________________
શારદા ચિતા
૧૬૧
એમની વાણું નહિ સાંભળી હોય! બધું કર્યું હશે પણ હજુ આપણે ઉદ્ધાર નથી થયે એનું કારણ એ છે કે હજુ ભવબંધનથી મુકત થવાને બટકા નથી થયે. જલ્દી મોક્ષમાં જાઉં તેવે વેગ નથી ઉપડે. આજે તમારે મુંબઈથી અમદાવાદ કે સૌરાષ્ટ્રમાં જવું હોય તે કહે છે કે મારે લોકલમાં નથી જવું. મેલમાં જવું છે. લોકલ ધીમે ધીમે સ્ટેશન કરતી ચાલે ને અમુક સ્ટેશને પડી રહે. કંટાળો આવે છે અને મેલ તો અમુક સ્ટેશન કરે ને જલ્દી પહોંચાડે. એથી વધુ પૈસાનું જે હોય તે પ્લેનમાં ઉપડી જાવ છે. ભલે પૈસા વધુ થાય પણ જલ્દી પહોંચી જવાય. ત્યાં ઝડપી પહોંચવાનું મન થાય છે. એ મુસાફરી કરતાં એકસીડેન્ટ થશે તે કેઈક વાર મુશ્કેલીમાં મૂકાઈ જશે. પણ આત્માને માટે ઝડપી વેગ ઉપાડશો તે કદી મુશ્કેલીમાં મૂકાવાનો પ્રસંગ નહિ આવે. માટે ઝડપી વેગ ઉપાડે કે ક્યારે મેક્ષમાં જાઉં.
ભગવાનનું સમોસરણ દેખાયું એટલે જમાલિકુમાર જે પાણીદાર ઘોડાવાળા રથમાં બેઠા હતા તે રથ હ રખા અને પિતે રથમાંથી નીચે ઉતરી ગયા. તેમણે કંઠમાં પુષ્પની માળાઓ પહેરી હતી તે કાઢી નાંખી. મોઢામાં પાન ચાવતા હતા તે કાઢી નાંખ્યું અને મોઢામાં સહેજ પણ સચેત વસ્તુ રહી ન જાય એટલા માટે પાણીના કેગળા કર્યા. પગમાં બૂટ પહેર્યા હતા તેને પણ ત્યાગ કર્યો. એક સળંગ વસ્ત્રનું ઉત્તરાસંગ કરે છે તે શા માટે? પ્રભુની પાસે જઈને ઉઘાડે મુખે ન બેલાય. પ્રભુ પાસે ઉઘાડે મુખે ન બોલાય તે એમના સાધુ પાસે બોલાય? એક વખત ઉઘાડે મુખે બેસવાથી અસંખ્યાતા વાઉકાયના
છેવો હણાય છે. માટે સાધુ સાથે તમે વાત કરે ત્યારે ખૂબ ઉપયોગપૂર્વક યત્ના રાખીને બેલો. જેમ તમે લગ્નમાં જાવ છો ત્યારે લગ્નને સ્વાંગ સજે છે ને મશાને જાવ ત્યારે એ સ્વાંગ સજે છે. તે આ ધર્મસ્થાનકમાં કે સ્વાંગ સજીને આવવું જોઈએ ! એના માટે કઈ કાયદો નહિ. અહીં આવે ત્યારે સાથે પથરારું, ગુચ્છો ને મુહપત્તિ લઈને આવે. સામાયિક લઈને બેસે તે કેવું મઝાનું લાગે? તમને સામાયિક કરવાને ટાઈમ ન હોય તે સંવર કરીને બેસે. ઉપાશ્રયમાં દાખલ થાવ ત્યારે તમારા મેઢામાં પાન ન હોવું જોઈએ અને ખિસ્સામાં પાન-બીડી કે સચેત લવીંગ-ઈલાચી આદિ કઈ વસ્તુ ન હોવી જોઈએ. તમારા ખિસ્સામાં કંઈ સચે તે વસ્તુ હોય ને તમે સાધુના ચરણ લેવા જાવ તે દેષ લાગે. માટે સ્વચ્છ બનીને આવવું. જમાલિકુમાર સ્વચ્છ બનીને પ્રભુના સમોસરણમાં દાખલ થયા ને પછી શું કર્યું –
अंजलि मउलिय हत्थे जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ उवागच्छइ उवागच्छित्ता समणे भगवं महावीरं तिक्खुत्तो आयाहिण पायाहिणं करेइ करेत्ता जाव तिविहाए पज्जुवासणाए पज्जुवासइ ।
અંજલિ વડે બે હાથ જોડી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન