________________
શાફ્ટા સરિતા
૧૧ આપનારૂં છે તેમાં શું રાચું! માનવી પાસે ગમે તેટલું સુખ હોય પણ એમાં દુઃખ ભર્યું છે. કેઈના ઘેર ગાડી–લાડી ને વાડી બધું સંસારનું સુખ હોય તો તમે એમ કહે છે ને કે આ તો ચોથા આરાને જીવ છે, પુણ્યવાન છે, સુખી છે પણ ભગવાન કહે છે સાચે સુખી ને સાચે પુણ્યવાન કોણ? જે પુણ્ય ભેગવતાં પાપ ન બંધાય તેની જાગૃતિ રહે, ભવને અંત જલ્દી કેમ આવે તેવું લક્ષ રહે તે સાચે પુણ્યવાન છે. ભરત ચક્રવતી પુણ્ય ભેગવતાં ચાલી નીકળ્યા.
જમાલિકુમાર ભગવાનની વાણી સાંભળતા જાગૃત બન્યા. જન્મમરણનો ખટકારો લાગે. પ્રભુ! તને જોયા પછી મને બધું જગત શૂન્ય લાગે છે.
दृष्टवा भवन्त मनीमेष विलोकनीयं, नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकरद्युति दुग्धसिन्धो, क्षारं जलं जलनिधरशितुं कः इच्छेत् ॥
- ભકતામર સ્તોત્ર શ્લોક ૧૧ તારા એક વખત દર્શન કર્યા પછી, અનિમેષ દૃષ્ટિથી તને નિહાળ્યા પછી હે નાથ! મારી આંખે ક્યાંય કરતી નથી. એક વખત ક્ષીરસમુદ્રના મીઠા પાણી પી લીધા પછી લવણસમુદ્રના ખારા પાણીને કણ છે? તને જોઈને મને સંતોષ થયે છે. મારા ભવભવના દુઃખ તને પામ્યા પછી ટળી જશે. '
- આજે દુનિયામાં મોટામાં મોટું દુઃખ હોય તે અતૃપ્તિનું છે. તૃષ્ણ અને તૃપ્તિ બને એક રાશીનાં શબ્દો છે. પણ તેના અર્થમાં કેટલું અંતર છે. ગમે તેટલું સુખ મળે પણ એ બધું અતૃપ્તિની આગમાં બળી જાય છે. એક લાખ મળ્યા તો હવે પાંચ લાખ કેમ મેળવું પાંચ લાખ મળ્યા તે દશ લાખ અને દશ લાખ મળ્યા તે વીસ લાખ કેમ મેળવું એની ચિંતામાં મળેલું છે તેને ભેગવી શકતા નથી. જ્યારે સંતોષી મનુષ્યની પાસે ડું હશે તે પણ આનંદમાં મસ્ત રહેતા હશે. ફૂટપાથ પર સૂના માણસ જે સંતોષી હશે તે સવારે ઉઠશે તે પણ શાંત ને સ્વસ્થ દેખાશે. જ્યારે કરેડપતિ હોવા છતાં સવારે ઉંઘમાંથી ઉઠશે ત્યારે એને ચિંતાને કી કેરી ખાતે હશે. ચિંતા એ ચિતા સમાન છે. ચિતા તે એક વખત માણસને બાળી નાંખે છે પણ ચિંતા બૂરી ચીજ છે. એ તે ક્ષણે ક્ષણે બાળી રહી છે. જેમ સાડીમાં ઉધઈ લાગવાથી સાડી ખલાસ થઈ જાય છે તેમ ચિંતા ઉધઈ જેવી છે. આજે બધે ચિંતા શેની દેખાય છે? વધુ લક્ષ્મી મેળવવા માટે ને? જ્ઞાની કહે છે કે ચાહના ટળે તે ચિંતા ટળે. ચિંતા એ માનસિક શક્તિને કેરી ખાનાર કેડે છે. દરેક વ્યકિતઓ ચિંતાથી મુક્ત થવા ઇચ્છે છે.