________________
શારદા સરિતા
૨૪૩ વિતરાગ વાણી સાંભળી પણ અંતરમાં ઉતરી છે? રોટલી ખાઈએ ને ભૂખ ન મટે તે રોટલી ખાધી નથી. પાણી પીએ ને તરસ ન છીપે તે પાણી પીધું નથી તેમ વીતરાગ વાણી સાંભળીને સંસાર ખારે ન લાગે તે સમજજો કે વીતરાગ વાણી સાંભળી નથી. મોક્ષપ્રાપ્તિ માટે દીક્ષા જરૂરી છે છતાં તમે દીક્ષા ન લઈ શકે તે ખેર! પણ જીવનમાં એ ધર્મ અપનાવો કે તમારું જીવન સદાચારી બને. તમારી આડશ પાડોશમાં રહેનારને પણ એમ થાય કે જેન ધર્મ એ ઉચ્ચ કેટિને ધર્મ છે. તમારૂં ઉચ્ચ જીવન જોઈ બીજા તેનું અનુકરણ કરી જેન બને. આટલું કરશો તો પણ માનવજન્મ સાર્થક બનશે.
એક ગામમાં એક જૈન સુખી કુટુંબ વસતું હતું. જેની રગેરગમાં જેના ધર્મના સંસ્કારોનું સિંચન હતું. એ ઘરમાં કેઈની નિંદા કુથલી નહિ, રગડાઝઘડા નહિ, અન્યાય ને અનીતિ નહિ. પરધન તો એમને મન પથ્થર સમાન હતું. ઘરના કામકાજમાંથી નિવૃત થાય એટલે સારા સાહિત્યનું વાંચન કરવા બેસી જાય. એ કુટુંબમાં નાના-મોટા દરેકના જીવનમાં જેન– ઝળકી ઉઠયું હતું. એની પાડોશમાં એક બ્રાહ્મણ કુટુંબ વસતું હતું. એ જેનના સંસ્કારોની અસર બ્રાહ્મણ ઉપર પડી. એકબીજાનો સબંધ ખૂબ સારો હતો, એટલે વારંવાર જેનના ઘરમાં આવતા જતા સંગની અસર થઈ. એ બ્રાહ્મણ કુટુંબ ધીમે ધીમે જેન ધર્મ પામી ગયું. એ બ્રાહ્મણને ચાર પુત્ર હતા. એ બધા શ્રાવકની સાથે ઉપાશ્રયે જતાં. વ્યાખ્યાન વાણું સાંભળતાં અને સંતને સુપાત્રે દાન આપતા. એક વખત ખૂબ જ્ઞાની આચાર્ય મહારાજ ગામમાં પધાર્યા. તેમની વાણી ખૂબ વૈરાગ્યથી ભરેલી હતી. આ સાંભળી બ્રાહ્મણના ચાર પુત્રે ઉપર તેની ખૂબ સારી અસર થઈ. આ ચાર પુત્રોમાં મોટે પુત્ર ૨૮ વર્ષને હતે, બીજે ૨૫ વર્ષને, ત્રીજે ૨૨ વર્ષને અને એથે ૧૯ વર્ષનો હતો.
- આ ચારેય ભાઈઓએ સંત પાસે એકેક પ્રત્યાખ્યાન લીધા. તેમાં સૈથી મોટાએ એવી પ્રતિજ્ઞા કરી કે મારા જીવનમાં ગમે તે પ્રસંગ આવે પણ મારે સદાચાર ન છોડે. બીજાએ એવી પ્રતિજ્ઞા કરી કે મને લાખોની કમાણી થતી હોય તો પણ મારે હિંસાને બંધ કરે નહિ, ત્રીજાએ એવી પ્રતિજ્ઞા કરી કે મારે નિસ્વાર્થભાવે પોતાનું સુખ જતું કરી બીજાની સેવા કરવી. ધર્મના માટે મારું જીવન સમર્પણ કરવું પડે તે કરી દઉં એ સમર્પણ ભાવ હતું અને ચોથાએ એવી પ્રતિજ્ઞા કરી કે ગમે તેવા સંયોગોમાં પણ મારે નીતિ અને પ્રમાણિકતા છોડવી નહિ. એક વખતના સંત સમાગમે બ્રાહ્મણ કુટુંબનું જીવન પલટાવી નાંખ્યું. તમે કેટલી વખત વ્યાખ્યાન સાંભળ્યું જીવનમાં કેટલે પલ્ટ લાવ્યા? સમજે, વ્યાખ્યાન શું છેઃ
વ્યાખ્યાન નહિ યહ ગેલિયા હે રેગીકે દી જાતી હૈ, ખાનેમેં કડવી લગતી હૈ, પણ સારા રેગ મિટાતી હૈ.'