________________
૧૮૮
શારદા સરિતા છે. એમાં સ્થાન હોય એટલે અડધું સાંભળે ને અડવું ન સાંભળે તે અર્થનો અનર્થ થઈ જાય છે. માટે એક ક્રિયામાં બે ક્રિયા ન કરવી. થોડું સાંભળો પણ એ બરાબર સચોટ સાંભળો કે જેથી તેની અસર થાય. જમાલિકુમારે પ્રભુની વાણી પહેલીવાર સાંભળી અને તેને સંસાર દાવાનળ જેવો લાગે. નાથ ! તારી વાણીની ઔષધિથી મારા ભવોભવના રેગ નાબૂદ થઈ જશે. દુનિયામાં બધુ જોયું પણ તને એક હેતા જોયા. પ્રભુ! તું જે મને મળ્યું ન હોત તો આ દાવાનળમાંથી મને કેણ બચાવત! શાસ્ત્રમાં જમાલિકુમારના વૈરાગ્યની વાત ખૂબ સુંદર છે.
બંધુઓ ! તપ અને સંયમ વિના આત્માની સિદ્ધિ નથી. જેમ મજબૂત લાકડાની ગાંઠને ચીરવા યુવાન પુરૂષનું બળ ને તીક્ષણ કુહાડો જોઈએ તેમ આપણું કર્મોની મજબૂત ગાંઠેને ચીરવા માટે જ્ઞાન-દર્શન-ચરિત્ર ને તપને મજબૂત તીણ કુહાડો ને આત્માને જબ્બર પુરૂષાર્થ જોઈશે. જમાલિકુમારને પ્રભુની વાણી રૂચી ગઈ છે. રગેરગમાં ઉતરી ગઈ છે. બધાં પ્રભુની દેશના સાંભળીને જશે. પછી જમાલિકુમાર ભગવંતને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર –ગુણસેન રાજાએ વિજયસેન નામના આચાર્ય પાસે બાર વ્રત અંગીકાર કર્યા. દરરોજ તેમની પાસે જતા હતા. જ્ઞાનચર્ચા કરતા હતા. એક દિવસ ગુણસેન રાજાએ પૂછયું –ગુરૂદેવ! આપ તે મહાન જ્ઞાની છે. આપને આ અસાર સંસારમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થવાનું કારણ શું બન્યું ? ત્યારે આચાર્ય કહે છે કે રાજન! આ સંસારમાં રહેલા માનવીને ક્ષણેક્ષણે વૈરાગ્યના નિમિત્તો મળે છે. મનુષ્ય જીવન ક્ષણિક છે. લક્ષ્મી વિજળીના ચમકાર જેવી છે. એ મળે છે ત્યારે આનંદ આવે છે ને જાય છે ત્યારે શેક કરાવે છે દુનિયામાં જે જન્મે છે તેનું મૃત્યુ થાય છે. અતિપ્રેમપાત્ર વ્યકિતનું મૃત્યુ થતાં પારાવાર દુઃખ થાય છે. આવા અનેક નિમિત્તો છે. હું આ અસાર ને અનિત્ય સંસારમાં કેના ઉપર રાગ કરું છું, શા માટે કરું છું? બધું છોડીને એક દિવસ જવાનું છે. આ સુંદર શરીર પણ મારું નથી. આ શરીર અનેક રેગેનું ઘર છે, અશુચીમય છે. એટલે વિચાર કરીએ તો પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય. એ વિજયસેન આચાર્યને કેવી રીતે વૈરાગ્ય આવ્યો તે વાત તો ઘણી લાંબી છે. તે આચાર્યો ગુણસેન રાજાને કહી સંભળાવી. , “ગુણસેન રાજાને વૈરાગ્યપ્રાપ્તિ ને દીક્ષા લેવાને નિશ્ચય
એકવાર ગુણસેન રાજા મહેલના ઝરૂખે ઉભા હતાં. ત્યારે તેમણે એક શબને લઈને જતાં કરૂણસ્વરે રડતાં ઘણું માણસને જોયા. ખબર પડી કે ગામના નગરશેઠને એક લાડીલો પુત્ર મૃત્યુ પામ્યો છે તેથી આ બધા આકંદ કરે છે. તે આ જગતમાં જેને જન્મ તેનું મૃત્યુ અવશ્ય છે. મારે પણ એક દિવસ આ રીતે જવાનું છે. ધન્ય છે. મહાપુરૂષોને કે જેઓ આવા દુઃખમય સંસારને ત્યાગ કરી