________________
૨૪૦.
શારદા સરિતા.
ગલીમાં ભમી રહ્યા છીએ તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર:- સિંહકુમાર પુરૂષદા રાજા અને માતા શ્રીકાંતા મહારાણીને અતિ પ્રિય છે. તે દિવસે દિવસે મોટો થાય છે. તેનું મન હંમેશા ધર્મપ્રવૃત્તિ તરફ આકર્ષાય છે. પુરૂષોની ૭૨ કળામાં સિંહકુમાર નિપુણ બને છે, પણ તેના જીવનમાં ધર્મકળા તો મુખ્ય હતી. કહ્યું છે કે“વા ધમ્મા નિર્િ ” સર્વ કળાઓને ધર્મકળા જીતે છે. જીવનમાં ભલે બીજી બધી કળાઓ હોય પણ એક ધર્મકળા ન હોય તે જીવનની કોઈ શેભા નથી. સિંહકુમાર બધી કળામાં પ્રવીણ થયા છે અને બરાબર યૌવનના આંગણે પ્રવેશ કર્યો.
સિંહકુમારનું બગીચામાં ગમન અને કુસુમાવલિનું મિલન
વસંત ઋતુને સમય હતો. એક દિવસ સિંહકુમાર તેના મિત્ર સાથે બગીચામાં ફરવા માટે ગયા. ત્યાં બગીચામાં બેસીને પણ ધર્મની વાત કરી રહ્યા હતા. જુઓ, બગીચામાં ફરવા ગયા છે, ત્યાં પણ ધર્મની ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આ સમયે એ સિંહકુમારના મામા લક્ષ્મીકાંત મહાસામંતની પુત્રી પણ બગીચાની શોભા નિહાળતી,
આમતેમ ફરતી પિતાની સખીઓની સાથે તે બગીચામાં ફરી રહી છે. ફરતી ફરતી જ્યાં સિંહકુમાર હતા ત્યાં થઈને પસાર થાય છે. આ સમયે સિંહકુમાર અને કુસુમાવલિની દષ્ટિ એક થાય છે અને એક બીજાને દેખીને ખૂબ આનંદ થાય છે. બંને વિચાર કરે છે આપણે બંનેને સબંધ થાય તો સારું. રજવાડામાં મામા ફેઈના વરે છે એટલે એક બીજાના મનના વિચાર જાણીને તેમની ઈચ્છાનુસાર બંનેના લગ્ન થાય છે. સિંહકુમાર અને કુસુમાવલીના ખૂબ ધામધૂમપૂર્વક લગ્ન થાય છે. સિંહકુમાર રાજ્યકાર્યમાં પ્રવીણ થાય છે ત્યારે તેના માબાપ વિચાર કરે છે કે આપણે સિંહકુમાર માટે થયે છે તેથી આપણે આત્મકલ્યાણ કરીએ.
બંધુઓ ! વિચાર કરો આગળના રાજાએ કેવા ઉત્તમ હતાં. પુત્ર મોટે થાય એટલે રાજ્યને કારભાર પુત્રને સેંપી સંયમ લેતા હતા. કંઈક જીવો તો એવા ભારે કમી હોય છે કે પુત્રે સામેથી કહે કે બાપુજી! તમે અમારા માટે ઘણું કર્યું છે, હવે હું બધું સંભાળી લઈશ. તમે નિરાંતે ધર્મધ્યાન કરે ત્યારે કહેશે કે તું ગમે તેટલું કરે પણ મારા જેવું તું ન કરી શકે. આ કે મેહ છે! પુરૂષદ રાજાને દીક્ષા લેવાની ભાવના થઈ તે સમયે ત્યાં ધર્મઘેલ નામના આચાર્ય રામાનુગ્રામ વિહાર કરતાં પધાર્યા. તેમની વાણી સાંભળી સંસાર અસાર લાગે એટલે સિંહકુમાર રાજ્યાભિષેક કરી પુરૂષદત્તરાજા અને શ્રીકાંતા રાણીએ દીક્ષા લીધી અને અનુકૂળ સમયે તેઓ વિહાર કરી ગયા.
હવે સિંહકુમાર રાજા બન્યા ને કુસુમાવલી મહારાણું બન્યા. સિંહકુમાર ખૂબ સુંદર રીતે રાજય ચલાવતા હતા. ન્યાય નીતિ ને પિતાની કળાકેશલ્યથી પ્રજાને પ્રેમ