________________
૧૦
શારદા સરિતા
વ્યાખ્યાન નં. ૨૭ શ્રાવણ સુદ ૭ને રવિવાર
તા. ૫-૮-૭૩ અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના આત્મકલ્યાણને અર્થે સિદ્ધાંતરૂપ વાણીનું નિરૂપણ કર્યું અને જગતના જીવોને ટકોર કરતાં કહ્યું કે હે ભવ્ય છે !
संबुज्झह किं न बुज्झह, संबोहिखल पेच दुल्लहा। नो हूवणमन्ति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥
સૂય. . અ. ૨ ઉ. ૧, ગાથા-૧ તમે જાગે, સમજે ને બૂઝે આ મનુષ્યજન્મ પામીને બધિબીજની પ્રાપ્તિ કરી લો. પરભવની અંદર બેધિબીજની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જીવનમાંથી જે જે રાત્રિ અને દિવસો ચાલ્યા જાય છે તે ફરીને પાછા આવતા નથી. માટે આવા ઉત્તમ અને દુર્લભ માનવજીવનમાં જે સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં થાય તે ક્યાં થશે ! સમ્યકત્વ એ મોક્ષ મંઝીલનો પાયો છે. સમ્યકત્વને પાયે જે મજબૂત હશે તો તેના ઉપર એક દિવસ મોક્ષને મહેલ બંધાશે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જે કંઈ ક્રિયા થશે તે બધી મેક્ષને લક્ષીને થશે. સમ્મત્વ વિનાની કરણ એ બાહ્યભાવથી થાય છે. જ્યારે હૃદયમંદિરમાં સમ્યકત્વની પધરામણી થશે ત્યારે જીવની દશા કઈ અલૌકિક હશે. આત્માના કષાયે શાંત બની જશે. વૈભવ ને વિલાસ દૂર્ગતિમાં લઈ જનારા છે એવું લાગશે.
પ્રભુની વાણી સાંભળતાં જેમ મેઘ ગાજે ને મોર નાચે તેમ જમાલિકમારનું હૈયું હર્ષથી નાચી ઉડ્યું. મેરને ટહુકાર થાય ત્યારે સર્પો પલાયન થઈ જાય છે તેમ હે પ્રભુ! તારી વાણીને ટહુકાર થતાં મારા અંતરમાં રહેલા રાગ-દ્વેષ અને મેહરૂપી છૂપા સર્પો પલાયન થઈ ગયા. બધુઓ ! આપણે સમજીએ તો આપણો આત્મા ચંદનવૃક્ષ જેવો છે. એને કષારૂપી ભયંકર ઝેરી સર્પો વીંટળાઈ ગયા છે. ચંદનનું લાકડું તો ઘણું કિંમતી છે પણ જ્યાં આવા ઝેરી સર્પો હોય ત્યાં તેને લેવા કેઈ જવા તૈયાર થાય ખરા?
આત્મચંદન પર કર્મસર્પનું નાથ અતિશય જર, દૂર કરવાને તે દુને આપ પધારે મેર...
આવો આવો હે વીરસ્વામી મારા અંતરમાં જમાલિકુમાર કહે છે હે પ્રભુ! મારા ચંદનવૃક્ષ જેવા સુવાસિત આત્મા પર કર્મરૂપી શત્રુઓનું જેર ખૂબ વધી ગયું હતું. તેને ભગાડવા માટે આપ મયૂર બનીને પધાર્યા. મારું જીવન આજે ધન્ય બની ગયું. હવે મને આ સંસારના વૈભવો ક્ષણિક દેખાય છે. જે સુખ શાશ્વત નથી, ક્ષણભર સુખ આપીને પાછળ હજાર ટન મણું દુઃખ