________________
૧૬૦
શારદા સરિતા એક પેટની ભૂખ ને બીજી મનની ભૂખ. જેને મનની ભૂખ હશે તેને એમ થશે કે મારે ભજીયા ખાવા છે, ખમણ ખાવા છે, એની ભૂખ કદી મટે? પણ જેને પેટની ભૂખ લાગી છે તેને રેટ ને છાશ મળી જશે તે પણ એની સુધા શાંત થઈ જશે. પિટની ભૂખવાળ તપ કરી શકશે પણ મનની ભૂખવાળો નહિ કરી શકે. ઉપવાસ કર્યા પણ અંદરની વૃત્તિઓ ખાવા માટે લબકારા મારે તે તપ કરવાથી પુણ્ય બંધાશે પણ કર્મ નહિ ખપે. માટે ભગવાન કહે છે જે કર્મની ભેખડો તડવી હોય તે મન-વચન-કાયાને શુદ્ધ બનાવી ધર્મકરણ કરે.
જમાલિકુમારને વૈરાગ્ય કે જમ્બર છે. એની પૂર્વ ભવની કેટલી પુન્નાઈ છે. એના વૈરાગ્યનું સૂત્રમાં સુંદર વર્ણન કર્યું છે અને એના વૈભવનું પણ સુંદર વર્ણન કર્યું છે. તમારી પાસે એના જે અંશવૈભવ નથી છતાં કેવા ફેક્કડ થઈને ફરે છે. મને તે આજના માણસોની દયા આવે છે. તમે ગમે તેટલું કમાવ ને ભેગું કરે પણ કંઈ સુખ છે? તમે મનથી માનો કે અમે આટલી સંપત્તિના માલિક છીએ પણ એમાં તમારી કંઈ સત્તા છે? ગઈકાલે બજારમાં કેટલી ધમાલ મચી ગઈ હતી. કેટલાક ભાઈઓ કાલે વ્યાખ્યાનમાં રહેતા આવ્યા. પૂછ્યું કે કેમ નહોતા આવ્યા તે કહે કે મહાસતીજી! કાલે અમારી બજારમાં શિવસેનાને હલે આવ્યો હતો. બજારમાં ધમાલ હતી એટલે અવાયું નહિ. બેલે છે શાંતિ? સાચી શાંતિ ને સુખ જોઈતું હોય તો આ વીતરાગ ભવનમાં આવી જાવ. સુખ ત્યાગમાં છે. ત્યાગમાર્ગ એક વાર અપનાવી લે અને વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર ચાલો. જોઈ લે કે આનંદ છે?
જમાલિકુમારને પ્રભુના દર્શનની તીવ્ર તમન્ના જાગી છે. મારા નાથ! કયારે તારા પવિત્ર દર્શન કરૂં ને તારા જેવો બનું!
- ઘેલું લાગ્યું મુજને હું ક્યારે તુજને ભેટું (૨)
તારા પાવન ખેાળે મીઠી નીંદરમાં લે, શમણમાં (૨) રેજ હું (૨) નીરખ્યા કરું તને લગની લાગી છે લગની લાગી છે કે અગની જાગી છે તારા મિલનની પ્રભુ,
એવો વેગ ઉપડે છે કે નાથ! કયારે તને ભેટું! મારા નાથ હાલ ચાલીને આવ્યા હોય ને મારાથી કેમ બેસી રહેવાય? જમાલિકુમાર પ્રભુના સસરણની નજીક પહોંચ્યા. પ્રભુને દૂરથી જોયા ત્યાં અંતર ઉછળવા લાગ્યું. નાથ! તારા દર્શનથી પાપ ધોવાઈ જાય છે. તારા પ્રત્યક્ષ દર્શનથી શું લાભ ન થાય? અર્થાત મહાન લાભ થાય. ભવની ભાવટ ટળી જાય.
બંધુઓ ! આપણે આત્મા અનંતકાળથી ભવચક્રમાં ભમે છે. અનંતી જેવીસીએ થઈ ગઈ. શું આપણે ક્યારેય તીર્થકર પ્રભુના દર્શન નહિ ક્ય હોય? કઈ વખત