________________
શારદા સરિતા
૧૭૩
અંતરમાં કઈ જાતને આનંદ કે ઉત્સાહ નથી. બસ મેં આવી ભૂલ કરી. હું તપસ્વીને ખમાવવા પણ ન જઈ શકે એ ખટક્યા કરે છે. આ રીતે રાજા રહે છે ત્યાં શું બને છે
નગરમાં વિજયસેન આચાર્યનું આગમન એક દિવસ રાજા મહેલના ઝરૂખે ઉભા હતા તે વખતે નગરના લેકે દેડદેડ કરતા જઈ રહ્યા છે. રાજાના મનમાં થયું કે આ લેકે દોડાદોડ કરતા ક્યાં જઈ રહ્યા છે તે વખતે રાજા પ્રધાનને પૂછે છે આપણું નગરમાં શું છે? આ લોકોના ટોળેટેળા દેડતા કયાં જઈ રહ્યા છે? આટલું કહેતા રાજાના મુખ ઉપર ગંભીરતા છવાઈ ગઈ. પ્રધાન કહે છે સાહેબ ! ચિંતા ન કરશે. કેઈ આતનું કારણ નથી. આ તે આનંદના સમાચાર છે.
વિજયસેન આચાર્ય પધારે, તારણ તિરણ જહાજ, દર્શન કરને વાણું સુનને જા રહી ઉમડ સમાજ,
ઈસ કારણસે ભાગદોડ, નગરીમેં હે રહી આજશ્રોતા તુમ...
હે મહારાજા! આજે આપણી નગરી પવિત્ર બની ગઈ. ગ્રામાનુગ્રામ વિચરતાં, મોટા શિષ્યસમુદાયથી યુક્ત, જ્ઞાનલક્ષ્મીથી શોભતા, અનેક લોકોને ધર્મને બોધ આપતા, અવધિજ્ઞાન ને મનઃ પર્યાય જ્ઞાનથી યુક્ત, ગુણ રૂપી રત્નની ખાણ જેવા, સફરી જહાજ સમાન, પરમ પવિત્ર એવા વિજયસેન નામના આચાર્ય આપણું નગરની બહાર અનેક વૃક્ષેથી સુશોભિત અને પવિત્ર અશોકવન નામના ઉદ્યાનમાં પધાર્યા છે. આ સમાચાર સાંભળી રાજાના સાડાત્રણ કેડ રોમરાય ખડા થઈ ગયા. હૈયું હરખાઈ ગયું. અહો ! મારા નગરમાં આવા પવિત્ર ગુરૂરાજ પધાર્યા છે ! સાચે શ્રાવક વહેપાર ધંધા માટે અનેક ગામ ફરે પણ જે ગામ જાય ત્યાં પહેલા તપાસ કરે કે આ ગામમાં કોઈ સંત મુનિરાજ બિરાજે છે. પહેલા દર્શન કરૂં પછી બધું કામકાજ કરીશ.
શ્રીપાળ રાજાને કઢને રેગ મટી ગયા પછી એક પખત પરદેશની સફરે જાય છે. તે વખતે તેની માતાને તથા પત્ની મયણ સુંદરીને પૂછે છે તમારા માટે શું લાવું? હવે જે જે, મયણાસુંદરી શું જવાબ આપે છે ! તમે પણ તમારા શ્રીદેવીને પૂછવા હશે ને કે તમારે માટે શું લાવું? ત્યારે એ શું મંગાવે? મારા માટે ફેરેન નાયલોનની સાડી લાવો. કબાટમાં ૧૦૦ સાડી ભરેલી હોય તે પણ સાડી મંગાવે. (હસાહસ). મયણાસુંદરી એના પતિને કહે છે સ્વામીનાથ! તમે દેશ વિદેશમાં ફરશે. તમે જ્યાં
જ્યાં જાવ ત્યાં સંત મુનિરાજના દર્શન કરજે, એમનું પ્રવચન સાંભળજો અને એમાંથી જે તત્વ મળે તે તમે મને અહીં આવીને કહેજે. બોલો શું લાવવાનું કહ્યું. આ તમારી શ્રાવિકાઓ આવું મંગાવે તે ધમ તમારાથી દૂર રહે ખરો ? ધન કમાવાય ને ધર્મ થાય. કે મહાન લાભ મળે ! અહીં વિજયસેન આચાર્ય પધાર્યાની વધામણી સાંભળી જલ્દી