________________
શારદા સરિતા
૨૨૯ કિનારીવાળી મખમલની ગંદડી આપું છું. તે લઈ લે. ત્યારે ભતૃહરિએ કહ્યું કે મારે તમારી ગેહડી ન જોઈએ. મારે તે મારી ગોદડી સીવવી છે. લક્ષમીદેવીએ ખૂબ આગ્રહ કર્યો પણ જેણે આત્માના સુખો આગળ ભૌતિક સુખેને તુચ્છ માન્યા છે તેવા ભર્તુહરિ અડગ રહ્યા. છેવટે લક્ષમીદેવીએ કહ્યું- હું આવી છું તે ખાલી નહિ જાઉં. કંઈક માગે. ત્યારે કહે છે “લે આ સમયમાં દોરે પરેવી આપ.”
લક્ષ્મીજી કહે છે અરે...માંગીમાંગીને આવું માંગ્યું? બંધુઓ! તમારા પર લક્ષ્મીદેવી પ્રસન્ન થાય ને માંગવાનું કહે તો શું માંગે ? માંગવામાં બાકી ન રાખો. એમને આપે છે ત્યારે જોઈતું નથી ને તમને ભૂખ છે પણ મળતું નથી. લક્ષ્મીદેવી કહે છે તમારે સુખ નથી જોઈતું? ત્યારે ભતૃહરિ શું કહે છે –જે ચિત્ત અંતર્યામીમાં લાગી ગયું એને ફરી પાછા સુખ સાહ્યબી ને ભેગ મળે તો સુખની તૃષ્ણામાં મન લાગી જાય, ભગવાનમાં લાગેલું મન જે સંસારસુખ તરફે ઢળી પડે તે ઉપર જનારું મન નીચે પટકાઈ જાય. માટે આ ગોદડી સીવતાં સીવતાં ભગવાનમાં હું તલ્લીન બન્યો છું તે શા માટે સુખની એષણામાં મનને જવા દઉં? પૈસા અને સુખ આવે છે પણ એની સાથે અશાંતિ લઈને આવે છે. મારે એવી અશાંતિ જોઈતી નથી, મારી આ ફાટલી ગોદડી સારી છે. કિંમતી ગદડીને કઈ ચોર લૂંટી જશે અને મારી આ ફાટીટી ગદડીને કઈ લેવા ન આવે. કેઈને એની ઈચ્છા પણ ન થાય. એને માટે રગડા-ઝઘડા કાંઈ નહિ. સંસારના સુખ કરતાં ત્યાગનું સુખ અનંતગણું છે. આ સંસારમાં તે જયાં સંપત્તિ છે ત્યાં વિપત્તિ પણ ઉભેલી છે. જ્યાં મારાપણાની મમતા છે ત્યાં મત ડેકીયા કરી રહ્યું છે. જ્યાં સંગ છે ત્યાં વિયોગ છે. આવા સુખમાં શા માટે લલચાવું જોઈએ! છેવટે ભતૃહરિ કહે છે કે હે લક્ષ્મીજી! તારા આપેલા ભૌતિક સાધનમાં સુખની પાછળ દુખ ભર્યું છે. જ્યારે આત્માના સ્વરૂપમાં પ્રભુમય બનતા જે આનંદ આવે છે તે આનંદ ભેગમાં નથી આવતો. છેવટે લક્ષ્મીદેવી નમીને ચાલી ગઈ.
- જ્ઞાની પુરુષે કહે છે બને તેટલી આસક્તિ ઓછી કરે. સંસારને રાગ છેડે. એક વખત રાગ છૂટશે તે મહાન આનંદ આવશે અને રાગ નહિ છૂટે તો ક્ષણે ક્ષણે દુઃખ થશે. જેટલે રાગ વધારે તેટલું રૂદન વધારે. એક વખતનો પ્રસંગ છે.
રાગ એ સંસારની અણ છે? - ગૌતમી નામની એક માલણ બાઈ એના દોઢ વર્ષના વહાલસોયા બાળકને લઈને પુલ વીણવા બગીચામાં ગઈ. તે દિવસે ચંપાનગરીના મેદાનમાં મેળ હતો. દૂરદૂરથી લોકે ત્યાં આવતા હતા. પુલ વેચવાને સોનેરી સમય હતો. આ દિવસ વર્ષમાં એક વખત આવતો હતો. દીકરાને એક જગ્યાએ સૂવાડી એ બગીચામાં પુલો ચુંટવા લાગી. એટલામાં નજીકના છોડવામાંથી ભયંકર ઝેરી નાગ આવી શૈતમીના દીકરાને ડંખ