________________
૧૭૦
શારદા સરિતા તારા દશ ધર્મ છે ખંતિ, મુક્તિ આદિ તેમાં તે કેટલા અપનાવ્યા છે તેની પારખ અહીં થશે. આમ વિચાર કરી સમભાવ રાખીને ચાલ્યા જાય છે. એટલામાં કેઈને ઘેર ગયા ત્યાં ખાટી છાશ મળી તે લઈને બહાર નીકળ્યા ત્યાં મંત્રીની પત્ની કહે બાપજી ! પધારે, મારું ઘર પાવન કરે. એટલે પાછા ગુરૂ તે ચાલ્યા. આજના ગુરૂ આમ ન જાય હોં – (હસાહસ). | મુનિ ઘરમાં ગયા એટલે શીરે, પુરી, દાળ, ભાત, દહીં દૂધ, શાક વિગેરે મંત્રી વહોરાવવા લાગે ત્યારે મુનિ કહે છે એને મને ખપ નથી. ત્યારે મંત્રી કહે છે તું શું ખાય છે? આવી ખાવાની ચીજો નથી લેતો તે શું રાખ ખાય છે ? તે લે રાખ આપું એમ કહીને છાશના પાતરામાં બે ભરીને રાખ નાંખી દીધી. તે પણ મુનિનું મુખ તે પ્રસન્ન હતું. મનમાં એમ પણ ન થયું કે છાશમાં રાખ નાંખી તે અર્કાઈના પારણે કેવી રીતે ખાઈશ ? ત્યારે મંત્રીની આંખ ખુલી ગઈ. અહો ! મેં એમને ગાળો દીધી, અપમાન કર્યું, માર માર્યો તે પણ દિલમાં જરા કેધ નથી. ખરેખર ! જેવા ઠાકોરે વખાણ કર્યા હતા તેવા આ મુનિ પવિત્ર છે. પગમાં પડી ગયા. રડી પડયે ને પિતાની ભૂલની ક્ષમા માંગી. મેં આપના પાતરામાં રહેલી છાશમાં રાખ નાંખી. આ૫ અઠ્ઠાઈના પારણે કેવી રીતે ખાશે ? ત્યારે મુનિ કહે છે ભાઈ ! તેં મારા ઉપર ઘણો ઉપકાર કર્યો કારણ કે છાશ ખાટી હતી તેમાં તમે રાખ નાખી આપી એટલે છાશમાં તેં રાખ નાખી તેથી મીઠું નાંખે તેવી છાશ બની જશે અને અમે તે રાખવાળું પાણી પણ પીએ છીએ. માટે તમે ચિંતા ન કરે. મંત્રી કહે છે મને છાશ પાછી આપી દે. મુનિ કહે છે અમારા પાત્રમાં જે આવે તે આરોગી જવાનું, પણ પાછું કેઈને અપાય નહિ. આ મંત્રી મુનિને સાચે ભક્ત બની ગયું. એણે જેન ધર્મ અપનાવ્યું. આ સંત આવા અનેક ઉપસર્ગો આવે ત્યારે સમતાથી સહન કરે.
હવે મુનિરાજ ઉનાળાના દિવસોમાં વિહાર કરતા હતા. તેમાં કઈ એક ગામની બહાર નદી આવેલી હતી. સખ્ત ગરમીના કારણે નદીમાં પાણી બિલકુલ ન હતું. નદીની રેતી ખૂબ તપી ગયેલી. એ રેતી એવી ગરમ હતી કે પગમાં બૂટ પહેર્યા હોય તે પણ ગરમી લાગે. આવી ધગધગતી અંગારા જેવી રેતીમાં સંત આતાપના લેવા માટે સૂઈ ગયા. તે વખતે એક ખેડૂત ત્યાંથી નીકળે. એણે મુનિને આ રીતે સૂતેલા જોયા તેથી તેના મનમાં એમ થયું કે આ નદીમાં પાણી ન આવવા દેવા માટે આ મુનિ સૂતા છે. કારણ કે નદીમાં પાણી ન આવે તે પાક સારે થાય નહિ તેથી દાણાના ભાવ વાણિયા વધારે અને એ રીતે પૈસા કમાવામાં વાણિયાને લાભ થાય ને અમારું વર્ષ બગડે માટે એનું કાસળ કાઢી નાંખ્યું. એમ વિચારી બાજુના ખેતરની વાડમાં કાંટાવાળા ઝાડા ને ઝાંખરા હતા તે લાવીને મુનિના શરીર ઉપર નાંખીને આમથી તેમ ખસેડ્યા. કાંટા