________________
શારદા સરિતા
૨૩૧ શકે? બાઈ આગળ ગઈ ને મહાત્મા બુદ્ધના ચરણમાં પિતાને પુત્ર મૂકી હાથ જોડીને કહ્યું–પ્રભુ! આપ એવી સંજીવનીનું પાન કરાવે જેથી મારે એકને એક વહાલે દીકરો સાજો થઈ જાય.
બુદ્ધ કહે છે માતા ! શાંતિ રાખ. તારો દીકરો સાજો થઈ જશે પણ તારે એક કામ કરવું પડશે. ત્યારે કહે છે મારો દીકરે સાજો થતો હોય તે આપ જે કહેશે તે કરવા તૈયાર છું. ત્યારે મહાત્મા બુદ્ધ કહે છે જેના ઘરમાં કેઈનું મૃત્યુ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી ભરીને સરસવ લાવી આપ. ગૌતમી રાજી રાજી થઈ ગઈ ને દેડતી ગામમાં ગઈ. મોટી મેટી હવેલીઓ પાસે જઈને ભીખ માંગવા લાગી કે હે શેઠ શ્રીમત! હું તમારા બ રણે ભિક્ષા લેવા આવી છું. મારા દીકરા માટે ભિક્ષા આપશે. ત્યારે બધા લોકો કહે છે બહેન ! જે તારો દીકરો સાજો થતો હોય તે હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી જે જોઈએ તે લઈ જા. ત્યારે કહે છે મારે એ કંઈ નથી જોઈતું. મારે તે ફક્ત એક મુઠ્ઠી સરસવ જોઈએ છે. ત્યારે કહે છે મારે ઘેર સરસવ તો ઘણું છે. મુકી તે શું પાંચ શેર આપું ત્યારે કહે છે પણ તમારા ઘરમાં કેઈનું મૃત્યુ થયું છે? ત્યારે આંખમાં આંસુ સારતા કેઈ કહે છે હે ગૌતમી ! હજુ છ મહિના પહેલાં મારે વીસ વર્ષનો દીકરો ગુજરી ગયેલ છે. કેઈ કહે મારે યુવાન પતિ ગુજરી ગયા છે. કોઈ કહે મારી પત્ની ગુજરી ગઈ છે. આ સંસારમાં સૌ કેઈને એક દિવસ જવાનું છે. આ સંસાર મુસાફરખાનું છે.
કેઈ કયાંથી કે ક્યાંથી એક વૃક્ષની ડાળે,
પંખીડા સહું આવી બેઠા કોઈ ડાળે કઈ માળે, પ્રભાતના પચરંગી રંગે જાતા સહુ વીખરાઈ જાતા સહુ વીખરાઈઆ.
આ જગપંખીનો મેળે સોને એક દિવસ જવાનું છે. તું શા માટે આટલે કલ્પાંત કરે છે. ગૌતમી મહેલાત આગળથી પાછી ફરીને ઝુંપડા તરફ ગઈ. ત્યાંથી પણ તેને એક મુઠ્ઠીભર સરસવ ન મળ્યા. એવું એક પણ ઘર ન હતું કે જ્યાં કોઈનું મૃત્યુ થયું ન હોય. છેવટે નિરાશ થઈ ગોતમી પછી ફરીને મહાત્મા બુદ્ધ પાસે આવીને કહે છે હું આખા ગામમાં ઘેરઘેર ફરી પણ એક પણ એવું ઘર નથી કે જ્યાં કેઈનું મૃત્યુ થયું ન હોય. ત્યારે બુધે કહ્યું કે ૌતમી! તું વિચાર કર. જે બધાના ઘરમાં કોઈ ને કોઈ મરણ પામ્યું છે તે તું બાકી કેવી રીતે રહી શકે? આ તો જગતને નિયમ છે કે જેને જન્મ છે તેનું એક દિવસ અવશ્ય મૃત્યુ છે. જે ફૂલ ખીલે છે તે અવશ્ય કરમાય છે અને સૂર્ય ઉગે છે તે આથમ્યા વિના રહેતો નથી. જન્મ લીધા પછી કઈ વિચાર કરે કે મારે મરવું નથી તો ત્રણ કાળમાં ન બને. કાળનું ચક્ર જગતને બધા પ્રાણીઓ ઉપર ફરતું રહે છે. જગતની કોઈ પણ શક્તિ તેને અટકાવી શકતી નથી. તે રીતે તારા પુત્રને કાળ ઉપાડી ગયો અને મને