________________
શારદા સરિતા
૨૧૧
ડઓ રહી ગયા. ત્યારે એની પત્ની કહે છે સ્વામીનાથ! તમે જ્યાં જ્યાં જવાના છે
ત્યાં ત્યાં મેં ડઓ મેકલાવી દીધા. હવે શેઠ જ્યાં જ્યાં જાય છે ત્યાં ખબર પડતાની સાથે બધા શેઠના સામા આવે ને એક કહે મારા ઘેર પધારો ને બીજે કહે મારે ઘેર જમવા માટે તે નેતશ ઉપર તરી આવે. ત્યારે શેઠ વિચાર કરે છે કે આ બધાને હું ઓળખતે નથી. મેં કોઈ દિવસ એમને જોયા હોય તેમ લાગતું નથી અને મને આટલો બધો આગ્રહ શા માટે કરતા હશે ? શેઠ કહે ભાઈ ! મેં કદી તમને જોયા નથી ને તમે બધા મારી આટલી બધી ભકિત કરે છે. મને ખૂબ નવાઈ લાગે છે. ત્યારે પેલા માણસે કહે છે તમે અમને નથી ઓળખતા પણ અમે તમને સારી રીતે ઓળખીએ છીએ. બધા શેઠની ખૂબ સરભરા કરતા. એ જેટલા દિવસ રહે તેટલા દિવસ દુકાન છોડી દેતા અને જેમ જમાઈને સાચવે તે રીતે બધા સાચવતા. એ લોકોની ભકિત ને ભાવના જઇ શેઠની આંખમાં આંસુ આવી જતા ને કહેતા ભાઈ ! તમે મારી આટલી બધી સેવા કરે છે. હું તમારા ઘેર આટલા દિવસ રોકાયે. ખાધું-પીવું. આ ઉપકારને બદલે કયારે વાલીશ? ત્યારે એ લોકો કહે છે આપ તો અમારા ઘેર પહેલી વખત આવ્યા છે પણ અમે તો તમારા ઘેર ઘણી વખત આવી ગયા છીએ. શેઠ કહે છે કયારે આવ્યા હતા ? મને કંઈ ખબર નથી.
સ્ત્રીની ખાનદાની – દેવાનુપ્રિયે! જેના ઘરમાં સુસંસ્કારી ને કુલવંતી સ્ત્રી, હોય છે તે એના પતિનું માન ઠેરઠેર વધારે છે. પરદેશમાં પ્રસિદ્ધ કરે છે. એ શેઠાણીને એ નિયમ હતો કે ગામમાં જે કંઈ સ્વમ બંધુઓ નોકરી કે ધંધાર્થે આવ્યા હોય કે યાત્રાએ આવ્યા હોય કે દર્શનાર્થે આવે તેને ત્રણ દિવસ પિતાને ઘેર જમવાનું આમંત્રણ આપતી ને બધાની ખૂબ સરભરા કરતી. જે આવે તેને પ્રેમથી સંતોષ પમાડતી. એટલે એને સહ ઓળખે. શેઠ ઘેર આવ્યા. શેઠાણને કહે છે તમે તે મારા માટે ઘણું ભાતું એકલી દીધું. જ્યાં જાઉં ત્યાં પધારો–પધારો—ખમ્મા ખમ્માને પાર નહિ. આટલા બધા તમને ક્યાંથી ઓળખે છે? મેં તો કઈ દિવસ એમને જોયા નથી ત્યારે શેડાણ કહે છે એ બધે આપની કૃપાનો પ્રભાવ છે. હું ધર્મકાર્યમાં ગમે તેટલો ખર્ચ કરું પણ તમારી સંમતિ ન હોય તે ક્યાંથી કરાય?
આ અહીં બેઠેલી શ્રાવિકા બહેનો ફાળામાં ફટફટ પૈસા બેંધાવે છે તે ક્યાંથી લખાવી શકે? તમારી છૂટ હોય છે ને ! તમારી ખુશી ન હોય તે એને ગમે તેટલી ભાવના હોય તે પણ ક્યાંથી લખાવી શકે? જ્યાં સુધી નદીમાં નીર વહે છે. ત્યાં સુધી તૃષાતુરને પાણી પાઈ લઉં. જ્યારે નદી સાવ સૂકાઈ જશે, અંદર રેતી ને કાંકરા ઉડશે ત્યારે કયાંથી આપી શકીશ? એમ વિચારી શેણી સ્વમીની ખૂબ સેવા કરતા. શેઠાણી કહે છે સ્વામીનાથ! આટલા માણસને આપણું ઘર મેં જમાડયા પણ આપે કદી એમ