________________
૨૧૮
શારદા સરિતા
સમ્ય દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપી રન્ને તેની તિજોરીમાં અનામત ન રહી શકે. કિંમતી ઝવેરાતને તમે રસોડાના કબાટમાં કે કપડાના કબાટમાં મૂકે છે ? ન મૂકે પણ ગેરેજની તિજોરીના કબાટમાં મૂકે. એ તિજોરી કેટલી મજબૂત હોય છે? બહારવટીયા ઘણના ઘા મારે છતાં એ રત્ન ચરી શકે નહિ. તેમ જ્ઞાની કહે છે આત્માથી સંત અને શ્રાવકે જેમણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે તેવા સમ્યગદષ્ટિ છે “એકે હજારા' સર્વાર્થ સિદ્ધ વિમાનની દેવી સંપત્તિ આપતાં પણ એ રત્નના મૂલ્ય થઈ શકે નહિ. દેવકના રત્ન કેવા કિંમતી હોય છે. સૂર્યને ચંદ્ર કરતાં પણ તેજસ્વી ત્યાંના રત્ન છે. એના કરતાં પણ સમ્યજ્ઞાન દર્શનને ચારિત્રરૂપી રત્નો મહાન તેજસ્વી ને કિંમતી છે.
' દેવાનુપ્રિયે ! તમારી પાસે રહેલા કિંમતી ઝવેરાત ને નાણું સાચવવા તિજોરી મજબૂત હોય છે ને ચેક કરવા માટે ગુરખો પણ રાખે હોય છે કે જેથી બહારવટીયા એ ઝવેરાત લૂંટી શકે નહિ. તે રીતે અહીં જ્ઞાની પુરૂષ કહે છે કે મહાન પુરૂષોએ ઘણા પુરૂષાર્થ કરીને જે જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તારૂપી રત્નોની પ્રાપ્તિ કરી તે તેને સાચવવા માટે ચોકીદારે ગઠવી દીધા છે. તે ચોકીદાર કેણ છે? તે તમે જાણે છે? કષાયરૂપી ડાકુઓ આવે તે નાશ કરી નાંખે તેવા બળવાન તપ-ત્યાગ-મૌન--સ્વાધ્યાયઆત્મચિંત્વન, નિરંતર સંતપુરૂષોને સમાગમ, સતત વીરવાણીનું શ્રવણ એવા ચોકીદારે રાખ્યા છે. હવે કઈ ચોરો અંદર ઘૂસી જાય ખરા ? સમ્યગદષ્ટિ આત્માઓ ક્ષણે ક્ષણે સાવધાન રહે. ત્યાગ અને તપનું શરણ લઈ આત્માનું ચિંતન મનન કરે પણ સંસારના અશુભ ભાવેને અંતરમાં પિસવા દે નહિ. પિતાની ઈન્દ્રિયને કાબૂમાં રાખવા આયંબીલ, ઉપવાસ આદિ તપ કરે. કાંદા-કંદમૂળનો, રાત્રી ભોજન બીડી આદિ બેટા વ્યસન ને પરસ્ત્રીને ત્યાગ તે સાચા શ્રાવકને હોય જ. સ્વસ્ત્રીમાં સંતેષ રાખી બને તેટલું વધુ બ્રહ્મચર્યનું પાલન કરે. નિરંતર અંતરમાં એવી ભાવના રહે કે આ જન્મ-જરા ને મરણથી ભરપૂર એવા સંસારને જલ્દી પાર પામી જાઉં. અક્ષય આનંદ સ્વરૂપ આત્મસુખ કેમ પામું ! આવી ભાવના થતાં ધન-દેલત કુટુંબ કબીલા ને બંગલા પ્રત્યે ઉદાસીનતા આવે છે. પછી ત્યાગ-વૈરાગ્ય તરફ રૂચી જાગે છે. ચિત્તશુદ્ધિ વિના આત્મદર્શન નહિ થાય. અરિસે સ્વચ્છ હોય તે નખથી શીખ સુધી પ્રતિબિંબ દેખાય છે. પણ એ જ અરિસા ઉપર ડામરની પીંછી ફેરવી દેવામાં આવે તે? કંઈ ન દેખાય. તેજ રીતે વીજળીના બલ્બ ઉપર ડામરની પીંછી ફેરવી દે તે બહાર અંધકાર દેખાય છે. પણ અંદરમાં અજવાળું હોય છે. તેમ આપણે આત્મા પરમાર્થ દષ્ટિએ જોવામાં આવે તો વીજળીના બલ્બ જેવું છે. પણ રાગ-દ્વેષ અને મહિને ડામર આત્માના પ્રદેશ પ્રદેશે પથરાઈ ગયો છે તેથી અનંત જ્ઞાનને ઘણું અંધકારમાં આથડી રહ્યો છે. આત્મા કે છે?