________________
શારદા સરિતા
૨૩૩
રાણીને ખૂબ આનંદ થયો. ત્રણ માસ થયા ત્યાં રાણીને સારા ને પવિત્ર દેહદ ઉત્પન્ન થવા લાગ્યા. મારે સંતના દર્શન કરવા જવું છે. ઉપવાસ કરે છે. દાન આપવું છે. રાજા રાણુના દેહદ પૂરા કરાવે છે. આ રીતે ધર્મધ્યાનમાં ખૂબ આનંદપૂર્વક સવાનવ માસ પૂર્ણ થયા.
સિંહકુમારને જન્મ ચંદ્રને ઉદય જેમ પૃથ્વી ઉપર પ્રકાશ પાથરે છે તેમ ભાગ્યશાળી આત્માઓની સર્વ અવસ્થા પરોપકાર માટે હોય છે. ધર્મધ્યાનમાં રકત રહેલી અને પરોપકાર કરનારી એવી પવિત્ર શ્રીકાંતા મહારાણીએ એક શુભ દિવસે સવાનવ માસ પૂર્ણ થતાં એક સુકમળ અને સ્વરૂપવાન પુત્રને જન્મ આપ્યો. શુભંકરિકા નામની દાસીએ રાજાને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ ખૂબ દાન આપી દાસીને સંતુષ્ટ કરી. આખા ગામમાં તોરણ બંધાવ્યા. મંગલવાજિંત્રો વગડાવ્યા. ગરીબોને દાન આપ્યું. કેદીઓને છૂટા કર્યા. આ રીતે પુત્રના જન્મને ઉત્સવ સુંદર રીતે ઉજવ્યું. માતાએ સ્વપ્નમાં સિંહ જે હોવાથી પુત્રનું નામ સિંહકુમાર પાડયું. આ સિંહકુમાર ગુણસેન રાજાને જીવ જે દેવલેકમાં ગયો હતો ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી શ્રીકાંતા રાણની કુંખે ઉત્પન્ન થયે છે. સિંહકુમારના જન્મ પછી રાજ્યમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. એ પૂર્વે ધર્મની ખૂબ આરાધના કરીને આવ્યો હતો એટલે માતાના ગર્ભમાં આવ્યું ત્યારથી માતાને ધમના દેહદ ઉત્પન્ન થયા કંઈક એવા જીવ ગર્ભમાં આવે છે તો એની માતાને ઘઉં વીણતા કાંકરા ખાવાનું મન થાય છે. જ્યારે પુણ્યવાન જે ઘરમાં જન્મે તો કુસંપ હોય તે સંપ થઈ જાય. અને પાપી જી આવે તો સંપ હોય ત્યાં કુસંપ ને ઝઘડા થઈ જાય. આ સિંહકુમારના જન્મ પછી રાજ્યમાં શાંતિ વર્તે છે. એ રડતે છાને ન રહે ત્યારે ઉપાશ્રયે લઈ જાય તો છાને રહી જતો. ખૂબ ઉત્તમ લક્ષણેથી યુક્ત હ. કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં. - એક બજકુમારનું દૃષ્ટાંત છે. એ વ્રજકુમાર માતાના ગર્ભમાં હતા. ત્યારે એના બાપને દીક્ષા લેવાનું મન થયું. પત્નીને કહે છે તું મને રજા આપ તે દીક્ષા લઉં. પત્ની કહે છે હું આપને આજ્ઞા આપું પણ મને ત્રણ માસ થયા છે. આ સમયે તમે દીક્ષા લે તે પાછળ મારું શું થાય? પુત્રને જન્મ થાય પછી દીક્ષા લેજે. આ પત્નીએ એકદમ રજા કેમ આપી? અંદર રહેલો ગર્ભનો જીવ ખૂબ પવિત્ર હતો. બાળકને જન્મ થયા પછી દશ દિવસે એના પતિએ દીક્ષા લીધી. જ્યાં એના પતિએ દીક્ષા લીધી ત્યાં પેલો બાળક ખૂબ રડવા લાગ્યા. કઈ રીતે છાને ન રહે. એની માતા તે કંટાળી ગઈ. એનો બાપ તે સાધુ બની ગયે. હાજર હતા તે હીંચકે નાંખત ને! હું હેરાન થાઉં છું હવે શું કરવું? કંટાળી ગઈ. આ બાળકનું નામ વ્રજકુમાર પાડયું હતું. આમ કરતાં