________________
૨૧૦
શારદા સરિતા
પિતાના શરીરની ચામડી બળીને ખાખ થઈ ગઈ. મને કેણ આ કષ્ટ આપે છે તેને જરાય વિચાર ન કર્યો. સર્વ જીવોને ખમાવી લીધા. દેહને રાગ છૂટી ગયે. ગુરૂની પાસે જવા નીકળ્યા પણ પહોંચી ન શક્યા પણ ભાવથી દીક્ષા અંગીકાર કરી લીધી હતી. ધગધગતી રેતીમાં ગુણસેન રાજાનું શરીર બળીને ખાખ થઈ ગયું. દેહમાંથી પ્રાણપંખેરૂ ઉડી ગયું. ધર્મધ્યાનમાં મૃત્યુ પામેલા રાજા પહેલા સૈ ધર્મ દેવલોકના ચંદ્રાનન નામના વિમાનમાં એક સાગરોપમની સ્થિતિએ દેવપણે ઉત્પન્ન થયા. હવે વિદ્યુતકુમારની શી હકીક્ત છે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૨૯ શ્રાવણ સુદ ૯ ને મંગળવાર
તા. ૭-૮-૭૩
અનંત કરૂણાનિધી ત્રિલોકીનાથે જીના ઉદ્ધાર માટે સિદ્ધાંત વાણી પ્રરૂપી. આ સિદ્ધાંત વાણીના એક વચન ઉપર જીવને જે શ્રદ્ધા થાય તે બેડે પાર થઈ જાય. એક વખત સિદ્ધાંત વાણને પ્રેમ જાગવો જોઈએ. ભગવાન પાસે ગયા ત્યાં પણ ભૌતિક સુખના ટુકડા માંગ્યા. ભેગને ભિખારી બન્યા. ભગવાન કહે છે જ્યાં સુધી આત્મિક સુખની રૂચી નથી જાગી ત્યાં સુધી તારે આંતરવૈભવ તને દેખાશે નહિ. પ્રભુના દરબારમાં જઈને એવી ભાવના થવી જોઈએ કે હે પ્રભુ! તેં જેને જીત્યા એને મારે જીતવા છે. તું જે પામે એવું મારે પામવું છે અને મારે તારા જેવું થયું છે. પણ આવું માંગનારા જગતમાં વિરવ વ્યકિતઓ હોય છે.
જમાલિકુમાર પ્રભુના દર્શન કરવા ગયા. એમણે પ્રભુને દરબાર જે. એની શેભા જોઈ. એણે બાહ્ય શેભાન જે પણ પ્રભુના આત્માની શોભા જોઈ. પ્રભુના દર્શન કર્યા. દેશના સાંભળીને ઉભા થઈ ગયા અને પ્રભુની પાસે આત્મિક સુખ મેળવવા માટે દીક્ષાની ભીખ માંગે છે. જેમ દુષ્કાળમાં ઘણા દિવસના ભૂખ્યા માનવીને ભેજન મળે તે કેટલે આનંદ થાય ! વિચારજો કે તમે જે શુદ્ધ ભાવે આપશે તે તમારા આ ભવનું ને પરભવનું ભાતું બની જશે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક વખત એક ભાઈને કામ પ્રસંગે બહારગામ જવાનું થયું. એની પત્નીને કહે છે કાલે મારે બહારગામ જવાનું છે. તું મારા માટે ભાતાને ડબ્બો તૈયાર કરજે. પત્ની કહે છે ભલે. બીજે દિવસે બધું તૈયાર કરી દીધું. ભાઈ સ્ટેશને જવા તૈયાર થયા ને બધો સામાન ગાડીમાં મૂકાવ્યું. ત્યારે કહે છે બધે સામાન આ પણ માતાને