________________
૨૩૪
શારદા સરિતા
છ મહિના થયા ત્યારે એ સાધુ ગામમાં આવ્યા. આ સ્ત્રી બાળકથી કંટાળી ગઈ હતી. ખબર પડી કે ગામમાં આવ્યા છે. એટલે બાળકને લઈને ઉપાશ્રયે ગઈ અને એના પતિ જે સાધુ બની ગયા હતા તેમના મેળામાં નાંખીને કહે છે કે, આ તમારે પુત્ર સંભાળો. હું તે કંટાળી ગઈ. સાધુ ગભરાયા ...શું કરવુ-એમના ગુરૂ કહે છે ભલે નાંખી ગઈ. ચિંતા ન કરશે. હવે બન્યું એવું કે છોકરાને સાધુના ખળામાં નાંખે કે રડતો બંધ થઈ ગયો.
' મોટા ગુરૂએ સંઘપતિને બોલાવી વાત કરી કે આવી વાત બની છે. આ બાળકની જવાબદારી કોણ લે છે? ચાર-પાંચ શ્રાવિકા બહેનોએ એ બાળકની જવાબદારી લેવાનું નક્કી કર્યું. બાળકને ઘેર લઈ ગયા. એને નવરાવી દૂધ પાઈને ઉપાશ્રયે લાવી નાની ગંદડી પાથરીને સૂવાડે. બધા સંતે સ્વાધ્યાય કરેવાંચન કરે. આ બધું સાંભળીને આ બાળક બધું શીખી ગયે. આમ કરતાં પાંચ વર્ષને થયે ત્યારે શાસ્ત્રો મોઢે બોલવા લાગ્યો. ગુરૂએ જાણ્યું કે ખૂબ પ્રતાપી પુરૂષ થશે. એની માતાને ખબર પડી કે મારે દીકરે આવો હોંશિયાર થઈ ગયા છે. એટલે દોડતી આવીને મહારાજને કહે છે મને મારે છોકરે પાછો આપી દે. ત્યારે મહારાજ કહે છે બહેન! હવે ન મળે. તું તે ફેંકીને ચાલી ગઈ હતી. અમને આપી દીધું છે. એટલે એણે કોર્ટમાં ફરિયાદ કરી. ન્યાયાધીશ કહે ત્રણ દિવસ પછી ચકદે થશે. અમને પૂરી તપાસ કરવા દે. તપાસ કરતાં ખબર પડી કે બાઈ તે સાધુના ખોળામાં ફેંકી આવી છે. પણ બાઈ તો કહે છે મારો દીકરે છે. મને જ મળવો જોઈએ. ત્યારે ન્યાયાધીશ કહે છે બહેન! તમે ત્યાં ચાલે. એક બાજુ બાળકને ગમે તેવા સારા કપડા લઈને તમે ઉભા રહેજો ને એક બાજુ સાધુ મહારાજ ઉભા રહેશે. જેની તરફ ઢળે તેને બાળક એમ ન્યાય કરીશું. બાળકને લલચાવવા માટે સારા સારા રમકડા લઈને આવી. એક બાજુ રમકડા મૂકીને ઉભી રહી. અહીં સાધુને ઘેર તે રમકડા ન હોય. એટલે મહારાજે નાના નાના પાતરા, ઝેબી ને ગુચછો મૂકયા છે. બાળકને લાવીને ન્યાયાધીશ કહે છે બેટા ! તને આ બેમાં શું ગમે? ત્યારે બાળકે ઝેબીમાં પાતરા મૂકીને હાથમાં લીધા. ગુછો લીધે, મેઢે મુહપત્તિ બાંધીને કૂદવા લાગે. આ મને બહુ ગમે છે. એટલે ન્યાયાધીશ કહે છે બહેન ! આ બાળકને તું અર્પણ કરી ચૂકી છું અને એને પણ આ ગમે છે. માટે એમને બાળક છે. ટૂંકમાં કહેવાને આશય એ છે કે પુત્રના લક્ષણ પારણામાં પરખાઈ જાય છે. આ સિંહકુમાર પણ બાળપણથી પ્રતાપી છે. બાળપણથી એના લક્ષણ પરખાય છે. ગુણસેન રાજા તે દેવભવ પૂરે કરીને સિંહકુમાર તરીકે જન્મ્યા છે. હવે અગ્નિશમ કયાં જન્મ લેશે તેના ભાવ અવસરે કહેવાશે.