવ્યા પછી કદી એ દુઃખમાં પરિણમે નહિ અને તેમાં દુઃખના અંશ ન આવે તે સાચુ સુખ છે. પણ હજુ જીવને સુખ કેાને કહેવાય ને દુઃખ કાને કહેવાય, અમૃત કેને કહેવાય ને વિષ કૈાને કહેવાય તેની ખખર નથી. જયારે જીવને સ્વઘર ને શાશ્વત સુખની પીછાણુ થશે ત્યારે તેની રોનક બદલાઈ જશે. ચતુર આત્માએ સંસાર છેાડી સંયમ આદરે છે શા માટે? સ્વઘરમાં જવા માટે અને શાશ્વતસુખ મેળવવા માટે સાધુએએ શું કરવું જોઈએ !
पढमं पोरिसी सज्झायं, बिइयं झाणं झियायई । तइयाए निमोक्खं तु, चउत्थी भुज्जोवि सज्झायं ॥
ઉત્ત. સૂ. અ. ૨૬, ગાથા ૧૮
હૈ સાધક તારે પહેલા પહારે સ્વાધ્યાય કરવી, ખીજા પહેારે ધ્યાન કરવુ, ત્રીજા પહેારે ભિક્ષાચરી કરવી અને ચાથા પહેારે ફરીથી સ્વાધ્યાય કરવી. ખેલા, કેવા સરસ કાર્યક્રમ છે! સતાનું મન કેવું પવિત્ર રહે. તમારે આવેા કાઈ કાર્યક્રમ ખરા કે નહિ ? તમારા કાર્યક્રમમાં શું કરેા છે ? તમે પહેલા પહેારે શું કરે છે ? સાધુને પહેલા પહેારે સ્વાધ્યાય અને તમારે પહેલા પહેારે ચા પાણી ”. સવારમાં ઉઠીને દાતણ કરવુ, ન્યુઝ પેપર વાંચવા, સ્નાન કરવું, ચા-પાણી ને નાસ્તા-સારા કપડા પહેરવા. આ બધા કાર્યક્રમ તેા દેહ માટે થયે! પણ આત્માને માટે કંઇ ખરું કે નહિ ? ચા-ધ-કોફી પીવા તે। શરીરને તાજગી મળે પણ આત્માની તાજગી માટે શુ? આત્માની તાજગી માટે જ્ઞાની કહે છે – “ પહેલા પહેારે વીતરાગવાણી.” પહેલા પહેરે વીતરાગવાણી સાંભળેા તા આત્મામાં સ્ફૂર્તિ આવે. વીતરાગવાણી સાંભળ્યા પછી તમારા આત્મામાં ક્ષણે ક્ષણે જાગૃતિ આવશે. પછી સંસારના કાર્યમાં જોડાશેા કે પાનુ` કામ કરતા હશે। તે એમ થશે કે હજુ સવારમાં સાંભળ્યુ છે કે શ્રાવકે આવુ કા કરવું ન શાલે. મહાવીરના શ્રાવક પાપપ્રવૃત્તિમાં જોડાય નહિ અને હું શું કરી રહ્યો છું?