________________
૧૮૧
શારદા સરિતા થાય તે કેટલો આનંદ થાય? તેમ જમાલિકુમારને પ્રભુની વાણીમાં આનંદ થાય છે. જેટલું સાંભળે છે તેટલું હૃદયમાં અવધારે છે. સિંહણના દૂધ સુવર્ણના પાત્રમાં ટકી શકે, બીજા પાત્રમાં ન ટકે, તેમ પ્રભુની વાણ ઝીલવા માટે જમાલિકુમારનું હૃદય સુવર્ણપાત્ર જેવું બની ગયું છે. પ્રભુની વાણી સાંભળી એને અલૌકિક આનંદ થયો. ઉભા થયા. ફરીને પ્રભુને વંદન કરીને શું કહે છે -
“સામિાં મતે નિપાંચ પાવા” હે મારા નાથ! મને તારા પ્રવચનની શ્રદ્ધા થઈ છે, રૂચી થઈ છે. તારા ઘરમાં આવ્યા વિના ત્રણ કાળમાં શાંતિ નહિ થાય. સંસારના રસિક જીને સંસારના કામમાં રસ આવે, પિપરમાં, રેડિયામાં, નાટકમાં, સંગીતમાં વિગેરેમાં તેને રસ છે, જ્યારે જમાલિકુમારને પ્રભુની વાણીને રસ છે, એટલે એકચિત્તે સાંભળીને હૃદયમાં ઉતારી તેના પ્રત્યે શ્રદ્ધા થઈ છે, પ્રતીત થઈ છે. એના અંતરમાં આનંદ અનેરો છે. હવે તેઓ પ્રભુને શું કહે છે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર:- રાજા મહેલના ઝરૂખે ઉભા હતાં. ત્યાં લેકેને જતાં જોઈને પ્રધાનને પૂછ્યું કે આ બધા દોડાદોડ કરી ક્યાં જઈ રહ્યા છે? ત્યારે પ્રધાન કહે છે મહાન પવિત્ર એવા વિજયસેન આચાર્ય પધાર્યા છે તેમના દર્શન કરવા જાય છે. રાજાને જૈન મુનિને આચાર કે હોય તે ખબર ન હતી. પ્રધાન કહે છે વિજયસેન આચાર્ય જેન ધર્મના ગુરૂ છે. આપે જે તાપસને જોયા તેમનામાં અને આ સંતેમાં બહુ મોટું અંતર છે. તાપસને આમંત્રણ આપીએ એટલે તે આપણે ઘેર જમવા માટે આવે અને આ જૈન મુનિને આમંત્રણ આપીએ તે આવે નહિ. તેમના નિમિત્તે જે કંઈ બનાવ્યું હોય ને તેમને ખબર પડે કે મારા માટે બનાવ્યું છે તે એ લે પણ નહિ. બીજાને માટે બનાવેલા શુદ્ધ અને નિર્દોષ આહારની ગવેષણ કરે.
એક વખત એક ગામડામાં બપોરના બાર વાગે જૈન મુનિ વિહાર કરીને પધાર્યા. એ ગામમાં જેનના બે ઘર હતા. ઉપાશ્રયની બાજુમાં એક ડેશીમાં રહેતા હતા અને થોડે દૂર એની દીકરી રહેતી હતી. આમ બે ઘર હતા. બાકીના પટેલના ઘર હતા. બપોર થયેલી એટલે બધા પટેલે ઘર બંધ કરીને ખેતરમાં ગયા હતા. સંતરે આવેલા જેઈને ડોશીમાએ વિચાર કર્યો શું વહોરાવું! પિતે જમી પરવારી ગયા હતા. ઘરમાં બીજું કંઈ હતું નહિ. પણ આગળના સમયમાં લોકે રસોઈ બનાવી રહે એટલે ચૂલામાં દેવતા હોય તે પાણીને ઉનામણે મૂકી રાખતા. અચાનક કે સંત પધારે તો નિર્દોષ પાણીને લાભ મળી જાય. માજીના ચૂલે પાણીનો ઉનામણો મૂકેલે. ખૂબ ગરમ ધગધગતું પાણી હતું તેમાં સેવ નાખી દીધી. સેવ જલદી બફાઈ ગઈ એટલે એ સાવી નાંખી અને સંત શૈચરી માટે પધાર્યા. ડોશીમા સેવ વહેરાવવા જાય છે પણ સંત વિચાર કરે છે કે