________________
૧૭૪
દન કરવા જાઉં એવી ગુણુસેન રાજાને લગની લાગી છે.
દેવાનુપ્રિયા ! આવતી કાલે માસખમણનુ ઘર છે. તપશ્ચર્યા કરવાની તમને લગની લાગવી જોઈએ. માસખમણુ તપના માંડવડા રાપાશે. કાલથી ત્રીસમા દિવસે સંવત્સરીના દિવસ આવશે. પાપને પ્રજાળીને હૃદય શુદ્ધ કરવાનુ છે. હૃદયની પાટી સારૂં કરી નાંખજો. માટે પર્યુષણમાં શું કરવું ? ધર્મારાધન કરવું, કરાવવું ને અનુમેદના આપવી. ગુણુસેન રાજાને વિજયસેન આચાર્યના દન કરવા જવાની લગની લાગી છે તે દર્શન કરવા જશે ને શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૨૫
શારદા સરિતા
શ્રાવણ સુદ ૫ ને શુક્રવાર
સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ ને બહેને !
તા. ૩-૮-૦૩
શાસ્ત્રકાર ભગવતે જગતના જીવાના કલ્યાણ માટે સિધ્ધાંત પ્રરૂપ્યા. ભગવત અમૂલ્ય વાણીને વરસાદ વરસાવતા ખેલ્યા છે કે હે ભવ્ય જીવે ! જો તમારે જન્મ-મરણના ચક્રાવામાંથી બહાર નિકળવુ હાય તા પાપ અને પ્રમાદને ત્યાગ કરવા પડશે. દેવને પણ દુર્લભ એવા માનવજન્મ મળ્યા છે. અનુત્તર વિમાનના દેવાને સાતમી નરક સુધી પ્રત્યક્ષ જોઇ શકે એવું અવિધ જ્ઞાન છે. એકાંત સમકિતી છે. ત્યાં દેવીએ નહિ એટલે વિષયવિકાર નહિ, ત્યાં તે એકાંત તત્ત્વનું ચિંતન. કેવું ભવ્ય તેમનુ જીવન ! છતાં મેક્ષે જવા માટે તે અહીં આવવું પડે. એ જ માનવ જીવનનીવિશેષતા છે. જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું સર્વથા પાલન અહીં કરી શકાય કારણ કે દેવે! મહા સુખી ને અવિરતી છે. નારકીએ મહા દુઃખી છે. અને તિર્યંચા અવિવેકી ને પરાધીન છે. અને પ્રમાને ત્યાગ કરી સ્વાધીનપણે મનુષ્ય ધર્મારાધના કરી શકે છે માટે મનુષ્યજીવનની એકેય ક્ષણ નકામી જવા ન દો.
માનવજીવનની એકેક ક્ષણ નકામી જાય તે જીવને અસાસ થવા જોઇએ. જેમ તમને કોઇ અવધૂત યાગી મળી જાય ને એ કહે કે તમે જંગલમાં મારી સાથે ચાલે. હું તમને રસાયણ બનાવવાની વનસ્પતિ અતાવું. એની સાથે તમે જંગલમાં ગયા. એણે તમને બધી વનસ્પતિએ બતાવીને કહ્યું કે જો આટલી વનસ્પતિ વાટીને એના રસ ભેગા કરા તે એમાંથી એવું રસાયણ બનશે કે તેનું એક ટીપુ હજારેા મણ લેાખંડ ઉપર નાંખવામાં આવશે તે તેનુ સાનુ ખની જશે. તે તમે પ્રમાદ છોડી