________________
૧૪૦
શારદા સરિતા
છતાં સુખ નથી મળ્યું તે પણ પુરૂષાર્થ ચાલુ છે. જેમ ખરજવાના દદીને ખણ આવે ત્યારે ખણવામાં આનંદ માને છે. એથી શું એને રોગ મટી જશે ? ના, ખણવાથી ઉલટ રેગ વધે છે તેમ જ્ઞાની કહે છે સંસારના સુખની પાછળ જે દેટ લગાવ્યા કરે છે તે અંતે દુઃખી થાય છે.
સાચું સુખ ક્યાં છે? :-“THIRT ઘરે fમ ” આરંભ વગરના ધર્મરૂપી બગીચામાં વિચરવું. પબ્લીક અને પ્રાઈવેટ બગીચાની જેમ અંતરનો પણ એક બગીચે છે. તે ધર્મના બગીચામાં તદ્દન જુદા પ્રકારની શાંતિ મળે છે. એમાં નથી ધાંધલ કે ધમાલ અને ત્યાં તે શાંત અને શીતળ હવા લહરાતી હોય છે. જ્યાં કેઈની બુરાઈ જોવાની હોતી નથી.
એક વખત રાજા ધર્મરૂપી બગીચામાં બેઠા હતા તે સમયે એમના સ્થાનમાંથી ચલિત કરવા એક માણસ આવ્યું અને કહેવા લાગે રાજન! તમારી નગરીમાં આગ લાગી છે. ત્યારે રાજાએ શું જવાબ આપે. મારી નગરી તે અંદર છે અને તે શાંત ને શીતળ છે. એને વળી આગ કેવી? બીજીવાર માણસે આવીને કહ્યું કે તમારા ખજાના લૂંટાઈ ગયા. તે રાજા કહે મારા આત્મિક ખજાના સહીસલામત ને ભરપૂર છે. ત્રીજીવાર માણસે કહ્યું. રાજન! ઉઠે, શત્રુઓ ચઢી આવ્યા છે ત્યારે પણ રાજાએ ખૂબ શાંતિથી કહ્યું. હું તો અજાતશત્રુ છું. મારે કઈ દુશ્મન નથી તે પછી ચઢાઈ કોણ કરવાનું છે? આમ આ રાજા કેઈપણ રીતે ધ્યાનમાંથી ચલિત થયા નથી. કારણ કે તે ધર્મબાગમાં બેઠા હતા. ચલિત કરવા આવનાર છેવટે થાક્યા પણ રાજાને ચલિત કરી શકયા નહિ, આવી રીતે પ્રભુ મહાવીરને ચલિત કરવા ઘણું ઉપાયો અને અનેક વિદનો આપવામાં આવ્યા છતાં તેઓ પોતાની સાધનામાંથી ચલિત થયા ન હતા. ત્યારે પ્રભુએ તો નથી કેધ કર્યો કે નથી સમતા ગુમાવી. ધર્મના બગીચામાં તે શાંતિ ને શાંતિ જ હોય છે. કઈ તમારું અહિત કરવા આવે તે પણ કરી શકે નહિ. એવું ત્યાં સુદર વાતાવરણ હોય છે. જ્યાં સુધી પુણ્યને ઉદય હોય ત્યાં સુધી વાળ વાંકે કરવાની કોઈની શકિત નથી. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક ખેડૂત એકવાર પિતાના ખેતર તરફ જતો હતો ત્યારે એક ડોશી રસ્તામાં પડી ગયેલી એણે જોઈ પાસે જઈને ડોશીને બેઠી કરી. પાણી પાયું ને ખૂબ સેવા કરી. ડોશીમાને જરા સારું થયું અને આશીર્વાદ આપ્યા દિકરા ! તું તો મારા પુત્રોથી પણ ચઢી ગયે. તેં મારી ખૂબ સેવા કરી છે કે આ મારી વીંટી તને આપું છું. આ વીંટીમાં એવો ચમત્કાર છે કે એને પહેરીને જેની ઈચ્છા કરીશ તે એક વાર તને મળી જશે. ખેડૂત ઘેર ગયે. પટલાણીને બધી વાત કરી ને વીંટીની વાત પણ કરી દીધી. તેની બાજુમાં એક સોની રહેતો હતો. તે આ વાત સાંભળી ગયે અને વીંટી પડાવી લેવાનો વિચાર ઘડયો અને પાડોશી સાથે સંબંધ